Dhanteras 2020: જાણો ધનતેરની કથા અને તેનુ મહત્વ
નવી દિલ્લીઃ ભારતના મુખ્ય તહેવારોમાં સૌથી વિશેષ સ્થાન ધરાવે છે દિવાળીનો પર્વ. દીપકનો આ પાંચ દિવસનો પર્વ સમગ્ર ભારતને સજાવી સવારી દે છે. આ તહેવાર પર દ્વારે દ્વાર ચમકે છે, ઘર-ઘર સજી જાય છે અને તમારા સ્વજનોના મેલમિલાપથી દરેક દિલ, દરેક સંબંધ ખીલી ઉઠે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે અને તેની શરૂઆત થાય છે ધનતેરસના દિવસે. ધનતેરસ માટે આપણા ધાર્મિક ગ્રંથોમાં 2 કથાઓ પ્રચલિત છે - પહેલી કથા છે આયુર્વેદના જનક ભગવાન ધનવંતરિના પ્રાગટ્યની અને બીજી કથામાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની નોંકઝોંકની મિઠાશ છે.
ધનતેરસની પહેલી કથા
ધનતેરસની પહેલી કથાનો સંબંધ સમુદ્રમંથન સાથે છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે જ્યારે દેવતાઓ અને દાનવોએ અમૃતની પ્રાપ્તિ માટે સમુદ્રમંથન કર્યુ ત્યારે બ્રહ્માંડને 18 અમૂલ્ય નિધિઓ મળી. આમાંથી એક હતા ભગવાન ધનવંતરિ. ધનતેરસના દિવસે જ ભગવાન ધનવંતરિ હાથમાં અમૃત કળશ માટે પ્રગટ થયા અને સંસારને આયુર્વેદનુ જ્ઞાન આપ્યુ હતુ. ત્યારબાદ તેમણે દેવતાઓને વૈદ્ય બનાવ્યા હતા. ધનવંતરિજીના હાથના અમૃત કળશની યાદમાં જ ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા શરૂ થઈ.
ધનતેરસની બીજી કથા
ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે જોડાયેલી છે. આ કથા અનુસાર વિષ્ણુજી એક વાર એકલા કોઈ કાર્ય માટે જઈ રહ્યા હતા. તેમના ના કરવા છતાં દેવી લક્ષ્મી ચૂપકેથી તેમની પાછળ ગયા. રસ્તામાં દેવી એક ખેડૂતના ખેતરમાં રોકાઈને સરસવના ફૂલોથી શ્રૃંગાર કરવા લાગ્યા અને શેરડી ખાવા લાગ્યા. એટલામાં વિષ્ણુજી આવી ગયા અને દેવીથી નારાજ થઈને તેમણે 12 વર્ષ સુધી એ ખેડૂતના ઘરે રહેવાનો દંડ આપ્યો. દેવી લક્ષ્મીના કારણે તે ખેડૂત સંપન્ન થઈ ગયો. તેરમાં વર્ષે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની પત્નીને લેવા આવ્યા ત્યારે ખેડૂતે તેમને પાછા આપવાની મનાઈ કરી દીધી. આના પર લક્ષ્મીજીએ કહ્યુ કે કાલે તેરસ છે. કાલે તુ તાંબાના કળશમાં રૂપિયા ભરીને, ઘીનો દીપક પ્રગટાવીને સાંજના સમયે મારી પૂજા કરજે. આ પૂજા બાદ હું તારુ ઘર છોડીને આખુ વર્ષ નહિ જઉ. દર વર્ષે તેરસે આ પૂજા કરતા રહેવી. ખેડૂતો માતાની બતાવેલી પૂજા વિધિથી પૂજા કરી અને અતૂટ સંપત્તિ સાથે સુખી જીવન વ્યતિત કર્યુ. આ રીતે કારતક મહિનાની તેરસનુ નામ ધનતેરસ પડી ગયુ અને વાસણની પૂજા કરવાની પરંપરા સ્થાપિત થઈ.
Dhanteras 2020 : ધનતેરસ શુક્રવારે, જાણો કેવી રીતે કરશો પૂજા