જુલાઈ 2021માં કુંભ રાશિનુ માસિક રાશિફળ
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે કુંભ રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...
કુંભ(20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી)
કામકાજના મોરચે આ મહિને મોટો ફેરફાર સંભવ છે. જો તમે નોકરી કરતા હોય તો અચાનક તમારી ટ્રાન્સફર થઈ શકે છે. વળી, બીજી તરફ જો તમે કોઈ વિદેશી કંપનીમાં નોકરી કરતા હોય તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને આ દરમિયાન સારો લાભ થઈ શકે છે ખાસ કરીને જો તમે સ્ટેશનરી, કરિયાણા વગેરે સાથે જોડાયેલુ કામ કરતા હોય તો તમારી આશા મુજબ પરિણામ મળવાની પ્રબળ સંભાવના છે.
જો કે તમને સરકારી નિયમોનુ કડકાઈથી પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. પૈસાના મામલે આ મહિનો તમારા માટે ઠીક ઠીક રહેવાના અણસાર છે. આ સમયમાં તમારા ખર્ચાનુ લિસ્ટ વધી શકે છે. તમારા માટે સારી વાત એ રહેશે કે તમે પોતાના નક્કી બજેટથી વધુ દૂર ન જાવ.
મહિનાના અંતમાં ભૂમિ મકાન સાથે જોડાયેલ કોઈ ફાયદો થઈ શકે છે. અંગત જીવનની વાત કરીએ તોજો તમારુ સંતાન નાનુ હોય તો આ દરમિયાન તમને એનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. જ્યાં સુધી વાત તમારા સ્વાસ્થ્યની છે તો તમને આંખો સાથે જોડાયેલી કોઈ સમસ્યા થઈ શકે છે. તમારે પોતાની આંખોની સારી દેખરેખ કરવાની જરૂર છે.
રાશિ તત્વઃ વાયુ
રાશિ સ્વામીઃ યુરેનસ, શનિ
શુભ અંકઃ 2, 17, 20, 38, 45, 50
શુભ દિવસઃ સોમવાર, બુધવાર, ગુરુવાર, શનિવાર
શુભ રંગઃ ઘાટો લીલો, ગુલાબી, સફેદ, પીળો, લાલ