ગુરૂ કરશે તુલા રાશિમાં ગોચર, જાણો તમારી રાશિ પર અસર

Posted By:
Subscribe to Oneindia News

વિક્રમ સંવત 2074માં અશ્વિન કૃષ્ણ પક્ષ તારીખ 12 સપ્ટેમ્બર 2017 એ ગુરૂ સાંજે 06:51 મિનિટે કન્યા રાશિમાંથી નીકળી તુલા રાશિમાં ગોચર કરવાનું શરૂ કરશે અને આખુ વર્ષ તુલા રાશિમાં સંક્રમણ કરશે. ગુરૂની આ ગતિ 8 માઈલ પ્રતિ સેકન્ડ છે. તે પોતાની ધરી પર 10 કલાક ફરે છે અથવા 12 વર્ષમાં એક પ્રદક્ષિણા પૂરી કરી લે છે. ગુરૂ એક રાશિમાં એક વર્ષ સુધી ભ્રમણ કરે છે. આ સમયે તેની રાશિઓ પર કેવી અસર પડશે તે માટે વાંચો અહીં..

મેષ

મેષ

મેષ રાશિમાં ગુરૂ ચાંદીના પાયે રહેશે. જેથી જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા જળવાઈ રહે તેમાં મદદ કરે છે. આર્થિક સ્થિતિ સારી થાય છે. ધાર્મિક કાર્યોમાં રસ વધે છે. સંબંધોમાં મજબૂતાઈ આવશે.

વૃષભ

વૃષભ

આ રાશિ પર ગુરૂ સોના પાયે રહેશે, જેના ફળસ્વરૂપે આરોગ્યમાં વધારો થશે, લોકો લાંબા સમય સુધી રોગ ગ્રસ્ત છે, તેમને આરામ મળશે. વાહનની ખરીદી થઈ શકે છે. સંતાનનું સુખ અને ધનનું આગમન થવાની શક્યતા છે. માનસિક ચિંતા અને ઈષ્ટ મિત્રોથી ધનહાનિ થઈ શકે છે.

મિથુન

મિથુન

લોખંડના પાયે ગુરૂ હોવાથી સ્વજનોમાં પ્રેમ વધશે. સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને મિત્રોથી ધન લાભ થઈ શકે છે. બુદ્ધિનો વિકાસ થશે. કુટુંબમાં ભાઈ-બંધુઓની મદદ વધશે.

કર્ક

કર્ક

સોનાના પાયે ગુરૂ તમને સંતાન સુખમાં વધારો કરાવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લાગશે. આધ્યાત્મમાં રસ ઉત્પન થશે. જાત પર સંયમ જાળવી લીધેલા નિર્ણયોથી લાભ થશે. કેટલાક લોકો જમીન અને વાહન વગેરેથી લાભ મેળવી શકે છે.

સિંહ

સિંહ

તાંબા પાયે ગુરૂ જીવનસાથી પાસેથી મદદ અને પ્રેમમાં વધારો કરાવશે. કામ અને વેપારથી લાભ થશે. વહીવટી ખાતાના સાથે જોડાયેલા લોકોનું સ્થાન પરિવર્તન કરવું પડશે. અંગત સંબંધોમાં મધુરતા આવશે. કેટલાક લોકોને રાજકીય કામોમાં ધનલાભ થઈ શકે છે.

કન્યા

કન્યા

ચાંદીના પાયે ગુરૂ અંગત સંબંધોમાં વિરોધાત્મક વલણ પેદા કરાવશે અને પોતાના જ લોકો તમને હેરાન કરવાનો પ્રયત્ન કરશે. માનસિક ચિંતા રહેશે. અનેક પદાર્થોનો ક્રય થઈ શકે છે. કેટલીક નવી તકો પણ પ્રાપ્ત થશે. રોગોથી સાવધાન રહેજો.

તુલા

તુલા

લોખંડના પાયે ગુરૂ જમીન કે પ્રોપર્ટીની ખરીદી કરાવી શકે છે. સંતાનની તરફથી મન ખુશ રહેશે. જીવનસાથી સાથે મધુરતમ પળો વિતશે. કેટલાક લોકો વાહન ખરીદી શકે છે. કેટલાક જાતકોના આરોગ્ય અને ભાગ્યમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

તાંબાના પાયે ગુરૂ હોવાને કારણે શાસનથી ભય રહેશે. મિત્રો સાથે વાદ-વિવાદમાં તાણની સ્થિતિ ઉત્પન થઈ શકે છે. આવકની સરખામણીએ ખર્ચા વધારે થશે. જેથી તમારુ બજેટ ખોરવાઈ જશે. માનસિક દુઃખ અને ચિંતા જળવાઈ રહેશે.

ધન

ધન

સોનાના પાયે ગુરૂ સખત મહેનત અને સેવાઓ કરાવશે. મહેનતથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જે લોકોના સરકારી કામો અટકેલા છે તેઓ પ્રયત્નો કરી સફળતા મેળવી શકશે. વાહનનું સુખ, સ્ત્રી, પુત્ર અને મિત્રોનું સુખ જળવાઈ રહેશે. કેટલાક લોકોને દુશ્મનો દ્વારા મુશ્કેલી આવી શકે છે.

મકર

મકર

ચાંદીના પાયે ગુરૂ હોવાને કારણે ભૌતિક સાધનોની ખરીદી થઈ શકે છે. મિત્રોની સાથે મનોરંજન કરવાની તક મળી રહેશે. આરોગ્ય અને સત્સંગ કરવાની તક પ્રાપ્ત થશે. કેટલાક લોકો માનસિક ચિંતાઓથી ઘેરાયેલા રહેશે.

કુંભ

કુંભ

લોખંડના પાયે ગુરૂ કૌટુંબિક જીવનનું સુખ અપાવશે. મિત્ર વર્ગ દ્વારા લાભ થઈ શકે છે. ભાગ્ય પક્ષ તમારી સાથે છે. રોગીઓ દ્વારા લાભ થઈ શકે છે. શાસનથી લાભ થશે. ભાગ્યભાવનો ગુરૂ ઉન્નતિ કરાવશે.

મીન

મીન

તાંબાના પાયે ગુરૂ હોવાને કારણે કેટલાક મિત્રોથી દુશ્મનાવટ થઈ શકે છે. ઘરના કંકાસને કારણે માનસિક ચિંતા રહેશે. નકામી બાબતોમાં પૈસાનો બગાડ થશે. વહીવટી લોકોને શાસનનો ભય રહેશે. જીવનસાથીથી પરસ્પર મતભેદ ઊભો થશે. અષ્ટમનો ગુરૂ કેટલાક લોકોને અચાનક ધન પ્રાપ્તિ કરાવી શકે છે.

English summary
From 12th September 2017, Jupiter will move to Libra and will remain there till 10th October 2018

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.