Karwa Chauth 2020: કડવા ચોથની પૂજામાં ચાળણી કેમ જરૂરી છે?
નવી દિલ્લીઃ કડવા ચોથની પૂજાની વાત કરીએ તો સૌથી પહેલા છબી બને છે ચાળણીથી ચાંદને જોતી સાજ-શણગાર કરેલી સૌભાગ્યવતી સ્ત્રીની. આ એક એવુ દ્રશ્ય છે જે કડવા ચોથની પૂજાને વિશિષ્ટ અને સૌથી અલગ બનાવે છળે. કદાચ જ કોઈ પૂજા હશે જેનુ પ્રતીક આટલુ જીવંત અને અનોખુ હોય. આ દ્રશ્યને જોતા જ દરેક જણ સમજી જાય કે કડવા ચોથની પૂજા થઈ રહી છે. કહેવાય છે કે ચાળણીથી ચંદ્રદર્શન કડવા ચોથની પૂજાની ઓળખ બની ગયુ છે.

શું કારણ છે આ અનોખી રસમનુ, આવો જાણીએ...
ભારતમાં સૌભાગ્ય અને દાંમપત્ય પ્રેમ સાથે જોડાયેલી દરેક કથાનો આધાર છે, શિવ-પાર્વતી. વાસ્તવમાં સૃષ્ટિનો આરંભ જ શિવ-પાર્વતીના પ્રેમ અને વિવાહ સાથે જ થયો છે અને આજે પણ તેમનો પ્રેમ દામ્પત્યનો આધાર બનેલો છે. એવામાં સૌભાગ્ય પર્વ કડવા ચોથમાં તેમના નામ વિના કહાની આગળ કેવી રીતે વધી શકે છે. કડવા ચોથની કથા પણ ભગવાન શિવ સાથે પરોક્ષ રીતે જોડાયેલી છે.

પર્વતરાજ દક્ષની 27 કન્યાઓ હતી
સૌ જાણે છે કે પર્વતરાજ દક્ષની 27 કન્યાઓ હતી. બધી કન્યાઓ રૂપ અને ગુણોમાં અનુપમ હતી. દક્ષે પોતાની બધી કન્યાઓનો વિવાહ ચંદ્રમા સાથએ કર્યો હતો. આ બધી પત્નીઓમાં રોહિણી ચંદ્રમાને વિશેષ પ્રિય હતી. આનાથી બાકીની પત્નીઓ નારાજ થતી હતી. બધી કન્યાઓએ પિતા દક્ષને ફરિયાદ કરી. દક્ષે ચંદ્રમાને ખૂબ સમજાવ્યા પરંતુ તે ન માન્યા અને રોહિણીને વિશેષ મહત્વ આપતા રહ્યા. ત્યારે દક્ષે ચંદ્રમાને જર્જર અને કાંતિહીન થવાનો શ્રાપ આપી દીધો. ચંદ્રમાની આ દશા જોઈને નારદજીએ તેમને શિવજીની ઉપાસના કરવાનુ સૂચન કર્યુ. શિવજીએ ચંદ્રમાના તપથી પ્રસન્ન થઈને તેમને દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપ્યા અને દક્ષના શ્રાપમાંથી મુક્ત કર્યા.

શિક્ષા
શિવજીનુ આ જ વરદાન બાદમાં સૌભાગ્યવતી સ્ત્રીઓની કડવા ચોથની પૂજાનો આધાર બન્યુ. કડવા ચોથની રાતે સૌભાગ્યવતી સ્ત્રીએ ચાળણીથી ચાંદ જુએ છે અને ત્યારબાદ પતિના દર્શન પણ એ જ ચાળણીથી કરે છે. તેની પાછળની ભાવના એ રહે છે કે જે રીતે ચંદ્રમાને દીર્ઘાયુ અને કાંતિમાન થવાનુ વરદાન મળ્યુ એ રીતે પતિ પણ લાંબી વય અને સ્વસ્થ જીવન મેળવે. એક ચાંદને જોવા કરતા ચાળણીના હજાર છિદ્રોમાંથી ઘણી ચાંદ જોઈને એટલી જ લાંબી આયુૂ પતિને મળે, આ કામનાથી આ તહેવારમાં ચાળણીથી ચંદ્રદર્શન કરવામાં આવે છે.
બહરાઈચમાં ભીષણ માર્ગ અકસ્માત, 6 લોકોના મોત, 10 ઘાયલ