• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્ન થવામાં મોડુ થઈ રહ્યું છે? તો કારતક માસમાં કરો આ ઉપાય

By desk
|

લગ્નને જીવનનું સૌથી મહત્વનું કાર્ય ગણવામાં આવ્યુ છે. યોગ્ય સમયે લગ્ન થઈ જવાથી માત્ર યુવક-યુવતી જ નહિં પણ માતા-પિતા માટે પણ એક મોટી જવાબદારીથી છૂટી જવાય છે. પણ ઘણી વાર બધુ જ બરાબર રહેવા છતાં યુવક કે યુવતીના સમયે લગ્ન થઈ શકતા નથી. ઘણી વાર વાત પાકી થઈ ગયા પછી પણ લગ્ન થતા થતા રહી જાય છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક ગ્રહ દોષ જવાબદાર હોઈ શકે છે. જે યુવક-યુવતીના લગ્નમાં અડચણ આવતી હોય તેમની જન્મ કુંડળીનું અધ્યયન કરી તેનું સાચુ કારણ જાણી શકાય છે.

ઘણી વાર યોગ્ય જન્મ સમય કે તારીખ ન રહેવાને કારણે તેનુ સાચા કારણ જાણી શકાતુ નથી. આવા સમયે હેરાન થવું નહિં. વર્ષનો સર્વશ્રેષ્ઠ માસ કારતક શરૂ થઈ ગયો છે. આ માસમાં કોઈ પણ પૂજા-પાઠ કરવામાં આવે તો તેનું ઝડપી અને વધુ ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં કારતક માસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ માસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા માટે સૌથી ઉત્તમ છે. સૌદર્ય અને ધનની દેવી મહાલક્ષ્મી અને તેમના પ્રિય પતિ વિષ્ણુ આ માસમાં દરેક મનોરથો પૂરાં કરે છે. જે લોકોના લગ્નમાં અડચણ આવી રહી હોય તેમને કેટલાક ઉપાયો દ્વારા આ મુશ્કેલીમાંથી છુટકારો મળે છે.

વિષ્ણુ લક્ષ્મી પૂજન

વિષ્ણુ લક્ષ્મી પૂજન

જે યુવક-યુવતી જલ્દી વિવાહ કરવા ઈચ્છે છે તેઓ કારતક માસની શુક્લ પક્ષની પંચમીથી શરૂ કરી એકાદશી સુધી સતત સાત દિવસ સવારે એવા સમયે ઉઠે જ્યારે આકાશમાં તારા હોય. તારાની છાયામાં સ્નાન કરે. એક પાટલા પર લાલ કપડુ પાથરી તેના પર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરે. તેનું વિધિ-વિધાનથી પૂજન કરી પીળા રંગના ફૂલ અર્પણ કરે. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે. એવુ સતત સાત દિવસ સુધી કરે, જલ્દી લગ્ન થઈ જશે.

તુલસી પૂજા

તુલસી પૂજા

કારતક માસની બંને એકાદશીના દિવસે પૂર્ણ વ્રત કરવું, માત્ર ફળ ખાવું, ત્યારબાદ સાંજના સમયે તુલસી પૂજા કરી તેની સમક્ષ દીપ પ્રગટાવો અને જલ્દી લગ્ન થાય તેની કામના કરવી.

મંગળ દોષ

મંગળ દોષ

મંગળ દોષને કારણે જે યુવક-યુવતીના લગ્ન ન થતા હોય તેઓ કારતક માસમાં આવનારા દરેક મંગળવારના દિવસે કાળા પત્થરના શિવલિંગ પર ગંગાજળમાં કાચુ દૂઘ, મિશ્રિ અને ગુલાબનું ફૂલ નાખી અર્પણ કરે.

પિતૃદોષ

પિતૃદોષ

જન્મકુંડળીમાં પિતૃદોષ કે ગ્રહણ દોષને કારણે લગ્નમાં મોડુ થાય છે. જેમની કુંડળીમાં આ પ્રકારનો દોષ છે તેઓ કારતક માસની દરેક સાંજે કોઈ નદી કે તળાવમાં પીપળના પાન પર દીપ મુકી દીપ દાન કરે.

ત્રિપૂરસુંદરીની પૂજા

ત્રિપૂરસુંદરીની પૂજા

કારતક માસમાં દેવી ત્રિપુરસુંદરીનું ધ્યાન, પૂજન, જપ કરવાથી માત્ર લગ્નની અડચણો જ ખતમ થતી નથી પણ દાંપત્યજીવનમાં પણ આવનારી મુશ્કેલીઓ સમાપ્ત થાય છે. આ વ્રત કરવાથી જે યુવક કે યુવતીના લગ્ન થતા નથી, તે તમામ દોષ માંથી મુક્ત થાય છે.

English summary
Kartik month which falls under the Dakshinayana period is regarded as the most pious month for sadahana or prayers. When the planet Sun enters in the sign of Tula, the lunar month of Kartik begins.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X