2014માં શનિ કોને કરશે હેરાન અને કોની પર રહેશે મહેરબાન

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 8 જાન્યુઆરી: સામાન્ય રીતે જે લોકો જ્યોતિષશાસ્ત્રમાં માને છે તે લોકો શનિવારે શનિદેવના પ્રકોપથી બચવા માટે તેમને તેલ, કાળા તલ વગેરે વગેરે ચઢાવતા હોય છે. ગયુ વર્ષ તો વીતી ગયું પરંતુ હવે 2014ના વર્ષમાં કઇ રાશિના જાતકો પર શનિદેવનો કેવો રહેશે પ્રકોપ એ જાણવું જરૂરી છે.

આ વર્ષના અંતમાં શનિ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ તુલાથી નિકળીને વૃશ્ચિક રાશિમાં પહોંચશે પરંતુ આની વચ્ચે 2 માર્ચના રોજ શનિ વક્રી ચાલ ચાલશે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઇ પાપ ગ્રહ વક્રી ચાલ ચાલે છે વધારે ક્રૂર એટલે કે કષ્ટકારી બની જાય છે. 'ક્રૂરા વક્રા મહાક્રૂરા:' એવામાં જેને શનિ હાલમાં પજવી રહ્યા છે તેમની મુશ્કેલીઓ વધી જશે.

 

સંયમ અને શાંતિપૂર્વક કામ કરવું પડશે નહીંતર પોતિકાઓ સાથેના મતમતાંતરના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. ખાસ કરીને કન્યા રાશિવાળા વ્યક્તિઓ શનિની ઉતરતી સાઢાસાતીના પ્રભાવમાં છે.

આ વર્ષે વૃષ, સિંહ અને ધનુ આ ત્રણ રાશિઓ એવી છે જેમની પર શનિની તાંબાના પાયાની પનોતી રહેશે. જેના કારણે આ રાશિના જાતકોને શનિદેવ તરફથી શુભ ફળ મળશે. સ્વાસ્થ્ય અનુકુળ રહેશે. સંતાન સુખ પ્રાપ્ત કરનારાઓની અભિલાશા પૂરી થઇ શકશે. નોકરીમાં પદોન્નતિના યોગ બનશે.

જાણો 2014માં શનિદેવ કોને કરશે હેરાન કોની પર રહેશે મહેરબાન...

શનિ વધુ કષ્ટદાયક બની જશે
  

શનિ વધુ કષ્ટદાયક બની જશે

આ વર્ષના અંતમાં શનિ મહારાજ પોતાની ઉચ્ચ રાશિ તુલાથી નિકળીને વૃશ્ચિક રાશિમાં પહોંચશે પરંતુ આની વચ્ચે 2 માર્ચના રોજ શનિ વક્રી ચાલ ચાલશે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઇ પાપ ગ્રહ વક્રી ચાલ ચાલે છે વધારે ક્રૂર એટલે કે કષ્ટકારી બની જાય છે. 'ક્રૂરા વક્રા મહાક્રૂરા:' એવામાં જેને શનિ હાલમાં પજવી રહ્યા છે તેમની મુશ્કેલીઓ વધી જશે.

આ ત્રણ રાશિના જાતકોના ખર્ચા વધારશે શનિ
  

આ ત્રણ રાશિના જાતકોના ખર્ચા વધારશે શનિ

આ વર્ષે મેષ, કન્યા અને કુંભ રાશિના જાતકોના આવકની સરખામણીએ ખર્ચામાં વધારો થશે. માનસિક પરેશાની અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સંયમ અને શાંતિપૂર્વક કામ કરવું
  
 

સંયમ અને શાંતિપૂર્વક કામ કરવું

સંયમ અને શાંતિપૂર્વક કામ કરવું પડશે નહીંતર પોતિકાઓ સાથેના મતમતાંતરના કારણે સંબંધોમાં તિરાડ પડી શકે છે. ખાસ કરીને કન્યા રાશિવાળા વ્યક્તિઓ શનિની ઉતરતી સાઢાસાતીના પ્રભાવમાં છે.

આ ત્રણ રાશિઓ પર શનિ રહેશે મહેરબાન
  

આ ત્રણ રાશિઓ પર શનિ રહેશે મહેરબાન

તુલા રાશિ પર હાલમાં સાઢાસાતી ચાલી રહી છે. તેમ છતાં શનિનું ગોચર તેમને પ્રસન્નતા આપશે. શનિ આમ પણ તુલા રાશિવાળાઓને વધારે કષ્ટ નથી આપતા. ચાંદીના પાયાની પનોતી હોવાના કારણે તુલા, મિથુન અને કુંભ રાશિવાળાઓને આ વર્ષે શનિ મહારાજ ઉન્નતિ અને ધન લાભ અપાવશે. ભૂમિ અને વાહનની પ્રાપ્તિ થઇ શકે છે. પારિવારિક સુખમાં વધારો થશે. સંતાન સુખ મળવાની પણ સંભાવના રહેશે. વ્યપારીયોને કારોબારમાં લાભ થશે.

ધન સંપત્તિનો લાભ અપાવશે શનિદેવ
  

ધન સંપત્તિનો લાભ અપાવશે શનિદેવ

આ વર્ષે વૃષ, સિંહ અને ધનુ આ ત્રણ રાશિઓ એવી છે જેમની પર શનિની તાંબાના પાયાની પનોતી રહેશે. જેના કારણે આ રાશિના જાતકોને શનિદેવ તરફથી શુભ ફળ મળશે.

વિદ્યાર્થીઓને સફળતા તથા વિવાહ યોગ
  

વિદ્યાર્થીઓને સફળતા તથા વિવાહ યોગ

ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને સફળતા મળશે. વાહન અને ધન સંપત્તિનો લાભ મળી શકે છે. વિવાહના યોગ્ય યુવક યુવતીઓના લગ્ન થઇ શકશે.

નોકરીમાં પ્રમોશનના યોગ
  

નોકરીમાં પ્રમોશનના યોગ

સ્વાસ્થ્ય અનુકુળ રહેશે. સંતાન સુખ પ્રાપ્ત કરનારાઓની અભિલાશા પૂરી થઇ શકશે. નોકરીમાં પદોન્નતિના યોગ બનશે.

આ રાશિના જાતકોએ સાવધાન રહેવું
  

આ રાશિના જાતકોએ સાવધાન રહેવું

કર્ક અને મીન રાશિ વાળા જાતકો પર અઢી વર્ષની પનોતી ચાલી રહી છે જ્યારે વૃશ્ચિક રાશિ પર શનિની સાઢાસાતી ચાલી રહી છે. એ જ કારણ છે કે આ વર્ષે તેમના બની શકતા કાર્યો પણ બગળી શકે છે, માટે કાર્યો પ્રત્યે વધારે સજાગ રહેવું પડશે.

મુશ્કેલી અને કંકાસ સંભવ, સાવધાન રહેવું
  

મુશ્કેલી અને કંકાસ સંભવ, સાવધાન રહેવું

પરિવારમાં કોઇ કારણથી મુશ્કેલી અને કંકાસ સંભવ છે. આવકમાં ઉણપ અને ખર્ચ વધવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાવધાન રહેવું અને દુર્ઘટનાઓની પણ સંભાવના છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં પરિશ્રમ વધારે કરવો પડશે, જોખમથી બચવું.

English summary
Know, who will be in trouble and who will be get heppiness by Shanidev.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.