રાઝ ખોલે છે સ્ત્રીની કુંડળીનો સપ્તમ ભાવ, જાણો તેના વિશે બધુ
Know about the Saptam bhav in WOMEN Kundali: જન્મકુંડળીનો સપ્તમ ભાવ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તે વૈવાહિક અને દાંપત્ય સુખનુ દર્પણ હોય છે. સપ્તમ ભાવથી કોઈ સ્ત્રી કે પુરુષના સંબંધો વિશે વિચાર કરવામાં આવે છે. સ્ત્રીની કુંડળીના સપ્તમ ભાવથી તેના પતિનો અને પુરુષની કુંડળીના સપ્તમ ભાવથી તેની પત્ની વિશે વિચાર કરવામાં આવે છે. અહીં આપણે માત્ર સ્ત્રીની કુંડળીના સપ્તમ ભાવ વિશે વિચાર કરીશુ. દૈવજ્ઞ આચાર્ય વરાહમિહિર દ્વારા રચિત ગ્રંથ લઘુજાતકમમાં સ્ત્રીની કુંડળીના સપ્તમ ભાવ વિશે વિસ્તારપૂર્વક વર્ણન મળે છે.
સપ્તમ ભાવથી પતિનો વિચાર
अबले सप्तमभवने सौम्येक्षणवर्जिते च कापुरुष: ।
भवति पतिश्चरभेस्ते प्रवासशीलो भवेद् भ्रांति: ।।
જે સ્ત્રીની કુંડળીનો સપ્તમ ભાવ નિર્બળ હોય અને તેના પર શુભ ગ્રહોની દ્રષ્ટિ ન હોય તો તે સ્ત્રીનો પતિ કુવિચારો અને ખરાબ સ્વભાવવાળો હોય છે. જો સપ્તમ ભાવાં ચર રાષિ મેષ, કર્ક, તુલા, મકર હોય તો તેનો પતિ વિદેશમાં રહેનાર ભ્રમણશીલ હોય છે. સપ્તમ ભાવમાં સ્થિર રાશિ વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ હોય તો તેનો પતિ ઘરમાં નિવાસ કરનાર અને સ્થિર સ્વભાવનો હોય છે. જો સપ્તમ ભાવમાં દ્વિસ્વભાવ રાશિ મિથુન, કન્યા, ધન, મકર હોય તો પતિ ક્યારેક ઘરમાં અને ક્યારેક પરદેશમાં રહેનાર હોય છે.
વિધવા, પરિત્યક્તાનો વિચાર
बाल्ये विधवा भौमे पतिसन्त्यक्ता दिवाकरेस्तस्थे ।
सौरे पापैदर्ष्टे कन्यैव जारं समुपयाति ।।
સ્ત્રીની કુંડળીમાં લગ્નથી સપ્તમ સ્થાનમાં મંગળ હોય તો સ્ત્રી બાળ વિધવા હોય છે. સપ્તમ ભાવમાં સૂર્ય હોય તો પતિ છોડી દે છે. જો સપ્તમ ભાવમાં શનિ હોય અને પાપ ગ્રહોની દ્રષ્ટિ તેના પર પડી રહી હોય તો કુંવારી અવસ્થામાં પુરુષ સાથે ખોટા સંપર્ક, યૌન સંબંધ સ્થાપિત કરે છે.
પાર્ટનરની રાશિ અનુસાર જાણો તેના કામુક અંગ અને કરો તેને ઈમ્પ્રેસ
બ્રહ્મવાદિની યોગ
સ્ત્રીની કુંડળીમાં જન્મ સમયે બળવાન શુક્ર, મંગળ, ગુરુ અને બુધ લગ્નમાં હોય તો તથા લગ્ન સમ રાશિ 2, 4, 6, 8, 10, 12 હોય તો તે સ્ત્રી બ્રહ્મવાદિની હોય છે. અર્થાત સ્ત્રી બ્રહ્મને જાણનારી, ધાર્મિક-આધ્યાત્મિક પ્રકારની હોય છે. તે અનેક પ્રકારે શાસ્ત્રોની જાણકાર હોય છે તેમજ ખ્યાતિ મેળવે છે.