For Daily Alerts
Kartik Purnima 2020: જાણો કારતક પૂનમના દિવસે શું કરવુ અને શું ન કરવુ
Kartik Purnima 2020: શ્રી વિષ્ણુ પુરાણ અને નારદ પુરાણમાં કારતક મહિનાની પૂનમ વિશે કહેવામાં આવ્યુ છે કે આ વર્ષની એકમાત્ર એવી પૂર્ણિમા છે જે સમસ્ત સુખ, ઐશ્વર્ય પ્રદાન કરવા સાથે જ મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરાવી શકે છે. આ પૂર્ણિમાનુ વ્રત જે વ્યક્તિ કરે છે તેને સહસ્ત્ર કોટિ યજ્ઞ સમાન પુણ્ય મળે છે. માટે આ દિવસે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે જેનાથી જીવનના સમસ્ત અભાવોને દૂર કરી શકાય છે. 30 નવેમ્બર 2020એ કારતક પૂનમ પર આવા જ અમુક સિદ્ધ ઉપાયો તમે પણ કરીને તમારા જીવનને સંપન્ન બનાવી શકો છો.

શું કરવુ - શું ન કરવુ
- તમે વર્ષની કોઈ પૂર્ણિમાનુ વ્રત ન રાખો પરંતુ કારતક પૂનમનુ વ્રત જરૂર રાખો. આ દિવસે વ્રત રાખીને વ્રત રાખીને રાતે વાછરડુ દાનમાં આપવાથી વંશમાં વૃદ્ધિ થાય છે. ઉત્તમ ગુણોવાળુ સંતાન મળે છે.
- કારતક પૂર્ણિમા પર પંચામૃતથી ભગવાન શિવનો ભગવાન અભિષેક જરૂર કરવો જોઈએ. આનાથી સમસ્ત સુખોની પ્રાપ્તિ થાય છે. આનાથી વાજપેયી યજ્ઞ સમાન ફળ મળે છે.
- કારતક પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષની જડમાં દૂખ નાખવુ અને જડમાંથી થોડી માટી લઈ આવો. તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નથી થતી.

નિર્ધન બાળકોને ગરમ દૂધ પીવડાવો
- કારતક પૂર્ણિમાના દિવસે ગંગામાં ડૂબકી જરૂર લગાવવી જોઈએ. જાણતા-અજાણે કરાયેલ પાપોનુ પ્રાયશ્ચિત થાય છે. મોક્ષની પ્રાપ્તિ થાય છે. ખરાબ ગ્રહોની પીડામાંથી મુક્તિ મળે છે.
- જો જન્મકુંડળીમાં ચંદ્ર નબળો હોય તો માનસિક પીડા આવે છે. ચંદ્રને મજબૂત કરવા માટે પૂર્ણિમાની રાતે નિર્ધન બાળકોને ગરમ દૂધ પીવડાવો.
- કારતક પૂનમના દિવસે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને ભગવાન વિષ્ણુની પ્રતિમાને કેસરના દૂધથી સ્નાન કરાવીને શોડશોપચાર પૂજન કરવુ અને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા. આનાથી ધન, સુખ, વૈભવ, સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

ખીરનો પ્રસાદ ધરાવવાથી ધન-ધાન્યની કમી ક્યારેય નહિ થાય
- આ દિવસે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને લાલ કમળ કે લાલ ગુલાબના પુષ્પોથી પૂજન કરવુ અને તેમને ખીરનો પ્રસાદ ધરાવવાથી ધન-ધાન્યની કમી ક્યારેય નહિ થાય.
- કારતક પૂનમના દિવસે પારદનુ શ્રીયંત્ર ઘરમાં સ્થાપિત કરવાથી જીવનના બધા અભાવ દૂર થઈ જાય છે. આ દિવસે તુલસીપત્ર તોડવુ નહિ અને ખાવુ પણ નહિ. માત્ર તુલસીનુ પૂજન કરી શકાય છે.
- કારતક પૂનમના દિવસે હનુમાનજીને 108 આંકડાના પત્તાની માળા પહેરાવો, પ્રત્યેક પત્તા પર શ્રીરામ લખવુ. આ માળા હનુમાનજીને પહેરાવાથી રોગ અને શત્રુ દૂર થઈ જાય છે.
વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ આજે, જાણો તેના વિશે બધુ