• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારી રાશિ વિશેની આ વાત ચોંકાવી દેશે

By Lekhaka
|
Google Oneindia Gujarati News

શું તમે પણ તમારા મિત્રોના રહસ્ય જાણવા ઈચ્છો છો ? તો ચાલો જાણીએ કે અત્યાર સુધી તેઓ પોતાના વિશે શું છુપાવતા આવ્યા છે. અહીં અમે તમને દરેક રાશિ માટે કેટલીક બાબતો જણાવીશુ જે કદાચ તમે જાણતા નહીં હોય. આ બાબતો તમને તેમના વિશે સમજવામાં મદદ કરશે. દરેક રાશિના લોકોમાં ઉર્જાનો સંચાર હોય છે પરંતુ તેનો ઉપયોગ તેઓ અલગ અલગ પ્રકારે કરે છે.

મેષ (21 માર્ચ – 20 એપ્રિલ)

મેષ (21 માર્ચ – 20 એપ્રિલ)

મેષ રાશિના લોકોના માથામાં કે કોણીની આસપાસ કોઈ નિશાન હોય છે કે પછી તેમને ચાકૂ જેવી ધારદાર ચીજથી વાગ્યાની નિશાની હોય છે. કારણ કે આ રાશિના જાતકો દુર્ઘટનાઓ માટે સૌથી નબળા મનાય છે. તેમનામાં ઉર્જાની કમી નથી હોતી. ક્યારેક તેઓ આ ઉર્જા અને પોતાની અંદરની તાકાત સંભાળી નથી શક્તા અને જાતને જ ઈજાગ્રસ્ત કરી બેસે છે.

વૃષભઃ (21 એપ્રિલ - 20 મે)

વૃષભઃ (21 એપ્રિલ - 20 મે)

વૃષભ રાશિના ધારકો પોતાનું ધ્યાન રાખવામાં માહેર હોય છે. તેઓ સંવેદનશીલ હોય છે અને વધુ વાત કરવાના બદલે તે બીજા પર નજર રાખે છે. તેઓ વ્યાવહારિક, તર્કસંગત હોય છે, તેમની પાસે પૈસા સહેલાઈથી આવે છે કારણ કે તેઓ મગજનો યોગ્ય ઉપયોગ કરે છે. તેઓ પોતાના કામને અલગ સ્તર પર પહોંચાડે છે. સંતુલિત દેખાતા આ રાશિના લોકો જિદ્દી અને નિરંકુશ હોય છે. એટલે જ તેઓ પોતાના નિશ્ચિત લક્ષ્ય મેળવી શકે છે.

મિથુન (21 મેથી 20 જૂન)

મિથુન (21 મેથી 20 જૂન)

મિથુન રાશિના શાંત દેખાતા જાતકોના મગજમાં દરેક સમયે કંઈકને કંઈક ચાલતું જ હોય છે. તેઓ તમારા સારા મિત્ર તરીકે દેખાય છે. મિત્રો બનાવવામાં તેમના નખરા વધુ હોય છે. ડ્યુઅલ પર્સનાલિટી હોવાને કારણે તેમના વ્યવહારમાં પણ બે જુદા જુદા વ્યક્તિત્વ દેખાય છે. તેઓ સપોર્ટ કરનારા અને બધા સાથે હળતામળતા દેખાશે પરંતુ બીજી તરફ તે પોતાના અંગત મિત્રો પર આદેશ કરતા પણ નથી અચકાતા.

કર્ક (21 જૂનથી 22 જુલાઈ)

કર્ક (21 જૂનથી 22 જુલાઈ)

કર્ક રાશિના જાતકો સમજદાર અને સંયોજિત હોય છે. તેઓ પોતાના મિત્રોની મુશ્કેલી અને જરૂરિયાતો અંગે સંવેદનશીલ હોય છે. લાગણીશીલ દેખાતા કર્ક રાશિના લોકો જો કોઈના દુશ્મન બની જાય તો બદલો લઈને જ માને છે. તેઓ સહેલાઈથી કોઈને માફ નથી કરતા. તેમને લાગે છે કે જે તેમના સાચા મિર્તો છે, તે ક્યારેય તેમની વાત નહીં ટાળે

સિંહ (23 જુલાઈથી 22 ઓગસ્ટ)

સિંહ (23 જુલાઈથી 22 ઓગસ્ટ)

સિંહ રાશિના જાતકો ચંચળ અને સરળ હોય છે. આ વાતમાં કોઈ શંકા નથી કે આ રાશિના જાતકો શાસન કરવા માટે જ જન્મે છે. તેમનામાં એક પ્રકારની ચમક હોય છે. તેઓ પોતાના કામ માટે સમર્પિત હોય છે. બહારથી કડક દેખાતા સિંહ રાશિના લોકો અંદરથી નબળા અને લાગણીશીલ હોય છે. તેમની આ ખાસિયત આશ્ચર્યજનક હોય છે. તેઓ જીમમાં જઈને કસરત કરવાનું પસંદ કરે છે.

કન્યા (23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર)

કન્યા (23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર)

કન્યા રાશિના જાતકો ખૂબ જ ક્રિયેટિવ હોય છે. તેમના ચહેરા પર હંમેશા હાસ્ય રહે છે. આંખોમાં ચમક અને ચમકતી ત્વચા ધરાવતા આ રાશિના જાતકો બહારથી ખૂબ જ ખુશ દેખાય છે. પરંતુ તમને જાણીને આશ્રર્ય થશે કે આ રાશિના જાતકો પોતાના હાસ્ય, લૂક્સ, બૉડી લેંગવેજને લઈ સતત ચિંતિત હોય છે.

તુલા (23 સપ્ટેમ્બરતી 22 ઓક્ટોબર)

તુલા (23 સપ્ટેમ્બરતી 22 ઓક્ટોબર)

તુલા રાશના જાતકો કેરિંગ અને લાગણીશીલ હોય છે. તે પોતાના સંબંધો સંતુલિત રાખે છે. અને આસપાસના લોકોને સારી રીતે સમજે છે. ગોળ ચહેરો ધરાવતા આ રાશિના લોકો પોતાના સંબંધો માટે કટિબદ્ધ હોય છે.

વૃશ્વિક (23 ઓક્ટોબરથી 21 નવેમ્બર)

વૃશ્વિક (23 ઓક્ટોબરથી 21 નવેમ્બર)

વૃશ્વિક રાશિના લોકોની આંખો આકર્ષક હોય છે. તોઓ દુનિયાની દરેક ચીજને લઈ પેશનેટ હોય છે. આ રાશિના લોકો મોટાભાગે લાંબા અને પાતળા હોય છે. આમ તો તેઓ મદદગાર દેખાય છે, પરંતુ અંદરો અંદર તે તમને પસંદ નથી કરતા. પીઠ પાછળ ખરાબ બોલે છે. તેમનો વ્યવહાર મિત્રતાપૂર્ણ હોય છે. તેઓ કડક નેતા કે લીડર બની શકે છે.

ધન (22 નવેમ્બરથી 21 ડિસેમ્બર)

ધન (22 નવેમ્બરથી 21 ડિસેમ્બર)

ઘન રાશિના જાતકોને એડવેન્ચર પસંદ છે, તેઓ એક જ પ્રકારની જિંદગથી ઝડપથી કંટાળી જાય છે. તેઓ લાંબા સમય સુધી એક જ પ્રકારનું કામ નથી કરી શક્તા. સાથે જે આ રાશિના જાતકો બેઈમાન હોય છે, પરંતુ દયાળુ દેખાય છે. તેમને ગુસ્સો ઝડપથી આવે છે, અને ગુસ્સામાં તેઓ સ્વાર્થી તેમજ અવિશ્વાસુ લાગે છે.

મકર (22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી)

મકર (22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી)

મકર રાશિના જાતકો પોતાના કામ પાછળ પાગલ હોય છે. તેઓ પોતાનું લક્ષ્ય નક્કી કરી તેને મેળવવાનું આયોજન કરવામાં મોડું નથી કરતા. તેઓ પોતાના કામને લઈ ખૂબ જ પ્રામાણિક હોય છે. અને કામ પ્રત્યે સાચા મનથી મહેનત કરે છે.

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

કુંભ (20 જાન્યુઆરી – 18 ફેબ્રુઆરી)

કુંભ રાશિના જાતકો દયાળુ હોય છે. તેમને શાંતિ ગમે છે, તેઓ ધીરજથી કામ કરે છે. આ રાશિના જતકોને બેકાર વાતો પસંદ નથી. તેઓ ખૂબ જ પ્રેમાળ હોય છે, પરંતુ બીજા પર નજર પણ રાખે છે. તેમની સૌથી ખાસ વાત એ છે કે બાકીની રાશિ કરતા તેઓ સમૃદ્ધ હોય છે.

મીન (19 ફેબ્રુઆરીથી 20 માર્ચ)

મીન (19 ફેબ્રુઆરીથી 20 માર્ચ)

મીન રાશિના જાતકો બહાર ઓછી વાત કરે છે, પરંતુ મિત્રો સાથે તે ખૂબ જ વાતોડિયા અને મજાકિયા હોય છે. તેઓ કલાકાર પ્રકારના હોય છે. મીન રાશિના લોકો ખૂબ જ આત્મવિશ્વાસુ દેખાય છે. જો કે સત્ય તો એ છે કે તેઓ બાકીની બધી રાશિ કરતા વધુ કન્ફ્યુઝ હોય છે.

English summary
know your friends secret from his or her zodiac sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X