For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં યેદુરપ્પાની સરકાર બનશે કે કેમ, જાણો શું કહે છે જ્યોતિષ?

બીજેપી કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને રૂપે ઉભરી આવી છે, પણ હજુ તે બહુમતથી દૂર છે. ભાજપને સત્તાથી દૂર કરવા માટે કોંગ્રેસે વિના શરતે જેડીએસને સમર્થન આપવાનો પ્રસ્તાવ આપ્યો છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બીજેપી કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને રૂપે ઉભરી આવી છે, પણ હજુ તે બહુમતથી દૂર છે. ભાજપને સત્તાથી દૂર કરવા માટે કોંગ્રેસે વિના શરતે જેડીએસને સમર્થન આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ નાયકીય ઘટનાક્રમને કારણે ભાજપના મુખ્યમંત્રીના ઉમેદરવાર અને પાર્ટીની જીતના હિરો બીએસ યેદુરપ્પાના મુખ્યમંત્રી બનવા સપના પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આવો જ્યોતિષ વિશ્લેષણને આધારે જાણવાનો પ્રયત્ન કરીએ કે યેદુરપ્પા મુખ્યમંત્રી બની શકશે કે પછી કર્ણાટકના 23માં મુખ્યમંત્રી બનવાના સપના અધૂરાં રહી જશે.

યેદુરપ્પાની જન્મ કુંડળી

યેદુરપ્પાની જન્મ કુંડળી

યેદુરપ્પાનો જન્મ 27 ફેબ્રુઆરી 1943ની બપોરે 02:50 મિનિટે કર્ણાટકમાં થયો હતો. વર્તમાનમાં તેમની કુંડળીમાં ચંદ્રની મહાદશામાં શનિનું અંતર અને મંગળનું પ્રત્યુન્તર ચાલી રહ્યુ છે. ચંદ્ર અષ્ટમેશ થઈ દ્વાદશ ભાવમાં નીચનો થઈ બેઠો છે. શનિ દ્વિતિયેશ અને તૃતિયેશ થઈ છઠ્ઠા ભાવમાં બેઠો છે, જેની તૃતિય દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર છે, સપ્તમ દ્રષ્ટિ દ્વાદશ ભાવ પર અને દશમ દ્રષ્ટિથી તૃતિય ભાવને જોઈ રહ્યો છે. અષ્ટમ ભાવ અચાનક રાજયોગ અપાવે છે અને ષષ્ટમ ભાવ શત્રુ અને વિરોધીઓનો કારક છે. શનિ છઠ્ઠા ભાવમાં બેસી તૃતિય દ્રષ્ટિથી અષ્ટમ ભાવને જોઈ રહ્યો છે.

મંગળ અષ્ટમ અને ભાગ્ય ભાવ બંનેને મજબૂત કરી રહ્યો છે

મંગળ અષ્ટમ અને ભાગ્ય ભાવ બંનેને મજબૂત કરી રહ્યો છે

મંગળ અષ્ટમ અને ભાગ્ય ભાવ બંનેને મજબૂત કરે છે, એટલે કે વિરોધીઓને પરાસ્ત કરી સત્તા સુખના સંકેતે છે. મંગળ તમારા લગ્નમાં બેસી અષ્ટમ ભાવને જોઈ રહ્યો છે અને વર્તમાનમાં મંગળ ઉચ્ચનો થઈ તમારા બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. જેની સપ્તમ દ્રષ્ટિ અષ્ટમ ભાવ પર પડી રહી છે અને અષ્ટમ દ્રષ્ટિ ભાગ્ય ભાવ પર પડી રહી છે. મંગળ અષ્ટમ અને ભાગ્ય ભાવ બંનેને મજબૂત કરી રહ્યો છે.

સત્તાનો કારક દશમભાવ મજબૂત

સત્તાનો કારક દશમભાવ મજબૂત

ગોચરમાં શનિ તેમના પ્રથમ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેની દશમ દ્રષ્ટિ પદનો કારક દશમ ભાવ પર પડી રહ્યો છે, આ ભાવમાં કન્યા રાશિ છે. કન્યાનો સ્વામી બુધ શનિનો મિત્ર છે, જેથી સત્તાનો કારક દશમ ભાવ મજબૂત થઈ રહ્યો છે.

યેદુરપ્પાના સીએમ બનવાની પ્રબળ શક્યતા

યેદુરપ્પાના સીએમ બનવાની પ્રબળ શક્યતા

15 મે અને 16 મે બંને દિવસે ગોચરમાં ચંદ્રની સ્થિતિ બીએસ યેદુરપ્પા માટે અશુભ અને સંકટકારી જણાઈ રહી છે. જો કે 17 મે જેમ ચંદ્રનું ગોચર મિથુન રાશિમાં થશે, તેમ યેદુરપ્પાના સીએમ બનવાની શક્યતાઓ પ્રબળ થઈ જશે.

English summary
Karnataka assembly elections 2018: BS yeddyurappa will become cm what said astrologer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X