India
 • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rashi Parivartan April 2021: બૃહસ્પતિનુ મહારાશિ પરિવર્તન 5 એપ્રિલથી, જાણો દરેક રાશિ પર અસર અને ઉપાય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેવતાઓના ગુરુ અને ગ્રહોમાં સૌથી મોટા અને મુખ્ય બૃહસ્પતિ એટલે કે ગુરુનુ મહારાશિ પરિવર્તન 5 એપ્રિલની મધ્યરાત્રિએ 12 વાગીને 25 મિનિટથી થવા જઈ રહ્યુ છે. બૃહસ્પતિ અત્યારે શનિ સાથે મકર રાશિમાં સ્થિત છે. રાશિ પરિવર્તિન કરીને તે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. બૃહસ્પતિ એક રાશિમાં એક વર્ષ સુધી ભ્રમણ કરે છે. આ 14 એપ્રિલ 2022 સુધી કુંભ રાશિમાં જ રહેશે. જો કે, આ દરમિયાન વક્રી હોવાના કારણે અમુક મહિનાઓ માટે પુનઃ મકર રાશિમાં પણ ગોચર હશે. બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી બધી રાશિના જાતકો પ્રભાવિત થશે. અમુક રાશિઓના નસીબ ખુલવાના છે જ્યારે અમુકને મુશ્કેલી પડવાની છે. રાજનીતિ, સત્તાપક્ષમાં ઉથલ-પાથલ મચશે. કુદરતી આફતો આ દરમિયાન આવી શકે છે.

આવુ હશે બૃહસ્પતિનુ ગોચર

આવુ હશે બૃહસ્પતિનુ ગોચર

 • 5 એપ્રિલ 2021 રાતે 12.25 વાગ્યાથી મકરથી કુંભ રાશિમાં પ્રવેશ.
 • 20 જૂન 2021 રાતે 8.34 વાગે વક્રી ગુરુ
 • 14 સપ્ટેમ્બર 2021 બપોરે 2.34 વાગે વક્રી ગુરુ પુનઃ મકરમાં
 • 18 ઓક્ટોબર 2021 પ્રાતઃ 11.02 વાગે માર્ગી
 • 20 નવેમ્બર 2021 રાતે 11.15 વાગે માર્ગી ગુરુ પુનઃ કુંભમાં
 • 23 ફેબ્રુઆરી 2022 સાંજે 7.00 વાગે ગુરુ અસ્ત પશ્ચિમમાં
 • 13 એપ્રિલ 2022 સાંજે 4.58 વાગે કુંભથી મીનમાં પ્રવેશ

120 દિવસ વક્રી રહેશે ગુરુ

ગુરુ 20 જૂનથી 18 ઓક્ટોબર 2021 સુધી 120 દિવસ વક્રી અવસ્થામાં રહેશે. આનાથી શુભ પ્રભાવમાં કમી આવશે. આ શુભ ગ્રહના વક્રી અવસ્થામાં આવવા દરમિયાન પૃથ્વી અને પર્યાવરણ પ્રભાવિત થશે. આંધી-તોફાન, ભૂસ્ખલન, જળ પ્રલવ, સમુદ્રી હલચલ, ભૂગર્ભીય હલચલ પણ જોવા મળી શકે છે.

રાશિઓ પર પ્રભાવ

રાશિઓ પર પ્રભાવ

 • મેષઃ ગુરુ એકાદશમાં પ્રવેશ કરશે. માન-સમ્માન, પદ-પ્રતિષ્ઠા આવકમાં વધારો થશે. જૂના સાધન ઘટશે, નવા બનશે.
 • વૃષભઃ ખર્ચમાં વધારો થશે. અમુક પ્રતિકૂળ પરિસ્થિઓ આવી શકે છે. નોકરી-બિઝનેસમાં વિકાસના યોગ બનશે.
 • મિથુનઃ ભાગ્યનો સાથ મળશે. શુભ કાર્ય થશે. પ્રત્યેક કાર્યમાં સફળતા, સમ્માન, પદ મળશે. સંતાન સુખ મળશે.
 • કર્કઃ લાભની સ્થિતિ બનશે. આવકના નવા સ્ત્રોત બનશે. પરિવારમાં માંગલિક પ્રસંગ આવશે. આરોગ્ય સુખ મળશે.
 • સિંહઃ પારિવારિક જીવન સુખદ રહેશે. આવક વધશે. ખર્ચ પણ વધશે. અવસરોનો લાભ ઉઠાવશો. તબિયતમાં સુધારો થશે.
 • કન્યાઃ પારિવારિક કલેશ, આવકમાં ઘટાડો થશે. શત્રુ હાવી થશે. તબિયતનુ ધ્યાન રાખો. નોકરીમાં ફેરફાર થશે.
 • તુલાઃ સંતાન તરફથી શુભ સમાચાર મળશે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા. આવક પ્રભાવિત થશે. રોગ પરેશાન કરશે.
 • વૃશ્ચિકઃ ખર્ચમાં ખૂબ જ વધારો થશે. આવકના સાધનો ઓછા રહેશે. નોકરી-બિઝનેસમાં ફેરફાર સંભવ છે. કાર્યો અટકશે.
 • ધનઃ ભાઈ-બહેનો સાથે તાલમેળ વધશે. પૈતૃક સંપત્તિ મળશે. આવકના નવા સાધનો આવશે. નોકરીમાં પ્રમોશન.
 • મકરઃ વાણીનો લાભ ઉઠાવશો. ધનાગમનના સાધનો મળશે. બિઝનેસમાં લાભ, નોકરીમાં પ્રમોશન. લગ્ન સુખ મળશે.
 • કુંભઃ તબિયતનુ ધ્યાન રાખો. કાર્ય અડચણો દૂર થશે. પૈસાનુ આગમન થશે. પ્રતિષ્ઠા અને સમ્માનમાં વધારો થશે.
 • મીનઃ ખર્ચમાં વધારો થશે. શત્રુથી પીડા, સ્વજનોથી મતભેદ થશે. આવક પ્રભાવિત થશે. નોકરી-બિઝનેસમાં વિકાસ થશે.
શું કરશો ઉપાય

શું કરશો ઉપાય

દરેક રાશિના જાતકે ગુરુના શુભ પ્રભાવમાં વધારા માટે ભગવાન નારાયણની પૂજા કરવી. ગુરુવારે પીળા પુષ્પ અને શુદ્ધ ઘીથી બનેલી મિઠાઈનુ નૈવેધ ધરાવવુ. રવિવારે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. પીપળાના વૃક્ષમાં નિત્ય જળ અર્પણ કરવુ. સંભય હોય તો ગુરુવારે વ્રત કરવુ. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણનુ વ્રત કરવુ.

સંધ્યા કાળમાં યૌન સંબંધ બનાવવાથી પેદા થાય છે દુરાચારી સંતાન, દિતીથી પેદા થયા હતા હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુસંધ્યા કાળમાં યૌન સંબંધ બનાવવાથી પેદા થાય છે દુરાચારી સંતાન, દિતીથી પેદા થયા હતા હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ

English summary
Jupiter transit in Aquarius from 5th April 2021 to mid-September. Know the effect on all zodiac signs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X