
જુલાઈ 2021માં તુલા રાશિનુ માસિક રાશિફળ
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે તુલા રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...
તુલા(22 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર)
પૈસાના મામલે આ મહિનો તમારા માટે ઠીક નહિ રહે. આ મહિને તમારે ઘણા મોટા ખર્ચા થઈ શકે છે. સારુ રહેશે તમે પૈસાની બાબતમાં સંભાળીને ચાલો. આ ઉપરાંત આ સમયમાં તમને લોન લેવાથી બચવાની પણ સલાહ આપવામાં આવે છે. જો તમે નોકરી કરતા હોય તો ઓફિસમાં તમને બધી જવાબદારીઓને પૂરી મહેનત અને પારદર્શિતા સાથે પૂરી કરવાનો પ્રયત્ન કરવો પડશે.
નાનકડી ચૂક તમારા માટે મુસીબતનુ કારણ બની શકે છે. તમારી નોકરી જોખમમાં પણ પડી શકે છે. સરકારી નોકરી માટે પ્રયાસરત જાતકોએ પોતાના પ્રયત્નો વધારવા પડશે. તમારે વધુ મહેનત કરવાની સલાહ આપવામાં આવે છે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે મહિનાના શરૂઆતના દિવસો ઠીક નહિ રહે. આ સમયમાં તમને ધનનુ નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત પૈસાની કમીના કારણે તમારી યોજનાઓ પણ વચમાં અટકી શકે છે.
અંગત જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે આ સમયમાં સંબંધોમાં ઉતાર-ચડાવ જોવા મળશે. એકબીજા પર પોતાનો ભરોસો મજબૂત કરો અને એકબીજાને પ્રસન્ન રાખવાની કોશિશ કરો. તબિયત માટે આ દરમિયાન તમને વધુ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. કારણ વિના ઘરમાંથી બહાર નીકળવાનુ ટાળવુ.
રાશિ તત્વઃ વાયુ
રાશિ સ્વામીઃ શુક્ર
શુભ અંકઃ 4, 12, 23, 37, 44, 59
શુભ દિવસઃ બુધવાર, ગુરુવાર, શનિવાર, રવિવાર
શુભ રંગઃ પીળો, લાલ, નારંગી, મરુન