જુલાઈ 2021માં કન્યા રાશિનુ માસિક રાશિફળ
જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે કન્યા રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...
કન્યા(22 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર)
મહિનાની શરૂઆત કંઈ ઠીક નહિ રહે. આ સમયમાં તમે સ્વાસ્થ્ય માટે ઘણા પરેશાન રહેશો. તમને કોઈ રોગ ઘેરી શકે છે. આ ઉપરાંત તમને પડવાથી ઈજા થઈ શકવાની પણ સંભાવના છે. સારુ રહેશે કે તમે જરા પણ બેદરકારી ન કરો અને પોતાનુ ધ્યાન રાખો.
કામકાજની વાત કરીએ તો નોકરિયાત જાતકો માટે આ મહિનો મિશ્ર રહેવાના અણસાર છે. મહિનાના શરૂઆતના દિવસોમાં તમારા પર કાર્યભાર વધુ રહેશે. આ સમયમાં વરિષ્ઠ અધિકારીઓનુ દબાણ પણ તમારા પર વધી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથે તમારો તાલમેળ પણ બગડવાની સંભાવના છે. તમે પોતાના પર કાબુ રાખો અને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. વેપાર સાથે જોડાયેલા જાતકો જો વેપારમાં કોઈ ફેરફારના વિષયમાં ચર્ચા કરી રહ્યા હોય તો તમારે એક સારા પ્લાનિંગની જરૂર છે.
આ ઉપરાંત તમે તમારા ક્ષેત્ર સાથે જોડાયેલા અનુભવી લોકોની પણ સલાહ લઈ શકો છો. અંગત જીવનની વાત કરીએ તો ઘરના સભ્યો સાથે તમે તમારો વ્યવહાર સારો રાખવાનો પ્રયત્ન કરો. ક્રોધ અને અહંકારથી તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે.
રાશિ તત્વઃ પૃથ્વી
રાશિ સ્વામીઃ બુધ
શુભ અંકઃ 2, 11, 20, 35, 46, 52
શુભ દિવસઃ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર
શુભ રંગઃ પીળો, લાલ, ગુલાબી, સફેદ, આસમાની