
18 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2021 સુધી ગુરુ અસ્ત, શુભ કાર્યો પર રહેશે પ્રતિબંધ
Jupiter Tara Asta or Guru Asta Starts On January 18th 2021: સંવત 2077 પોષ શુક્લ પંચમી દિનાંક 18 જાન્યુઆરીથી માઘ શુક્લ પ્રતિપદા 12-13 ફેબ્રુઆરી 2021 સુધી ગુરુ અસ્ત રહેશે. આ કારણે લગ્ન, મુંડન વગેરે શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે પરંતુ અતિઆવશ્યક કાર્યો કરવાની અનુમતિ શાસ્ત્ર આપે છે. તેના માટે ગુરુની વિશેષ શાંતિ પૂજા કરીને કાર્ય કરી શકાય છે. ગુરુ અસ્તનો સમય 26 દિવસ ગુરુ 18 જાન્યુઆરીએ રાત્રે 9 વાગીને 30 મિનિટ પર પશ્ચિમમાં અસ્ત થશે અને 12 ફેબ્રુઆરીએ મધ્ય રાત્રિ બાદ અર્થાત 13 ફેબ્રુઆરીએ સૂર્યોદય પૂર્વ રાત્રિમાં 3 વાગીને 21 મિનિટે પૂર્વમાં ઉદય થશે. 13 ફેબ્રુઆરીએ જ રાત્રે 10 વાગીને 51 મિનિટે શુક્ર અસત થઈ જશે.
ત્રણ દિવસ પહેલાથી શુભ કાર્ય બંધ
ગુરુના અસ્ત થવાથી ત્રણ દિવસ પહેલાથી વાર્ધક્ય કાળ અને ઉદય થયાના ત્રણ દિવસ બાદ સુધી વાલ્યત્વ કાળ રહે છે. એટલે કે અસ્ત થયાના ત્રણ દિવસ પહેલાથી શુભ કાર્યો પ્રતિબંધિત થઈ જાય છે તથા ઉદય થયાના ત્રણ દિવસ બાદ સુધી ગ્રહનો બાલ્યકાળ રહેવાથી શુભ કાર્ય ન કરી શકાય.
કયા કયા કાર્યો અટકશે
બૃહસ્પતિએ શુભ અને માંગલિક કાર્યોને પ્રતિબંધિત ગ્રહ માનવામાં આવે છે. જ્યારે બૃહસ્પતિ સૂર્યથી 11 ડિગ્રીની નજક આવે છે ત્યારે અસ્ત થઈ જાય છે. શુભ કાર્યોમાં બૃહસ્પતિનુ તેજવાન થવુ જરૂરી છે. માટે બૃહસ્પતિના અસ્ત થવાથી લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન, શપથ ગ્રહણ, શિલાન્યાસ, વ્રત-ઉદ્યાપન, યજ્ઞોપવિત વગેરે કરવુ વર્જિત રહે છે.
શું ઉપાય કરવા
અસ્ત થવાના સમયમાં ગ્રહ સ્વયં પણ પીડા ભોગવે છે. માટે બૃહસ્પતિની શુભતા માટે શાંતિ માટે બૃહસ્પતિના મંત્ર ऊं ज्ञां ज्ञीं ज्ञूं स: जीवाय स्वाहा: मंत्रની રોજ એક માળાનો જાપ કરવો જોઈએ. બૃહસ્પતિ માટે પીળુ અનાજ, પીળા વસ્ત્રો, ઘી, પીળા ફળ, ધાર્મિક પુસ્તકો, મધ વગેરેનુ દાન કરવુ જોઈએ.
Makar Sankranti 2021: સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી રાશિઓ પર પ્રભાવ