For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kartik Snan 2021: જાણો ક્યારથી શરૂ થઈ રહ્યુ છે કારતક સ્નાન, શું છે તેનુ મહત્વ?

ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં કારતક સ્નાનનુ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યુ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે શાસ્ત્રોમાં કારતક સ્નાનનુ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યુ છે. આ વખતે કારતક સ્નાન આસો મહિનાની પૂનમ 20 ઓક્ટોબર, 2021થી 19 નવેમ્બર, 2021 સુધી કરવામાં આવશે. કારતક મહિનામાં વ્રત, તપ, દાન-પુણ્ય, પવિત્ર નદીઓમાં સ્નાન અને મંત્ર જપ વગેરેુ વિશેષ મહત્વ હોય છે. આ મહિના વિશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે મનુષ્ય કારતક મહિનામાં વ્રત, તપ, મંત્ર, જપ, દાન-પુણ્ય અને દીપદાન કરે છે તે જીવિત રહીને પૃથ્વી પર સમસ્ત સુખોનો ભોગ કરે છે અને મૃત્યુ બાદ ભગવાન વિષ્ણુના પરમ ધામ વૈકુંઠમાં નિવાસ કરે છે.

bath

કારતક સ્નાન અને કારતક વ્રતનુ મહત્વ

જો મનુષ્ય કારતક સ્નાન કરવા માંગે છે અને કારતક મહિનાના વ્રત રાખવા માંગે છે તેણે વિશેષ નિયમોનુ પાલન કરવાનુ હોય છે. આ મહિનામાં સૂર્યોદય પહેલા તારાની છાયામાં સ્નાન કરવા અને સંધ્યાકાળે તારાની છાયામાં ભોજન કરવામાં આવે છે. આ તારા સ્નાન અને તારા ભોજન કહેવામાં આવે છે. પુરાણોમાં આ પ્રકારના સ્નાનને પાપોમાંથી મુક્ત કરનાર અને ઘણા પવિત્ર સ્નાનો સમાન ફળ આપનાર જણાવાયુ છે. કારતક પૂનમે ગંગા સ્નાન કરવાની પણ માન્યતા છે. આનાથી સમસ્ત પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. કારતક મહિનામાં રોજ સૂર્યોદય પહેલા અને સંધ્યાકાળમાં કરવામાં આવેલુ સ્નાન એક હજાર વાર ગંગા સ્નાન સમાન ફળ આપનાર માનવામાં આવ્યુ છે.

કારતક વ્રત પૂર્ણ થવા પર શું કરવુ

જે લોકો કારતકના વ્રત રાખે છે તેમણે તેના પૂર્ણ થવા પર ઉજમના કરવાના હોય છે. વ્રતના અંતિમ દિવસે અર્થાત કારતક પૂનમે ઉજમના કરાય છે. ઉજમનામાં પાંચ સીધુ, પાંચ સુરાહી કોઈ બ્રાહ્મણને દાન કરવામાં આવે છે. એક સાડી પર સમસ્ત સુહાગ સામગ્રી, રૂપિયા રાકીને સાસુ કે સાસુ સમાન કોઈ મહિલાના ચરણ સ્પર્શ કરીને ભેટ આપીને તેમના આશીર્વાદ મેળવો.

શું વિશેષ કરવુ

  • કારતક મહિનામાં રોજ તુલસીના છોડમાં પ્રાતઃકાળ જળ અર્પણ કરવુ અને સંધ્યાકાળે તુલસી સમીપ દીપ પ્રજ્વલિત કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
  • આ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અજાણતા કરેલા પાપોનુ પ્રાયશ્ચિત થાય છે અને મૃત્યુ પછી મોક્ષ મળે છે.
  • કારતક મહિનામાં મંત્ર જલ્દી સિદ્ધ થાય છે. મંત્ર સિદ્ધિનો ઉત્તમ સમય બ્રહ્મ કાળ હોય છે.
  • સાહસ, નીડરતા, ખરાબ નજરમાંથી મુક્તિ અને જન્મકુંડળીના સમસ્ત દોષોના નિવારણ માટે કારતક મહિનામાં ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરો.
  • ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાયછે. ધન-સંપત્તિની પ્રાપ્તિ અને ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે રોજ વિષ્ણુસહસ્ત્રનામનો પાઠ કરો.
  • મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કારતક મહિનામાં શ્રીસુક્તના પાઠ પણ કરવામાં આવે છે.
  • આ મહિનામાં પોતાના તન-મન સાથે પોતાની આસપાસ ના પરિવેષને પણ સાફ-સ્વચ્છ રાખવુ જોઈએ. આનાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

English summary
Kartik Snan 2021 starts on October 20, Wednesday and ends on November 19, here is Kartik Snan's Importance and Significance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X