Kartik month 2021: કારતક મહિનાના મુખ્ય વ્રત-તહેવાર જાણો, અહીં છે આખી યાદી
નવી દિલ્લીઃ કારતક મહિનો 21 ઓક્ટોબર, 2021થી 19 નવેમ્બર, 2021 સુધી રહેશે. આ મહિનામાં વર્ષના સૌથી મોટા તહેવાર દિવાળી સહિત અનેક વ્રત-તહેવાર, પર્વ, વિશેષ દિવસ વગેરે આવે છે. કારતક મહિનામાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દાળોનુ સેવન કરવાની મનાઈ હોય છે. વિક્રમ સંવત 2078, શક સંવત 1943 કારતક કૃષ્ણ પક્ષ પ્રથમાના દિવસે મંગળ તુલા રાશિમાં પ્રવેશ પણ કરશે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધ યોગ પણ રહેશે. અનેક ગ્રહોના રાશિ પરિવર્તન પણ થશે.
કારતક મહિનાના વિશેષ દિવસ
21 ઓક્ટોબર - કારતક માસ પ્રારંભ, મંગળ તુલામાં, સર્વાર્થ સિદ્ધિ પ્રાપ્તિઃ 6.30 વાગ્યાથી
24 ઓક્ટોબર - કરવા ચતુર્થી, ચંદ્રોદય રાતે 8.27 પર
28 ઓક્ટોબર - કાલાષ્ટમી, અહોઈ અષ્ટમી
30 ઓક્ટોબર - શુક્ર ધન રાશિમાં સાજે 4.11થી
1 નવેમ્બર - રમા એકાદશી, ગોવત્સ દ્વાદશી
2 નવેમ્બર - પ્રદોષ વ્રત, ધનતેરસ, બુધ તુલામાં પ્રાતઃ 9.50 વાગ્યાથી
4 નવેમ્બર - પ્રાતઃ અભ્યંગ સ્ના, સંધ્યાકાળે દિવાળી, મહાલક્ષ્મી પૂજા
5 નવેમ્બર - ગોવર્ધન પૂજા, અન્નકૂટ પૂજા
6 નવેમ્બર - ભાઈબીજ, યમ દ્વિતીયા, વિશ્વકર્મા પૂજા
8 નવેમ્બર - વિનાયક ચતુર્થી
9 નવેમ્બર - પાંડવ પંચમી, સૌભાગ્ય પંચમી
10 નવેમ્બર - છઠ પૂજા
11 નવેમ્બર - ગોપાષ્ટમી
12 નવેમ્બર - અક્ષય નવમી, આંવલા નવમી
14 નવેમ્બર - દેવ પ્રબોધિની એકાદશી સ્માર્ત
15 નવેમ્બર - તુલસી વિવાહ વૈષ્ણવ
16 નવેમ્બર - ભીમ પ્રદોષ વ્રત સૂર્ય વૃશ્ચિકમાં
17 નવેમ્બર - વૈકુંઠ ચતુર્દશી
18 નવેમ્બર - ત્રિપુરોતસ્વ, સત્યનારાયણ વ્રત
19 નવેમ્બર - કારતક પૂનમ, ગુરુનાનક જયંતિ, દેવદિવાળી, કારતક સ્નાન પૂર્ણ