ગુરુનો મકર રાશિમાં પ્રવેશ 20 નવેમ્બરથી, જાણો દરેક રાશિ પર અસર અને ઉપાય
Jupiter Transit Capricorn: ગુરુ 20 નવેમ્બરે બપોરે 1.26 મિનિટે ફરીથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તે 5-6 એપ્રિલ, 2021ના રોજ મધ્ય રાત્રિમાં 12.25 વાગ્યા સુધી મકર રાશિમાં જ રહેશે, ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં ગુરુ નીચનો થઈ જાય છે. તારીખ 5 નવેમ્બર, 2019થી 30 માર્ચ, 2020 સુધી ગુરુ ધન રાશિમાં રહ્યો. 30 માર્ચ, 2020થી 30 જૂન, 2020 સુધી મકર રાશિમાં ગોચર કર્યુ. ત્યારબાદ 30 જૂન, 2020થી 20 નવેમ્બર, 2020 સુધી પુનઃ ધન રાશિમાં ગોચર કર્યુ. હવે 20 નવેમ્બર, 2020થી 5 એપ્રિલ, 2021 સુધી ગુરુ મકર રાશિમાં રહેશે.

તુલા, મિથુન અને કુંભ રાશિને સૌથી વધુ પ્રભાવિત કરશે
ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ જે રાશિમાં સ્થિર હોય છે તેની પાછળની બાજુઓ ગણતા ચોથી, આઠમી અને બારમી રાષિ માટે અશુભ ફળદાયક હોય છે. આ રીતે મકર રાશિમાં ગુરુ ચોથી રાશિ તુલા, આઠમી રાશિ મિથુન અને બારમી રાશિ કુંભને સૌથી વધુ પ્રભાવિત કરશે.

રાશિઓ પર મકરસ્થ ગુરુની અસર
- મેષઃ સ્થાન પરિવર્તન, કૌટુંબિક કલેશ, અપવ્યય, યશોમાનમાં ઘટાડો, મંગળ કાર્યમાં વ્યય.
- વૃષભઃ શ્રેષ્ઠપ્રદ, ભાગ્યોદય, ધન લાભ, સુખ, ધાર્મિક કાર્યોમાં વૃદ્ધિ, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ.
- મિથુનઃ દ્રવ્ય હાનિ, ભાગ્યની પ્રતિકૂળતા, રોગ, કાર્યોમાં અડચણ, મુશ્કેલી.
- કર્કઃ વેપારમાં સફળતા, દાંપત્ય સુખ, ધન લાભ, પ્રવાસ, ભાગીદારીના કાર્યમાં લાભ.
- સિંહઃ શારીરિક પીડા, શત્રુ નાશ, દેવા મુક્તિ, ખર્ચ, સંતાનની ચિંતા.
- કન્યાઃ સંતાન સુખ, ધન પ્રાપ્તિ, વિદ્યામાં સફળતા, સૌભાગ્યની પ્રાપ્તિ, માંગલિક કાર્ય.
- તુલાઃ કાર્યોમાં અડચણ, માતાને કષ્ટ, અપ્રિય પ્રસંગ, મિત્રોથી લાભ.
- વૃશ્ચિકઃ માંગલિક કાર્ય, સંતાનને કષ્ટ, પ્રવાસમાં વિઘ્ન, મિત્રો સાથે મતભેદ.
- ધનઃ ધનલાભ, સમ્માનમાં વૃદ્ધિ, સુખ-શાંતિ, વિદ્યામાં સફળતા, શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ.
- મકરઃ વેપારમાં અડચણ, પ્રવાસમાં કષ્ટ, આર્થિક સંકટ, માનસિક-શારીરિક પીડા.
- કુંભઃ અપવ્યય, માનસિક-શારીરિક કષ્ટ, સ્વજનો સાથે વિરોધ, પ્રવાસમાં કષ્ટ.
- મીનઃ પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ, ધન લાભ, સંતાન સુખ, વેપારમાં પ્રગતિ.

શું ઉપાય કરશો
- જે રાશિના જાતકોનો ગુરુ નેષ્ટપ્રદ હોય તે ગુરુની શાંતિ માટે ગુરુ સ્તોત્રના પાઠ કરે.
- ગુરુ મંત્ર ऊं ग्रां ग्रीं ग्रौं स: गुरवे नम: અથવા ऊं गुं गुरवे नम: ના 19 હજાર જાપ સ્વયં કરે અથવા પંડિત પાસે કરાવે.
- ગુરુવારનુ વ્રત કરવુ, ગુરુવારે પીળા ધાન્યુનુ ભોજન કરવુ, પીળા રંગના વસ્ત્રો પહેરવા.
- તર્જની આંગળીમાં પીળો પોખરાજ રત્ન અથવા ઉપરત્ન સોનેરી, લાજવર્ત મણિ ધારણ કરવો.
- પીળા વસ્ત્રો, પીળુ અનાજ જેવી કે ચણાની દાળ, પિત્તળ, કાંસાના પાત્ર, હળદર, સોનુ, ખાંડ, પીળા ફૂલ, પીળા ફળ તથા ધાર્મિક ગ્રંથ જેવા કે રામાયણ, ગીતાજી વગેરેનુ દાન કરવાથી ગુરુની શાંતિ થાય છે.
- જે કન્યાના લગ્નમાં ગુરુ નડતર હોય, અશુભ હોય તો તે ઉપયુક્ત પદ્ધતિ અનુસાર ગુરુની શાંતિ કરાવે. ગુરુની શાંતિ થવા પર તરત જ લગ્નનો માર્ગ ખુલશે.
ગુરુનો પૌરાણિક મંત્ર
ऊं देवानां च ऋ षीणां च गुरुं कांचनसंनिभम् ।
बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम् ।।
શુક્ર અને સૂર્યનું રાશિ પરિવર્તન, જાણો તમારા પર શું અસર પડશે