For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશચતુર્થી પર શાસ્ત્રો પ્રમાણે કરો આ રીતે ગણેશજીની પૂજા

દેવોના દેવ મહાદેવનો પુત્ર ગણેશ આવી રહ્યો છે આપણા ઘરે. તો કરો ભગવાન ગણેશની શાસ્ત્રોત વિધિથી પુજા. એ માટે પુજા વિધિ જાણો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશનુ દરેક પૂજામાં સૌથી પહેલું સ્થાન હોય છે. દરેક શુભ કામમાં ગણેશની સ્થાપના અને પૂજા બાદ જ નવા કામની શરૂઆત કરવામાં આવે છે. સૌ પહેલા બાળગંગાધર તિલકે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ સમગ્ર ભારતમાં તેની ઉજવણી કરવાની શરૂઆત થઈ. આ વર્ષે ગણેશ ઉત્સવ 25 ઓગસ્ટથી 05 સપ્ટેમ્બર સુધી રહેશે. 25 ઓગસ્ટ સવારે 05 વાગ્યાને 56 મિનિટથી લઈ રાત્રે 8 વાગ્યાને 32 મિનિટ સુધી રહેશે. અમૃત યોગ રહેવાને કારણે આ વર્ષે ગણેશ ચતુર્થી વિશેષ લાભકારી રહેશે. આજે અમે તમને જણાવીશું કે ગણપતિ પૂજન કેવી રીતે કરવું? તે માટે વાંચો અહીં..

ગણેશ પૂજા વિધિ-શાસ્ત્રો પ્રમાણે

ગણેશ પૂજા વિધિ-શાસ્ત્રો પ્રમાણે

ગણપતિની પૂજા આ રીતે કરવી જોઈએ. આહવાન, આસન, પાદય, અર્ધ, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેધ્ય, તાંબુલ, દક્ષિણા, આરતી અને પરિક્રમા વગેરે.. સંકલ્પ-બંને હાથમાં જળ, ફૂલ, ચોખા અને દ્રવ્ય લો. જે દિવસે પૂજા કરો તે વર્ષ, વાર, તિથિ, ગ્રહોની સ્થિતિ, તે સ્થાનનું નામ જ્યાં પૂજન કરી રહ્યા છો, પોતાનું નામ અને ગોત્ર મનમાં સ્મરણ કરી પોતાની મનોકામના પૂરી થાય તે માટે મનમાં ભગવાનને પ્રાથના કરો અને ત્યારબાદ હાથમાં લીધેલી ચીજોને કળશની સામે મુકી દો.

પૂજા વિધિ

પૂજા વિધિ

આહવાન- ‘‘ ऊॅ गं गणपतये नमः आव्यहानयामि स्थापयामि'' મંત્રને બોલતા ગણેશની મૂર્તિ પર ચોખા અર્પિત કરો. હવે તમે ગણપતિને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપી દીધુ છે.

આસન-‘‘ ऊॅ गं गणपतये नमः आसनार्थ पुष्पाणि समर्पयामि'' મંત્ર બોલી ગણપતિને બેસવા માટે આસન આપો.

પાદય-ગણપતિના પગ ધોવડાવતી વખતે ‘‘ऊॅ गं गणपतये नमः पादयोः पादयं समर्पयामि'' મંત્ર બોલતા ગણપતિના પગ ધુવો.

અર્ધ એટલે કે હાથ ધોવડાવવા-આચમનમાં જળ, પુષ્પ અને અક્ષત લઈ ‘‘ ऊॅ गं गणपतये नमः हस्तयोः अघ्र्यं समर्पयामि'' કહેતા હાથ ધોવડાવો.

આચમન એટલે કે મુખની શુદ્ધિ કરવી-‘‘ऊॅ गं गणपतये नमः आचमनीयम जलं समर्पयामि'' કહેતા જળ છોડો.

પંચામૃતથી સ્નાન કરાવો- ‘‘ऊॅ गं गणपतये नमः पंचामृतस्नानं समर्पयामि'' કહેતા પંચામૃતથી ગણપતિને નવડાવો. દૂઘ, દહીં, મિશ્રિ, મધ અને ઘી આ પાંચ વસ્તુઓથી પંચામૃત બનાવો.

પૂજા વિધિ

પૂજા વિધિ

શુદ્ધ જળથી સ્નાન કરાવો- ‘‘ऊॅ गं गणपतये नमः शाुद्धोदकस्नानं समर्पयामि'' મંત્ર બોલતા શુદ્ધ જળથી ગણપતિને સ્નાન કરાવો.

વસ્ત્ર પહેરાવો-‘‘ऊॅ गं गणपतये नमः वस्त्रोपवस्त्रम् समर्पयामि'' મંત્ર બોલી ગણેશ યથાશક્તિ ગણપતિને વસ્ત્ર પહેરાવો.

પુષ્પ અર્પણ- ‘‘ऊॅ गं गणपतये नमः पुष्पं समर्पयामि'' આમ બોલતા ગણપતિને ફૂલો ચઢાવો.

અક્ષત અર્પણ-‘‘ऊॅ गं गणपतये नमः अथताम् समर्पयामि'' બોલતા ગણપતિને ચોખા ચઢાવો.

મિષ્ઠાન અર્પણ- ‘‘ऊॅ गं गणपतये नमः नैवेद्यम निवेदयामि'' કહેતા મિઠાઈ નો ભોગ ધરાવો.

ફળ અર્પણ-‘‘ऊॅ गं गणपतये नमः समर्पयामि'' કહી ગણપતિને ફળો ધરાવો.

પૂજા વિધિ

પૂજા વિધિ

પંચમેવો અર્પણ કરો- ‘‘ऊॅ गं गणपतये नमः पंचमेवा समर्पयामि'' મંત્ર બોલતા ગણપતિને પંચમેવો અર્પણ કરો.

આચમન કરાવો-‘‘ऊॅ गं गणपतये नमः जलं आचमनम् समर्पयामि'' બોલતા આચમન માટે જળનો છંટકાવ કરો.

તાંબુલમ એટલે કે પાન ખવડાવો-‘‘ऊॅ गं गणपतये नमः समर्पयामि'' બોલતા ભગવાન ગણેશને પાન ખવડાવો. પાનને ઉંધુ કરી તેમાં સોપારી, લવિંગ, ઈલાયચી રાખી ગણેશજીને અર્પિત કરો.

ગન્ધ અર્પણ- ‘‘ऊॅ गं गणपतये नमः गन्धं समर्पयामि'' આ મંત્રને બોલતા ચન્દન, રોલી, હળદર, અષ્ટગંધ વગેરે સુગંધિત દ્રવ્યો ગણેશને લગાવો.

ધૂપ દેખાડો- ‘‘ऊॅ गं गणपतये नमः धूपम् आघर्पयामि'' બોલતા ગણેશજીને ધૂપ દેખાડો.

દિપ દેખાડો- ‘‘ऊॅ गं गणपतये नमः दीपं दर्शयामि'' બોલતા ગણેશજી માટે દિપક પ્રગટાવો.

પૂજા વિધિ

પૂજા વિધિ

દક્ષિણા ચઢાવો-‘‘ऊॅ गं गणपतये नमः यथाशक्ति द्रव्यदक्षिणा समर्पयामि'' કહેતા દક્ષિણા ધરાવો.

આરતી કરો-‘‘ऊॅ गं गणपतये नमः आरार्तिक्यम् समर्पयामि'' આ મંત્ર બોલતા ગણેશની આરતી કરો.

પ્રદક્ષિણા એટલે કે પરિક્રમા કરો-હાથમાં પુષ્પ લઈ ભગવાન ગણેશની પરિક્રમા કરો, ત્યારબાદ ગણપતિની મૂર્તિની સામે પ્રદક્ષિણા અર્પણ કરતા કહો‘‘ऊॅ गं गणपतये नमः प्रदक्षिणा समर्पयामि'' મંત્ર બોલો.

ક્ષમા પ્રાર્થના-પૂજન-અર્ચનમાં કોઈ પણ પ્રકારની ત્રુટી થઈ ગઈ હોય તો ગણેશજીની ક્ષમા માંગવી જોઈએ અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગણેશજીની પ્રાર્થના કરવી જોઈએ.

English summary
how worship ganesha know the method
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X