
જુલાઈ 2021માં કર્ક રાશિનુ માસિક રાશિફળ
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે કર્ક રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...
કર્ક(21 જૂનથી 21 જુલાઈ)
આ મહિનો તમારા માટે ખૂબ વ્યસ્ત રહેવાનો છે. આ દરમિયાન તમારે નાની-નાની ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે. તમારી આ યાત્રા કામ સાથે જોડાયેલી હોઈ શકે છે. જો કે આ યાત્રાઓ સાથે તમારો ખર્ચ પણ વધતો દેખાઈ રહ્યો છે. તમારા માટે સારા સમાચાર એ રહેશે કે તમે આવકથી વધુ ખર્ચ કરવાની ભૂલ ના કરતા.
નોકરિયાત જાતકો માટે પ્રગતિના યોગ બની રહ્યા છે. સારુ રહેશે કે આ દરમિયાન તમે પૂરી મહેનત અને લગન સાથે કામ કરો નહિતર તમારી પ્રગતિનુ સપનુ અધુરુ જ રહી જશે. સરકારી નોકરી માટે પ્રયત્નો કરતા જાતકોને આ સમયમાં શુભ સમાચાર મળી શકે છે. તમારી મનગમતી નોકરી મળી શકે છે. હોટલ કે રેસ્ટોરાં, સોનુ, ચાંદી વગેરેના વેપારીઓ માટે આ સમય મિશ્ર પરિણામ આપનાર રહેશે.
તમારા કારોબારમાં ઉતાર-ચડાવની સ્થિતિ બનશે. જો તમે વિદ્યાર્થી હોય અને વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કોઈ પ્રયત્ન કરી રહ્યા હોય તો આ મહિને તમારા માર્ગમાં કોઈ મોટી અડચણ આવી શકે છે. જો કે તમને ધીરજથી કામ લેવાની સલાહ આપવામાં આવે છે. તમારી આ મુશ્કેલી અસ્થાયી છે. આ રાશિના અપરિણીત જાતકો માટે લગ્નના યોગ બની રહ્યા છે. આ સમયમાં તમને વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
રાશિ તત્વઃ જળ
રાશિ સ્વામીઃ ચંદ્ર
શુભ અંકઃ 5, 13, 29, 38, 46, 54
શુભ દિવસઃ બુધવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર
શુભ રંગઃ લાલ, નારંગી, મરુન, પીળો, જાંબુડિયો