
Jagannath Rath Yatra 2022: રથમાં નથી થતો ધાતુનો ઉપયોગ, પુરીના રાજા કરે છે સોનાની સાવરણીથી માર્ગ સાફ
પુરીઃ જગન્નાથ રથયાત્રા 2022ની શરુઆત આ વર્ષે 1 જુલાઈથી થવા જઈ રહી છે. દર વર્ષે આ યાત્રામાં સેંકડો લોકો ભાગ લે છે. તમને જણાવી દઈએ કે પુરીની રથયાત્રા આખા વિશ્વમાં જાણીતી છે અને તેનો હિસ્સો બનવા માટે વિશ્વના ખૂણે-ખૂણેથી લોકો આવે છે. નોંધનીય છે કે દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે રથયાત્રા શરૂ થાય છે. આ રથયાત્રામાં બલરામજીનો રથ આગળ હોય છે. ત્યારબાદ મધ્યમાં દેવી સુભદ્રાનો રથ અને પાછળ ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણનો રથ હોય છે.

રથમાં કોઈ પ્રકારના ધાતુનો ઉપયોગ નથી થતો
તે જાણીતુ છે કે ભગવાન જે રથ પર સવાર થાય છે તે ખૂબ જ ખાસ હોય છે. ભગવાનજીના ત્રણેય રથમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ બધા રથ લીમડા અને નાળિયેરના પવિત્ર લાકડામાંથી બનાવવામાં આવે છે જેને 'દારૂ' કહેવામાં આવે છે.

'બહુડા યાત્રા'
જેની પસંદગી માટે પુરી મંદિરમાં એક ખાસ અને અલગ કમિટી બનાવવામાં આવી છે. જેનું કામ શુદ્ધ લાકડા શોધવાનુ હોય છે. તમને જણાવી દઈએ કે જ્યારે રથયાત્રા પરત આવે છે ત્યારે તેને 'બહુડા યાત્રા' કહેવામાં આવે છે. રથયાત્રાનુ નિર્માણ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે.

રથ શરીર અને આત્મના પવિત્ર સંબંધને બતાવે છે
રથયાત્રા પ્રેમ, એકતા અને સંવાદિતાનુ ઉદાહરણ છે. એવુ કહેવાય છે કે રથ શરીર અને આત્મા વચ્ચેના પવિત્ર સંબંધનુ પ્રતીક છે. જેમ શરીરની અંદર આત્મા છે પણ તેને ચલાવવા માટે શરીરને કામ કરવુ પડે છે. તેવી જ રીતે ભગવાનને રથની અંદર બેસાડવામાં આવે ત્યારે રથ ચાલતો નથી પરંતુ તેને ખસેડવા માટે તેને ખેંચવો પડે છે. તે જ રીતે વ્યક્તિએ તેના આત્માને શુદ્ધ કરવા માટે શરીર પર સખત મહેનત કરવાની જરૂર છે.

પુરીના રાજા કરે છે સોનાની સાવરણીથી રસ્તો સાફ
જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય ત્યારે તેની વિશેષ પૂજા કરવામાં આવે છે જેને 'છર પહનરા' કહેવામાં આવે છે. આ પૂજા પુરીના ગજપતિ રાજાની પાલખી કરે છે અને પછી પુરીના રાજા સોનાની સાવરણી વડે રથયાત્રાનો માર્ગ સાફ કરે છે અને ત્યારબાદ રથયાત્રા આગળ વધે છે. કહેવાય છે કે રથયાત્રામાં ભાગ લેનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.