For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીકૃ્ષ્ણના આશીર્વાદ મેળવવા માટે જન્માષ્ટમીના દિવસે આમાંથી કરો કોઈ એક ઉપાય

શ્રીકૃષ્ણ જન્માષ્મીના શુભ અવસર પર તમે કાન્હાની પ્રિય સામગ્રી અર્પિત કરીને તેમના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. આવો જાણીએ એ ખાસ વસ્તુઓ વિશે.

|
Google Oneindia Gujarati News

એવુ માનવામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં થયો હતો. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસો લોકો વ્રત રાખે છે અને તેમની ભક્તિમાં ડૂબેલા રહે છે. પોતાની વાંસળીની ધૂન પર ગોકુળને મંત્રમુગ્ધ કરનાર કૃષ્ણના જન્મદિવસે મંદિરોમાં વિશેષ સજાવટ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્માષ્મીના શુભ અવસર પર તમે કાન્હાની પ્રિય સામગ્રી અર્પિત કરીને તેમના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. આવો જાણીએ એ ખાસ વસ્તુઓ વિશે.

તુલસી

તુલસી

બાળ ગોપાળની પૂજામાં તુલસીનો ઉપયોગ અવશ્ય કરો.

રાખડી

રાખડી

જન્માષ્ટમીના અવસર પર ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામને રાખડી બાંધો.

મોરપીંછ

મોરપીંછ

ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ ખૂબ જ પ્રિય છે માટે તેમની પૂજામાં આનો જરૂર ઉપયોગ કરો.

પારિજાત

પારિજાત

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણને પણ પારિજાતના ફૂલ ખૂબ જ પસંદ છે. પૂજામાં આનો ઉપયોગ કરો.

ચાંદીની વાંસળી

ચાંદીની વાંસળી

ભગવાન શ્રીકૃષ્ણનુ ચિત્રણ વાંસળી વિના ન કરી શકાય. તેમના જન્મોત્સવના પ્રસંગે તેમને નાની ચાંદીની વાંસળી ચડાવો અને પૂજા બાદ તેને પોતાના પર્સમાં રાખી લો.

શંખ

શંખ

જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના નંદલાલ સ્વરૂપનો દૂધથી અભિષેક કરો અને આના માટે શંખનો ઉપયોગ કરો.

અનાજ તથા ફળ

અનાજ તથા ફળ

જન્માષ્ટમીના દિવસે કોઈ ધાર્મિક સ્થળે પોતાની શક્તિ અનુસાર અનાજ તથા ફળનુ દાન કરો. તમે ઈચ્છો તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આ વસ્તુઓ દાન આપી શકો છો.

ગાય-વાછરડાની પ્રતિમા

ગાય-વાછરડાની પ્રતિમા

જન્માષ્ટમીના શુભ અવસર પર ગાય તથા વાછરડાની નાની પ્રતિમા લઈ આવો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને સંતાન અંગેની ચિંતા દૂર થશે.

ભારતમાં કોરોનાનો કહેર, આંકડો 20 લાખને પાર, વિશેષજ્ઞોએ આપી ચેતવણીભારતમાં કોરોનાનો કહેર, આંકડો 20 લાખને પાર, વિશેષજ્ઞોએ આપી ચેતવણી

English summary
How To Impress Shri Krishna On Janmashtami
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X