For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમારી સાથે પણ બને છે આવી ઘટના, તો માની લેવું કે પૂર્વજોના કર્મોનું ફળ ભોગવી રહ્યા છો તમે!

કહેવાય છે ને કે જેવું વાવશો, તેવું લણશો. ગીતામાં લખેલું છે કે વ્યકિતને તેના કર્મોનું ફળ આજ જન્મે ભોગવવું પડે છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કહેવાય છે ને કે જેવું વાવશો, તેવું લણશો. ગીતામાં લખેલું છે કે વ્યકિતને તેના કર્મોનું ફળ આજ જન્મે ભોગવવું પડે છે. ફળની ચિંતા કર્યા વિના મનુષ્યે કર્મ કરતા રહેવું તેની ફરજ છે. જે કર્મ નથી કરતો તે પાપનો ભાગીદાર છે. હવે આ તો થઈ આધ્યાત્મની વાતો. પણ વાસ્તવ જીવનમાં ઘણી વાર એવું બને છે કે વ્યકિતને તેના સ્વભાવ વિરુધ્ધનું કર્મફળ મળે છે. તમે ઘણી વાર જોયું હશે કે સારા લોકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે દુષ્ટ મનુષ્યોને તેમના ખરાબ કર્મો છતાં ક્યારેય ભાગ્યહિનતાનો સામનો કરવો પડતો નથી. આવા સમયે જ્યારે તમે કર્મ અનુસાર ફળની વાત કરો તો તેનું આકલન અહીં ખોટુ સાબિત થાય છે. આનો જવાબ છે, જન્મ અને સાંસરિક જોડાણમાં.

વ્યકિતનું દુર્ભાગ્ય અને કૌટુંબિક કર્મોનો નાતો

વ્યકિતનું દુર્ભાગ્ય અને કૌટુંબિક કર્મોનો નાતો

માતા-પિતાનું અંશ તેમના બાળકમાં હોય છે અને તે તેમનું જ બીજું રૂપ માનવામાં આવે છે. તેમના વિચારો અનુસાર બાળકોનું જીવન પ્રભાવિત થાય છે. પણ ત્યાંથી આગળ વિચારીએ તો દરેક વ્યકિતનું ભાગ્ય અને દુર્ભાગ્ય પણ તેના કૌટુંબિક કર્મો સાથે જોડાયેલું છે.

જેથી શક્ય છે કે કોઈ વ્યકિત પોતાના કર્મો અને સ્વભાવમાં ખૂબ ઉદાર હોય તેમ છતાં તે હંમેશા દુઃખોનો સામનો કરતો રહે. ત્યાં સામે બીજી વ્યકિત જે અત્યંત ક્રૂર અને ઘાતકી છે પણ પોતાના ભાગ્યના બળે જીવનમાં દરેક સુખ મેળવે છે. આ જ છે પારિવારિક કર્મોનો નાતો. જેથી બીજા સાથે પોતાની પરિસ્થિતિની તુલના કરી ક્યારેય દુઃખી થવું નહિં. પણ તેને પોતાના કર્મફળો માની સ્વીકારી લેવું અને પ્રમાણિકતાથી પોતાની ફરજોનું વહન કરતા રહેવું. અહીં અમે તમને કેટલાક લક્ષણો જણાવિશું કે જેના દ્વારા તમે જાણી શકશો કે પૂર્વજોના કર્મોનું ફળ કેવી રીતે ઓળખવું.

પૂર્વજોના કર્મોને કેવી રીતે ઓળખશો?

પૂર્વજોના કર્મોને કેવી રીતે ઓળખશો?

પૂર્વજોના કર્મોનું ફળ કે પારિવારિક કર્મોના ફળ સાથે જોડાયેલા લોકો કેટલીક એવી ઘટના કે પરિસ્થિતિ સાથે જોડાઈ શકે છે, જેનો તેમના વર્તમાન કે ભુતકાળ સાથે કોઈ નાતો નથી હોતો. આવા લોકોને એવા કાર્ય માટે દોષિત ગણવામાં આવે છે, જે તેમણે ક્યારેય કર્યા જ નથી. અથવા શક્ય છે કે તમને એ કામનું ક્રેડિટ મળે જેમાં તેમનું અધિક યોગદાન ન હોય. વ્યકિત પોતાના પૂર્વજોના કર્મો સાથે જોડાયેલો હોય તો જરૂરી નથી કે હંમેશા તેની સાથે ખરાબ જ થાય, તેમની સાથે સારુ પણ થઈ શકે છે.

આ ફળ સારુ પણ હોય અને ખરાબ પણ

આ ફળ સારુ પણ હોય અને ખરાબ પણ

જરૂરી નથી કે પૂર્વજોનું ફળ હંમેશા નકારાત્મક જ હોય. ઘણી વાર કુટુંબમાં કંઈ ખરાબ બને તો કોઈ ખાસ વ્યકિતને જ જવાબદાર ઠેરવવામાં આવે છે અથવા તેની મહેનતને ઓછું આંકવામાં આવે છે અથવા ઘણી વાર વ્યકિતને તેની ઓછી મહેનત કરવા વધુ ફળ મળે છે.

કુટુંબમાં જ્યારે ઉન્નતિ કે સન્માન મળે તો જે તે વ્યકિતને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. જો કે તેનું તેટલું યોગદાન ન પણ હોય. આવા લોકો તેમના જીવનમાં પૂર્વજોના આશિર્વાદથી આગળ વધે છે. કુટુંબના દરેક સભ્ય માટે તેમના દિલમાં મોહ હોય છે. એવું પણ બને છે કે જે મુશ્કેલીનું સમાધાન મોટા વડિલો પાસે નથી હોતું તેની પણ સમજ આ વ્યકિત પાસે હોય છે, જેથી તેની ગણના કુટુંબમાં મોટી ગણવામાં આવે છે.

શું કરશો?

શું કરશો?

એવા લોકો જે વિના કારણે મુશ્કેલીમાં ફસાય છે તેમ છતાં તેમાંથી યેનકેન પ્રકારે બહાર આવી જાય છે તો માની લેવું કે આ તમારા પારિવારિક કર્મો છે. જેને કારણે તમારી પ્રશંસા થાય છે. આવા સમયે વધુ ખુશ અને ઉત્સાહિત થવા કરતા તમારી વાસ્તવિકતાને યાદ રાખો. તેવી જ રીતે જેઓ વિના કારણે દુઃખી થાય છે. તેઓ આ સત્યને સ્વીકારો. જે થઈ રહ્યુ છે તેનું આકલન કરી પોતાના દિલનું કહ્યુ કરો. ભલે પરિસ્થિતિ સારી હોય કે ખરાબ તમારા દિલનું સાંભળો. આ જ તમને સાચો માર્ગ ચિંધશે.

English summary
If such an incident happens, then accept that you are enjoying the fruits of the ancestors' actions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X