
જુલાઈ 2021માં મેષ રાશિનુ માસિક રાશિફળ
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે મેષ રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...
મેષ(20 માર્ચથી 18 એપ્રિલ)
કામકાજના મોરચે આ મહિનો તમારા માટે સારુ પરિણામ આપનાર રહેશે. આ સમયમાં તમે તમારા કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહેશો. જો તમે નોકરી કરતા હોય તો સહકર્મીઓ સાથે તમારો તાલમેળ સારો રહેશે. તમે ટીમ વર્ક પર વધુ ધ્યાન આપશો. આ દરમિયાન તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્ય કોઈ અડચણ વિના પૂરા થશે. મહિનાના મધ્યમાં તમારે ઑફિશિયલ ટૂર પર જવુ પડી શકે છે.
તમારા યાત્રા ખૂબ શુભ રહેશે. વળી, વેપારીઓને મોટા ગ્રાહકો સાથે જોડાવાનો મોકો મળી શકે છે. તમારા કારોબારમાં એક નવો વળાંક આવવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત આ સમયમાં તમને ટેક્સ સાથે જોડાયેલા મામલામાં વધુ સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે વિદ્યાર્થી હોય તો તમારે કંબાઈન સ્ટડી કરવાની જરૂર છે. આનાથી તમને સારો ફાયદો થશે. પારિવારિક જીવનમાં સ્થિતિ ઉતાર-ચડાવભરી રહેશે.
આ દરમિયાન પૈસા માટે ઘરમાં મોટો વિવાદ થઈ શકે છે. આ ઉપરાંત સંતાનના સ્વાસ્થ્ય વિશે પણ તમારી ચિંતા વધી શકે છે. આર્થિક મોરચે આ મહિનો તમારા માટે સામાન્ય રહેશે. તમારે પોતાના આર્થિક નિર્ણયો બહુ સમજદારીથી લેવાની જરૂર છે. આરોગ્યની વાત કરીએ તો નાની-નાની વાતો પર તમારે દવાઓનુ સેવન કરવાનુ ટાળવુ નહિતર તમને મુશ્કેલી પડી શકે છે.
રાશિ તત્વઃ અગ્નિ
રાશિ સ્વામીઃ મંગળ
શુભ અંકઃ 2,19, 27, 38, 42, 50
શુભ દિવસઃ સોમવાર, રવિવાર, બુધવાર, શનિવાર
શુભ રંગઃ ક્રીમ, ઘાટો લીલો, લાલ, આસમાની