
જુલાઈ 2021માં વૃષભ રાશિનુ માસિક રાશિફળ
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે વૃષભ રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...
વૃષભ(19 એપ્રિલથી 19 મે)
મહિનાની શરૂઆત તમારા માટે ઘણી સારી રહેશે. આ સમયમાં તમારા જીવનમાં કોઈ મોટો સકારાત્મક ફેરફાર આવી શકે છે. સ્વજનો સાથે સંબંધ મધુર રહેશે. જો તમારા ભાઈ કે બહેન લગ્ન યોગ્ય હોય તો આ સમયમાં તેમના માટે લગ્નનો કોઈ સારો પ્રસ્તાવ આવી શકે છે અને જલ્દી તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યક્રમનુ આયોજન થશે. કામકાજની વાત કરીએ તો નોકરિયાત જાતકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે.
જો તમે કોઈ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હોય તો આ સમયમાં તમારુ પ્રમોશન થઈ શકે છે. ખાસ કરીને બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા જાતકોએ પોતાની મહેનતનુ યોગ્ય ફળ મળવાની પ્રબળ સંભાવના છે. વેપારીઓ માટે આ મહિનો થોડો પડકારરૂપ રહેવાનો છે. મહિનાની શરૂઆતમાં વેપારમાં નુકશાન થઈ શકે છે. સ્પર્ધા ઘણી વધી શકે છે. તમારા વિરોધી તમને આકરી ટક્કર આપી શકે છે. એવામાં તમારે પોતાની વ્યવસાયિક યોજનાઓમાં થોડા ફેરફાર પણ કરવા પડી શકે છે.
જ્યાં સુધી તમારા આરોગ્યની વાત છે તો નાની-મોટી મુશ્કેલીઓ આવે તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ ના કરો. આ વૈશ્વિક મહામારીને જોતા તમારે પૂરી સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવે છે.
રાશિ તત્વઃ પૃથ્વી
રાશિ સ્વામીઃ શુક્ર
શુભ અંકઃ 1, 16, 20, 30, 41, 52
શુભ દિવસઃ રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર
શુભ રંગઃ ક્રીમ, સફેદ, પીળો, ગુલાબી, આસમાની