જાણો કરવા ચોથની તિથિ અને શુભ મુહૂર્ત
પતિના લાંબા આયુષ્યની કામના માટે કારતર માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીએ કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે 8 ઓક્ટોબર રવિવારના રોજ કરવાચોથ ઉજવવામાં આવશે. પરણિત સ્ત્રીઓ પોતાના પતિ માટે અને કુંવારી સ્ત્રીઓ સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે આ દિવસે નિર્જળા વ્રત કરે છે અને ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ પોતાનું વ્રત ખોલે છે. એવું કહેવાય છે કે, આ વ્રત કરનાર સુહાગનના પતિની ઉંમર લાંબી થાય છે અને તેમની સુખ-સમૃદ્ધિ વધે છે. આ વ્રત કરનાર સ્ત્રીને અખંડ સૌભાગ્ય હોવાનું ગૌરવ પ્રાપ્ત થાય છે.

કરવા ચૌથ પૂજા શુભ મુહૂર્ત
દિવસ-8 ઓક્ટોબરને રવિવાર
કરવા ચોથ પૂજા મુહૂર્ત- 17:55 થી 19:09
ચંદ્રોદય- 20:14
ચતુર્થી તિથિ આરંભ - 16:58 (8 ઓક્ટોબર)
ચતુર્થી તિથિ સમાપ્તિ - 14:16 (9 ઓક્ટોબર)

કરવા ચોથ છે ચમત્કારી
આ વ્રતને ચમત્કારી હોવા પાછળ એક કહાણી છે. એવું કહેવાય છે કે જ્યારે પાંડવો વનવાસ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની સખી દ્રોપદીને આ દિવ્ય વ્રત વિશે જણાવ્યુ હતુ, જે કર્યા બાદ જ દ્રોપદીને અખંડ સૌભાગ્યવતી હોવાનું વરદાન પ્રાપ્ત થયુ હતુ.

કરવા ચોથમાં રાખો આ વાતોનું ધ્યાન
- ચંદ્ર જોતા પહેલા સ્ત્રીઓ ગૌરી માતાની પૂજા કરવાનું ન ભૂલે. પૂજા બાદ મૂર્તિને હલવો પૂરી અને તે જ પ્રસાદ પોતાની સાસુ અને નણંદને આપે.
- ચંદ્ર માતાનો કારક હોય છે, પરિણામે જો કરવા ચોથ વાળા દિવસે પરણિત સ્ત્રી ચાંદ જોતા પહેલા સાસુ, માતા કે કોઈ વડિલ સ્ત્રીનું અપમાન કરે તો તેના માટે અશુભ હોઈ શકે છે.
- ચતુર્થીની રાત્રે જે દિવસે ચંદ્ર દર્શન કરવાના હોય તે દિવસે સવારે વહેલા સ્નાન પતાવી પોતાના પતિના આયુષ્ય, આરોગ્ય, સૌભાગ્યનો સંકલ્પ લઈ આખો દિવસ નિર્જળા વ્રત કરે, આ દિવસે જુઠ્ઠુ બોલવું નહિં, માનસિક તાણ ન લેવુ અને કોઈને હેરાન ન કરવું.
- આ દિવસે સ્ત્રીઓ ચંદ્ર જોતા પહેલા કોઈને પણ દૂધ, દહીં, ચોખા, સફેદ કપડું કે કોઈ સફેદ વસ્તુ ન આપે, નહિંતર ચંદ્ર પીડિત થઈ અશુભ ફળ આપે છે.
- પૂજાની થાળી લઈ એક ઘેરો બનાવી સ્ત્રીઓ બેસી જાય અને પછી સૌથી મોટી સ્ત્રી 7 વખત ફેરો લગાવી એક-બીજાથી પોતાની થાળી બદલે.
- ફેરામાં ગીત ગાવું અને 7માં ફેરા વખતે સ્ત્રીઓ સુહાગન રહેવાની પ્રાર્થના કરે.
