Karwa Chauth 2020: આ વખતની કડવા ચોથ છે ખૂબ જ ખાસ, જાણો કારણે અને પૂજા ટિપ્સ
નવી દિલ્લીઃ આ વખતે કડવા ચોથ વિશેષ શુભ યોગ-સંયોગમાં આવી રહી છે. કડવા ચોથ બુધવારે 4 નવેમ્બરે વર્ષો બાદ 22 કલાક સુધી સુખ, સૌભાગ્ય આપનાર સર્વાથસિદ્ધિ યોગ રહેશે. આ દિવસે મૃગશિરા નક્ષત્ર તથા મિથુન રાશિના ચંદ્રમાના સાક્ષીનો સંયોગ પણ રહેશે. આ પ્રકારના યોગ સંયોગમાં ભગવાન ગણેશ, ચોથ માતા તેમજ ચંદ્રનુ પૂજન અખંડ સૌભાગ્ય સાથે ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આપનાર હોય છે કારણકે વર્ષની આ સૌથી મોટી ચતુર્થી પર આવો સંયોગ વર્ષો પછી બને છે.

આ વખતની કડવા ચોથ મનોવાંછિત ફળ આપનાર
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી આ વખતે વર્ષો બાદ બુધવારના દિવસે આવી રહી છે. આ દિવસે પંચાંગના પાંચ અંગોની સ્થિતિ સર્વશ્રેષ્ઠ રહેશે. આવો મહાસંયોગ વર્ષો બાદ આવે છે જ્યારે મૃગશિરા નક્ષત્ર, શિવયોગ, કૌલવ કરણ અને તથા મિથુન રાશિનો ચંદ્રમા વિદ્યમાન હોય કારણકે ચતુર્થી તિથિના સ્વામી ભગવાન ગણેશ છે. મૃગશિરા નક્ષત્રના સ્વામી ચંદ્રમા તથા મિથુન રાશિના સ્વામી બુધ છે ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશ, ચંદ્રમા તથા ચતુર્થી માતાના પૂજનમાં ચંદ્રમા તેમજ બુધને સાક્ષી દેવ માનવામાં આવ્યા છે. એટલે કે પંચાંગના પાંચ અંગોના સ્વામી ચતુર્થી પૂજાના અધિષ્ઠાતા દેવોના સ્વામી છે. માટે નિર્જળ, નિરાહાર રહીને આ દેવતાઓનૂ પૂજન કરવાથી મનોવાંછિત ફળ આપનાર મળશે.

અખંડ સૌભાગ્ય તેમજ સૌદર્યની પ્રાપ્તિ થશે
કડવા ચોથ પર યોગ, નક્ષત્ર તેમજ પંચાંગની સ્થિતિ અખંડ સૌભાગ્ય તેમજ અનુપમ સૌદર્ય પ્રાપ્ત કરવાના સંકેત આપી રહી છે. આ વિશિષ્ટ યોગોની સાક્ષીમાં ગણેશ તેમજ ચતુર્થી માતાનુ પૂજન સુખ આપનાર રહેશે. આ દિવસે અખંડ સૌભાગ્ય તેમજ ઉત્તમ વર મેળવવા માટે મહિલાઓ તેમજ યુવતીઓ સાધના કરી શકે છે. આ દિવસ પોતાના આકર્ષ પ્રભાવમાં વૃદ્ધિ કરનાર પણ રહેશે. જે વિદ્યાર્થીઓનુ શિક્ષણ ક્ષેત્રે સારુ પ્રદર્શન નથી તેમણે પણ આ દિવસે ચંદ્રની વિશેષ પૂજા કરવી જોઈએ.

કરો આ ખાસ પ્રયોગ
- આ ચતુર્થી પર ભગવાન ગણેશને 1008 દુર્વાંકુર અર્પિત કરવાથી સમસ્ત સુખ અને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
- આ દિવસે ભગવાન ગણેશને ચણાના લોટના લાડુઓનો ભોગ ધરાવવાથી જીવનના સમસ્ત ભોગ પ્રાપ્ત થાય છે.
- માનસિક સ્થિતિની મજબૂતી માટે આ રાત્રિએ ચંદ્રમાને ગંગાજળનુ અર્ધ્ય આપો.
- આ રાત્રિએ ભગવાન શિવનો અભિષેક ગાયના દૂધથી કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે.
- સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ માટે ચતુર્થીની રાત્રિએ ગણેશ-લક્ષ્મી અને ચંદ્ર યંત્રની સ્થાપતનાથી ધનની પ્રાપ્તિ થાય છે.
Karwa Chauth 2020: કડવા ચોથની પૂજામાં ચાળણી કેમ જરૂરી છે?