શું તમારુ નસીબ ચમકાવી શકે છે જ્યોતિષ?
How Astrology Helps us How Jyotish Changed Life: શું જ્યોતિષ આપણે ભાગ્યશાળી બનાવે છે? શું જ્યોતિષ આપણા નસીબને ચમકાવી શકે છે? શું જ્યોતિષ આપણા દુઃખોને ઘટાડી શકે છે? છેવટે જ્યોતિષ સાથે જોડાયેલા ઉપાય શું કરી શકે છે? લોકોના મનમાં ઘણીવાર એવા સવાલ આવતા રહે છે અને જ્યોતિષ પર તેમની શંકા થતી રહે છે.
કર્મ જ છે જ્યોતિષનો આધાર
હકીકતમાં જ્યોતિષનો મૂળ સિદ્ધાંત જ એ છે કે, 'વ્યક્તિએ પોતાના કર્મોનુ ફ્ળ ભોગવવુ જ પડે છે, ભલે તે કર્મ આ જન્મનુ હોય કે પૂર્વ જન્મનુ હોય.' આનાથી એ તો સ્પષ્ટ છે કે જ્યોતિષ વ્યક્તિને યોગ્ય દિશામાં કર્મ કરવા માટે પ્રેરિત કરે છે અને ભાગ્યવાદી તો બિલકુલ નથી બનાવતુ.
શું દુઃખોને ઘટાડી શકે છે જ્યોતિષ?
હવે વાત આવે છે શું આપણા દુઃખોને ઘટાડી શકે છે? આવી સ્થિતિમાં જ્યોતિષ આપણને એ જરૂર જણાવી શકે છે કે સુંદર કાંડ કે કોઈ અન્ય મંત્રનો પાઠ કરો, આરોગ્ય લાભ મળશે. વાસ્તવમાં કુંડળીના સારા યોગોનો પૂર્ણ લાભ તમને ત્યારે જ મળી શકે છે જ્યારે તમારુ આરોગ્ય સારુ હશે. સૌથી મોટી વાત એ છે કે જ્યોતિષીય ઉપાય કષ્ટોને સહન કરવાની શક્તિ જરૂર આપી છે અને જીવનાં ક્યારેય હાર નથી માનવા દેતા.
છેવટે જ્યોતિષ શું-શું કરી શકે છે?
શિક્ષણઃ જ્યોતિષ તમને જણાવી શકે છે કે કયા વિષયનુ શિક્ષણ જાતક માટે સારુ રહેશે. જેમ કે - રાહુ, મંગળ અને શનિ ટેકનિકલ શિક્ષણના કારક છે માટે જો કુંડળીમાં આ મજબૂત સ્થિતિમાં હોય તો ટેકનિકલ શિક્ષણ, વિજ્ઞાન તરફ લઈ જશે.
વ્યવસાયઃ જ્યોતિષના માધ્યમથી જાણી શકાય છે કે જાતકની સારા બિઝનેસમેન બનવાની સંભાવના છે કે સરકારી નોકરી માટે તૈયારી કરવી જોઈએ. આ ઉપરાંત શું ડૉક્ટર, એન્જિનિયર બનવા કે પોલિસમાં જવાની સંભાવના છે? આનાથી યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં સરળતા હોઈ શકે છે.
બિમારીઃ જો કોઈ અશુભ ગ્રહની દશા કે અંતર્દશા શરૂ થઈ રહી હોય તો સ્વાસ્થ્ય માટે સાવધાન કરી શકાય છે.
સંતાન સુખઃ કોઈ વ્યક્તિને સંતાન સુખ છે કે નહિ? સંતાન ક્યારે થશે? આની જાણ પણ જ્યોતિષના માધ્યમથી થઈ શકે છે. ઉપાયોથી કષ્ટોને ઘટાડવા કે સમાપ્ત કરી શકાય છે. સ્પષ્ટ છે કે જો આને એક માર્ગદર્શન તરીકે લેવામાં આવે તો જ્યોતિષના માધ્યમથી જીવનને નવી દિશા મળી શકે છે.
18 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી 2021 સુધી ગુરુ અસ્ત, શુભ કાર્યો પર રહેશે પ્રતિબંધ