Palmistry: જાણો હથેળીમાં ક્યાં હોય છે ધનનો ભંડાર!
નવી દિલ્લીઃ પ્રત્યેક વ્યક્તિ ધનવાન બનવા ઈચ્છે છે. ધન હંમેશાથી મનુષ્ય માટે જીવન જીવવા માટે જરૂરી વસ્તુ રહ્યુ છે. આનુ મહત્વ ક્યારેય ઘટ્યુ નથી. એટલા માટે જ મનુષ્યની એ સ્વાભાવિક પ્રવૃત્તિ હોય છે કે તે હંમેશા વધુને વધુ ધન મેળવવાની લાલસા રાખે છે. એટલા માટે તે દિવસ-રાત મહેનત પણ કરે છે પરંતુ ધનનો ઘણો સંબંધ ભાગ્ય સાથે હોય છે અને પોતાનુ ભાગ્ય જાણવા માટે વ્યક્તિ જ્યોતિષ શાસ્ત્રનો સહારો લે છે.

હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં ધન ભંડારાનુ વર્ણન મળે છે..
હસ્તરેખા શાસ્ત્રમાં વિવિધ રેખાઓ સાથે મળીને, તેમના સંયોગથી અનેક પ્રકારના શુભ-અશુભ યોગોનુ નિર્માણ થાય છે. હસ્તરેખામાં આવા અનેક યોગ હોય છે જેમના તમારા હાથમાં હોવા કે ન હોવાથી નક્કી થાય છે કે તમે કેટલુ ધન મેળવશો. કેટલા ધનવાન બનશો અને પૈસા ક્યાં-ક્યાંથી આવશે. હસ્તરેખા શાસ્ત્રમાં હથેળીમાં ધન ભંડારાનુ વર્ણન મળે છે. ધન ભંડારો કેવી રીતે બને છે, કઈ રેખાઓ સાથે મળીને બને છે અને હથેળીમાં ક્યાં હોય છે, આવો જાણીએ.

કેવી રીતે-ક્યાં બને છે ધન ભંડાર?
- ધન ભંડાર હથેળીમાં એકદમ મધ્યમાં જીવનરેખા, મસ્તિષ્ક રેખા અને ભાગ્યરેખા સાથે મળીને બને છે.
- જે જગ્યાએથી જીવનરેખા અને મસ્તિષ્ક રેખા શરૂ થાય છે ત્યાંથી ભાગ્યરેખા એ રીતે પસાર થાય કે ત્રણે મળીને ત્રિકોણનુ ચિહ્ન બનાવતી હોય તે આ ધન ભંડાર હોય છે.
- જો ધન ભંડાર એકદમ સ્પષ્ટ હોય તો મનુષ્ય અતુલનીય ધન-સંપત્તિનો માલિક હોય છે.
- આ ધન ભંડારાની અંદર વધુ એક ત્રિભૂજ હોય તો આવો મનુષ્ય રાજાઓ સમાન જીવન વિતાવે છે. બેથી વધુ સાધનોમાંથી તેને એટલી આવક થાય છે કે તેને સંભાળવી અઘરી પડે.

ઘણુ બધુ કહે છે હાથની રેખાઓ
- ધન ભંડાર જો ક્યાંયથી પણ ખુલ્લો હોય તો તે બરાબર નથી હોતુ. આવા વ્યક્તિ પાસે ધન તો આવે છે પરંતુ તેટલી જ ઝડપે જતુ પણ રહે છે.
- ધન ભંડારાની મધ્યમાં થઈને કોઈ રેખા ભાગ્ય રેખાથી ઉપર તરફ જઈને મળે તો વ્યક્તિના ધન કોષમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.
- જો આવી રેખા નીચેની તરફ જાય તો ધનની હાનિ થાય છે. ધન ભંડારાની મધ્યમાં લાલ તલ શુભ છે, કાળો તલ અશુભ હોય છે.
- ધન ભંડારાની મધ્યમાંથી નીકળીને કોઈ રેખા જીવનથી જઈને મળે તો વ્યક્તિને પરિવારનો પૂરો સહયોગ રહે છે અને પૈતૃક સંપત્તિ, છૂપાયેલુ ધન મળે છે.
- જો આવી રેખા મસ્તિષ્ક રેખા સાથે જઈને મળે કે તેને કાપીને ઉપરની તરફ વધે તો વ્યક્તિ પોતાની બૌદ્ધિક ક્ષમતાના દમ પર કરોડપતિ બને છે સફળ બિઝનેસમેન હોય છે.
હાથરસ ગેંગરેપઃ વિરોધ વચ્ચે મોડી રાતે પીડિતાના અંતિમ સંસ્કાર