For Quick Alerts
For Daily Alerts

ગુરુ-શનિ આવ્યા નજીક, 397 વર્ષ બાદ થયેલા આ મહાસંયોગની 12 રાશિઓ પર શું થશે અસર
વર્ષ 2020માં 21 ડિસેમ્બરનો દિવસ ખગોળીય ઘટનાઓથી ભરેલો રહ્યો. આ વર્ષના સૌથી નાના દિવસ અને સૌથી લાંબી રાત તરીકે રહ્યો. આ ઉપરાંત 21 ડિસેમ્બર, સોમવારના દિવસે સૌરમંડળના મુખ્ય ગ્રહ બૃહસ્પતિ અને શનિ એકબીજાની ખૂબ નજીક આવ્યા. આ સ્થિતિ 397 વર્ષો બાદ બની. ઉલ્લેખનીય છે કે વર્ષ 1623માં તે આટલી નજીક આવ્યા હતા. ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થવાથી લોકોના જીવન પર આનો પ્રભાવ જરૂર પડે છે. આવો જાણીએ ગુરુ અને શનિના નજીક આવવાથી બધી 12 રાશિઓ પર કઈ રીતનો પ્રભાવ જોવા મળશે.

મેષ, વૃષભ, મિથુન, કર્ક રાશિ પર અસર
- મેષઃ મેષ રાશિ માટે આ મહાસંયોગ શુભ રહી શકે છે. તમને તમારા બધા કાર્યોમાં સફળતા મળશે. લાંબા સમયથી જે કામ અટકેલા હતા તે પૂરા થવાની સંભાવના છે. કરિયર બાબતે સકારાત્મક પરિણામો મળશે.
- વૃષભઃ વૃષભ રાશિવાળા માટે આ સમય થોડો ચડાવ-ઉતારભર્યો રહી શકે છે. તબિયત બાબતે કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવાની સલાહ આપવામાં આવે છે. પરિવારના અન્ય સભ્યોની તબિયતનો પણ ખ્યાલ રાખવો. આ દરમિયાન લાંબો પ્રવાસ ન કરવો.
- મિથુનઃ આ મહાસંયોગથી મિથુન રાશિના જાતકોના પ્રેમ જીવન પર પ્રભાવ પડશે. તમને લગ્ન જીવન પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. આવનારા અમુક સમય સુધી જીવનસાથી સાથે તમારા સંબંધમાં અનબન રહેવાની સંભાવના છે.
- કર્કઃ કર્ક રાશિના લોકો માટે આ સમય ઘણો સારો રહેશે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત થશે. સિંગલ જાતકોએ પોતાના મનપસંદ સાથી સાથે લગ્ન બંધનમાં બંધાવાનો મોકો મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને લાભ મળવાની સંભાવના છે. આર્થિક રીતે આ સમય ઘણો શુભ રહેશે.

સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક રાશિ પર અસર
- સિંહઃ સિંહ રાશિવાળા માટે આ સમય સુખદ રહેશે. તમને તમારા પરિવાર સાથે ક્વૉલિટી ટાઈમ વીતાવવાનો મોકો મળશે. ઘરનો માહોલ સકારાત્મક રહેશે. લગ્ન જીવનની ગાડી સુગમતાપૂર્વક આગળ વધશે. જો કે તમને જીવનસાથીના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
- કન્યાઃ ગુરુ અને શનિના મહાસંયોગની સકારાત્મક અસર કન્યા રાશિના જાતકોના જીવનમાં જોવા મળશે. કરિયર સાથે જોડાયેલો કોઈ મોટો લાભ મળવાની સંભાવના છે. નવા નોકરી શોધી રહેલા જાતકોને ખુશખબરી મળી શકે છે. નવો વેપાર શરૂ કરવાનો વિચાર કરી રહેલા લોકો માટે આ સમય ઉત્તમ રહેવાની આશા છે.
- તુલાઃ તુલા રાશિના જાતકોને આ સમયે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે કોર્ટ કચેરીના મામલાઓથી દૂર રહો. આ દરમિયાન કોઈની સાથ વાદ-વિવાદમાં પડવાનુ ટાળો નહિતર મામલો આગળ વધી શકે છે અને તેમાં તમને જ નુકશાન થશે.
- વૃશ્ચિકઃ આ રાશિના લોકો માટે આ મહાસંયોગ શુભ સમય લઈને આવ્યો છે. આ દરમિયાન તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર આવી શકે છે. તમે નવુ મકાન કે વાહન ખરીદી શકો છો. કરિયર બાબતે તમને મોટુ પ્રમોશન મળી શકે છે. આ દરમિયાન તમને તમારા વડીલો અને જાણકારો પાસેથી કોઈ સારી સલાહ મળી શકે છે.
વાર્ષિક લવ રાશિફળઃ વર્ષ 2021માં આ રાશિઓના લગ્ન અને પ્રેમ જીવનમાં આવશે ખુશીઓ

ધન, મકર, કુંભ, મીન રાશિ પર અસર
- ધનઃ ધન રાશિના જાતકોના જીવનમાં કરિયર સાથે જોડાયેલ એક મોટો મોકો આવી શકે છે. આ તમારા ભવિષ્ય માટે એક મોટો અવસર બની શકે છે. પરંતુ તમારે સમજી વિચારીને નિર્ણય લેવાનો રહેશે. તમે તમારા ઘરના વડીલો અને શુભચિંતકોની મદદ લઈ શકો છો.
- મકરઃ મકર રાશિના જાતકો માટે આ સમય ઘણો સારો રહેશે. સમાજમાં તમારુ માન-સમ્માન વધશે. ઑફિસમાં તમને ઉંચો હોદ્દો મળી શકે છે.
- કુંભઃ આ રાશિના લોકોને પોતાના બજેટ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. આ દરમિયાન તમારી તબિયત બગડી શકે છે. આ રીતની સ્થિતિમાં તમે માનસિક તણાવ અનુભવી શકો છો.
- મીનઃ મીન રાશિના જાતક આ દરમિયાન નિર્ણય લેવામાં અસમંજસની સ્થિતિ અનુભવી શકે છે. તેમણે સમજી વિચારીને પોતાના પગલાં આગળ વધારવા જોઈએ. તમે સ્વજનોની મદદથી પોતાનો નિર્ણય લઈ શકો છો.
Comments
English summary
Jupiter-Saturn Great Conjunction on Dec 21, 2020, Know the effects on all zodiac signs.
Story first published: Tuesday, December 22, 2020, 9:04 [IST]