• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેમ મામલે આ રાશિઓ માટે જુલાઈ મહિનો લકી રહેશે

|
Google Oneindia Gujarati News

શું તમે આશા રાખો છો કે આ મહિને તમારી લવ લાઈફમાં કશુંક થવાનું છે? શું આ મહિને તમારો સંબંધ આગળ વધશે કે પછી નિરાશા જ હાથ લાગશે? જો તમે તમારા જીવનમાં રોમાન્સ અને લવ લાઈફ વિશે જાણવા ઈચ્છો છો તો આ લેખ તમારા માટે જ છે. ચાલો જાણીએ કે આ મામલે જુલાઈ મહિનો તમારા માટે કેવો રહેવાનો છે.

મેષ

મેષ

જો છેલ્લા કેટલાક સમયથી તમારી લવ લાઈફ બરાબર નથી ચાલતી તો જુલાઈ મહિનામાં પરિસ્થિતિ સારી બની શકે છે. તમારા પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વીતાવો. આ સમયનો ફાયદો ઉઠાવીને સંબંધો સુધારી લો. જો તમે સિંગલ છો તો રિલેશનશિપમાં જતા પહેલા કે કમિટમેન્ટ કરતા પહેલા વિચારી લો.

વૃષભ

વૃષભ

આ મહિને તમારે થોડી ધીરજ રાખવાની જરૂ છે અને કોઈ પણ નિર્ણય કરતા પહેલા બે વાર વિચારી લો. તમારો તમારા પાર્ટનર સાથે ઝઘડો થાય તેવી શક્યતાઓ વધુ છે. પરંતુ તમે વધુ લાગણીશીલ ન બનો કારણ કે આગામી અઠવાડિયામાં પરિસ્થિતિ સારી થઈ જશે.

મિથુન

મિથુન

આ મહિનાની શરૂઆત તમે પ્રસન્તા અને સકારાત્મક્તા સાથે કરશો. તમારી લવ લાઈફમાં મુશ્કેલી આવે તેવી કોઈ શક્યતા નથી. તમારા પાર્ટનરને વફાદાર રહો અને વાતચીત ચાલુ રાખો.

કર્ક

કર્ક

તમારું લગ્નજીવનમાં બરાબર ચાલે તેવી શક્યતા છે, તમે તમારો પરિવાર વિસ્તારવા અંગે વિચારી શકો છો. આગામી દિવસોમાં સિંગલ જાતકોની મુલાકાત ખાસ વ્યક્તિઓ સાથે થઈ શકે છે. તેમને મળીને તમારી જિંદગીમાં ખુશી વધશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જે જાતકો સિરીયસ રિલેશનશિપમાં છે, તેમના લગ્ન થઈ શકે છે. તમે કેટલાક મુદ્દાને લઈ ચીડિયા અને મૂંઝવાયેલા હોઈ શકો છો, પરંતુ જે ચાલે છે તેની સાથે આગળ વધવામાં જ તમારી ભલાઈ છે.

કન્યા

કન્યા

આ મહિને તમને સ્ટ્રેસ થઈ શકે છે અને પરિસ્થિતિને લઈ તમે થોડું વધુ વિચારશો. વીતેલો સમય તમારી લવ લાઈફ માટે સારો નહોતો, પરંતુ યાદ રાખો કે આ સમય વીતી ચૂક્યો છે. પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરો. શક્ય હોય તો જાત માટે સમય કાઢીને ફરવા જાવ.

તુલા

તુલા

તમારી રિલેશનશિપ હાલ બરાબર ન ચાલતી હોય તેવું બની શકે છે. કદાચ તેમાં અસુરક્ષા અને ચીડિયાપણું મહેસૂસ થતું હોય. તમારે આ મુદ્દા વિચારવાના બદલે પાર્ટનર સાથે બેસી એ મુદ્દાની ચર્ચા કરવી જોઈએ જેના કારણે રિલેશન બગડી રહ્યા છે. તમારા સંબંધો મજબૂત બની જશે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વીતેલા સમયના તમારા નિર્ણયોને લઈ તમને પસ્તાવો થઈ શકે છે. અને તેની અસર તમારી હાલની રિલેશનશિપ પર પણ પડશે. તમારા વીતેલા સમયમાંથી બહાર આવવાનો આ પરફેક્ટ સમય છે. જો જુલાઈ મહિનો તમારી લવ લાઈફની નવી શરૂઆત કરવાની તક આપી રહ્યો છે, તો તે ઝડપી લો.

ધન

ધન

તમારી લવ લાઈફનું અનુમાન લગાવવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. તમે એ દુવિધામાં છો કે પ્રેમ થયો છે કે પછી ફક્ત આકર્ષણ છે. જો તમે રિલેશનશિપમાં છો કે પછી લગ્ન થઈ ગયા છે તો પોતાની ભૂલ સ્વીકારી લો.

મકર

મકર

તમારું આકર્ષણ યથાવત્ રહેશે. તમારા સંબધોમાં શાંતિ અને રોમાંસની આશા રાખી શકો છો. સંબધોમાં કોઈ મોટી મુશ્કેલી નહીં આવે. પાર્ટનર સાથે મળીને આ સમયને એન્જોય કરો.

કુંભ

કુંભ

સિંગલ જાતકો માટે આગામી સમય ખુશી અને રોમાન્સ કરવાનો છે. તમારી નવા લોકો સાથે મુલાકાત થશે અને નવા મિત્રો પણ બનશે. જો કે તમારે કોઈના પર આંખ બંધ કરીને ભોરોસો ન કરવો જોઈએ. કોઈના માટે તમારી પ્રાથમિક્તા પણ ન બદલો.

મીન

મીન

તમને એ મહેસૂસ થશે કે પાછલા કેટલાક સમયમાં તમારા સંબધો મજબૂત થયા છે. તમે તમારા સંબંધોની આ સ્થિતિને એન્જોય કરશો. મીન રાશિના જે જાતકો સિંગલ છે તેમણે પોતાના સંબંધ અને રોમાન્સ અંગે પાર્ટનર પાસે સ્પષ્ટતા કરવી પડશે.

English summary
know from your zodiac sign how is july month for your love life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X