India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jupiter Transit 2022: 12 વર્ષ પછી 13 એપ્રિલે ગુરુનો મીન રાશિમાં પ્રવેશ, જાણો દરેક રાશિ પર પ્રભાવ

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુનુ રાશિ પરિવર્તન 13 એપ્રિલ, 2022ના રોજ સાંજે 4 વાગીને 57 મિનિટે થશે. 12 વર્ષ પછી ગુરુ ગ્રહ પોતાની જ રાશિ મીનમાં પ્રવેશ કરશે. ગ્રહોનુ રાશિમાં ગોચર માનવ જીવનને પ્રભાવિત કરી શકે છે. જેના કારણે 13 એપ્રિલથી અમુક રાશિઓના ભાગ્ય ખુલી જશે જ્યારે અમુક રાશિઓને નુકશાન થશે. આવો જાણીએ ગુરુના મીન રાશિમાં ગોચરથી તમારી રાશિ પર શું પ્રભાવ પડશે -

મેષ, વૃષભ, મિથુન, કર્ક

મેષ, વૃષભ, મિથુન, કર્ક

મેષઃ ગુરુના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિના જાતકો માટે સારુ રહેશે. નોકરીમાં પદ કે પ્રતિષ્ઠામાં વધારો થવાના યોગ છે. નવુ મકાન ખરીદી શકો છો. બિઝનેસમાં પ્રગતિ થશે. સુખ અને સુવિધાઓમાં પણ વધારો થશે. વિદેશ યાત્રા કે વિદેશી નાગરિકતા માટે કરવામાં આવેલ પ્રયત્નો પણ સફળ રહેશે.

વૃષભઃ વૃષભ રાશિના જાતકો માટે આ મોકો કોઈ વરદાનથી કમ નથી. આ દરમિયાન તમારા આવકના સાધનો વધશે. કોઈને આપેલુ ધન પાછુ મળશે. ઉચ્ચાધિકારીઓને સહયોગ મળશે. પરિવારના વરિષ્ઠ સભ્યો પ્રત્યે જવાબદારીઓ સારી રીતે નિભાવશો. પ્રેમ સંબંધી બાબતોમાં પ્રગાઢતા આવશે.

મિથુનઃ મિથુન રાશિવાળા જાતકો ગુરુ ગ્રહમાં ગોચર કરવાથી સારા સમાચાર મળશે. તેમને નોકરી સાથે સફળતા મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં ધન પ્રાપ્તિ થઈ શકે છે. ખાસ કરીને મીડિયા સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ જ શાનદાર સમય છે.

કર્કઃ કર્ક રાશિના જાતકો માટે ગુરુ ગ્રહનુ ગોચર ખૂબ જ લાભકારી સાબિત થવાનુ છે. જે લોકો પોતાની નોકરી બદલવા માંગતા હોય તેમને ખૂબ જલ્દી સફળતા મળશે. વળી, તેમને ભાગ્ય પણ દરેક રીતે સાથ આપશે.

સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક

સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક

સિંહઃ સિંહ રાશિના જાતકો માટે પણ આ ગોચર સારુ રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. પ્રગતિના ઘણા નવા રસ્તાઓ મળશે. આ સમયમાં વૈવાહિક જીવનમાં કોઈ બીજાની દખલઅંદાજી સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે માટે સાવધાન રહો.

કન્યાઃ કન્યા રાશિના જાતકો માટે બૃહસ્પતિનુ ગોચર લાભકારી સાબિત થશે. પરિવાર સાથે ખુશનુમા પળો પસાર કરશો. દાંપત્ય જીવનમાં જીવનસાથી સાથે સંબંધ મજબૂત રહેશે. ભાગીદારીના વેપારમાં આર્થિક લાભ થઈ શકે છે.

તુલાઃ તુલા રાશિથી છઠ્ઠા શત્રુ ભાવમાં ગોચર કરીને ગુરુનો પ્રભાવ ઘણી પ્રકારના ઉતાર-ચડાવનો સામનો કરાવશે. કાર્ય વેપારની દ્રષ્ટિએ તો સારુ રહેશે પરંતુ ગુપ્ત શત્રુઓ વધુ રહેશે. આરોગ્ય પ્રત્યે ચિંતનશીલ રહો. વિદેશી કંપનીઓમાં સર્વિસ અથવા નાગરિકતા માટે કરવામાં આવેલા પ્રયાસ પણ સફળ રહેશે.

વૃશ્ચિકઃ નવપરિણીત પરિવાર વૃદ્ધિની યોજના બનાવી શકે છે. તમારા બાળકો સાથે તમારા સંબંધો સુધરશે અને તે તમને ગૌરવાન્વિત કરશે. છાત્રો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે માટે તેમની પાસે અદ્ભૂત અનુભવ કરવાનો મોકો છે. આર્થિક પ્રચૂરતાનો અનુભવ કરશો અને એકથી વધુ સ્ત્રોતો કે પોતાની ફર્મના વિસ્તારથી કમાણી કરી શકશો.

ધન, મકર, કુંભ, મીન

ધન, મકર, કુંભ, મીન

ધનઃ ગુરુનુ રાશિ પરિવર્તન ધન રાશિના જાતકો માટે નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ બનાવી રહ્યો છે. નવુ મકાન કે વાહન ખરીદી શકો છો. લગ્નની વાત બની શકે છે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિનો સમય છે. જીવન સુખમય રહેશે.

કુંભઃ આ ગોચરના પ્રભાવથી તમને અચાનકથી લાભ થઈ શકે છે. પૈતૃક સંપત્તિ મામલે ખાસ લાભ થશે. વાહન વગેરે ચલાવવામાં તમારે ખાસ ધ્યાન રાખવાની જરુર છે. જો તમે નવી નોકરીની શોધમાં હોય તો તમને આ સમયમાં લાભ થઈ શકે છે.

મકરઃ મકર રાશિના જાતકોના જીવનમાં પહેલી મેથી બદલાવ આવવાનુ શરુ થશે. જો સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય તો સફળતા મળશે. વેપાર અને વ્યવસાયી મુસાફરી પણ સફળ રહેશે.

મીનઃ ગુરુનુ મીન રાશિમાં જ ગોચર થઈ રહ્યુ છે. આનાથી મીન રાશિના લોકોને લાભ મળવાનો છે. સૌથી પહેલા તમારી આવકમાં વધારો થઈ શકે છે જેનાથી તમારો આર્થિક પક્ષ મજબૂત થશે. વેપારમાં પડકારો મળશે પરંતુ આનાથી પ્રગતિના રસ્તા પણ મળશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. આરોગ્ય પર ધ્યાન રાખવુ પડશે. દેવા વગેરેથી રાહત મળી શકે છે.

English summary
Jupiter Transit in Pisces: Devguru Brihaspati transit in Pisces from 13 April, 2022, Know effect on all zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X