માલામાલ થવું હોય તો રાશિ મુજબ આ રંગનો કાબચો રાખો!
ઘરમાં તાણભર્યું વાતાવરણ રહે, આર્થિક સ્થિતિ નબળી હોય, પ્રમોશન થતા થતા રહી જતું હોય, માન-સન્માનમાં જોઈએ તેટલું ન મળતું હોય, જીવનસાથી સાથે સંબંધો હંમેશા ખરાબ ચાલતા હોય તો તે માટે રાશિ પ્રમાણે કાચબાની પૂજા કરવાથી લાભ થાય છે.
Read also : એપ્રિલ 2017 નું જ્યોતિષ કેલેન્ડર
NOTE : ઉપરોક્ત મુજબ રાશિ પ્રમાણે કાચબાની સ્થાપના કરવી. આ ઉપાય ત્યારે જ સિધ્ધ થશે કે જ્યારે આ કાચબાની નિયમિત પૂજા ઓછામાં ઓછી એક વર્ષ સુધી કરવામાં આવે અને ઘરમાં આ દરમિયાન લસણ, ડુંગળીનું સેવન વર્જિત છે.

મેષ
આ રાશિના જાતકો પોતાના પૂજા રૂમમાં માટી કે સ્ફટિકના કાચબાની સ્થાપના કરે અને તેની નીચે 7 અંક લખીને રાખે. નિયમિત તેની પૂજા કરે. આમ કરવાથી તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે અને કામમાં આવનારી અડચણો દૂર થઈ જશે

વૃષભ
વૃષભ રાશિના જાતકો પોતાના પૂજા રૂમમાં લીલા રંગનો કાચબો સ્થાપિત કરે અને તેની નીચે 3 અંક લખી રાખે. આ ઉપાય કરવાથી તમારી પ્રગતિમાં ચાર-ચાંદ લાગી જશે.

મિથુન
મિથુન રાશિના જાતકો સફળતા મેળવવા માટે ઘટ્ટ રંગનો માટી કે ધાતુનો કાચબો પોતાના પૂજાના રૂમમાં રાખે અને તેની નીચે 9 અંક લખીને રાખે. જેથી તેમની દરેક કામના પુરી થશે.

કર્ક
કર્ક રાશિના જાતકો સમૃધ્ધિ અને પ્રસન્નતા માટે પૂજા રૂમમાં આસમાની રંગનો કાચબો રાખે, જેની નીચે 5 અંક લખીને મુકે. જેનાથી સમૃધ્ધિનમાં વધારો થશે અને લોકો તમારા પ્રસન્નતા કરવા થશે.

સિંહ
સિંહ રાશિના જાતકોને તેમના ઘરમાં દરેક પ્રકારની ખુશીઓ હંમેશા રહે અને ઘરના સભ્યો અને બાળકોની પ્રગતિ થતી રહે તે માટે પૂજા રૂમમાં લાલ રંગનો કાચબો સ્થાપિત કરે અને તેની
નીચે 2 અંક લખીને રાખે.

કન્યા
કન્યા રાશિના જાતકો પોતાની મનોકામના પૂર્તિ માટે પૂજા રૂમમાં ભૂરા રંગનો માટી અને ધાતુનો કાચબો સ્થાપિત કરે અને તેની નીચે 6 અંક લખીને રાખે.

તુલા
તુલા રાશિના જાતકો પોતાના પૂજા રૂમમાં પીળા રંગનો માટી કે ધાતુનો કાચબો સ્થાપિ તેની નીચે 7 અંક લખીને રાખે. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન-ધાન્યમાં હંમેશા વૃધ્ધિ થતી રહે છે.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો ઈચ્છે કે તેમની હંમેશા પ્રગતિ થતી રહે અને આર્થિક સ્થિતિ હંમેશા સારી રહે તે માટે પૂજા રૂમમાં લીલા રંગનો કાચબો સ્થાપિત કરે અને તેની નીચે 4 અંક લખીને મુકે.

ધન
ધન રાશિના જાતકો પોતાના પૂજા રૂમમાં માટી કે ધાતુનો કાચબો સ્થાપિત કરી તેની નીચે 1 અંક લખીને મુકે. આમ કરવાથી ઘરમાં ધનની વૃધ્ધિ થતી રહે છે અને આવનારી મુશ્કેલીઓનું નિવારણ થતું રહે છે.

મકર
મકર રાશિના જાતકો પોતાની પ્રગતિ અને ખુશીઓથી ભરેલા જીવન માટે જાંબલી રંગનો માટી કે ધાતુનો કાચબો પોતાના પૂજા રૂમમાં સ્થાપે અને તેની નીચે 10 અંક લખીને રાખે.

કુંભ
કુંભ રાશિના જાતકો પોતાના વેપાર અને કેરિયરમાં પ્રગતિ માટે પૂજા રૂમમાં કાળા રંગનો માટી કે ધાતુનો કાચબો સ્થાપે અને તેની નીચે 11 અંક લખીને રાખે.

મીન
મીન રાશિના જાતકો પોતાની કૌટુંબિક સમસ્યાઓથી પરેશાન છે, વેપારમાં અડચણો આવી રહી છે, કામમાં હંમેશા અવરોધ પેદા થાય છે, આર્થિક સ્થિતિ કમજોર છે, જેવી સમસ્યાઓ માટે પૂજા રૂમમાં સફેદ કે પીળા રંગનો માટી કે ધાતુનો કાચબો સ્થાપે અને તેની નીચે 12 અંક લખીને રાખે