For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાશિ પ્રમાણે જાણો તમારા માટે કયા કલરની ગાડી છે લકી

શું તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, જો હા તો તમે કયા કલરની ગાડી લેવી તે પણ નક્કી કરી લીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વાહન ખરીદતા પહેલા આપણે રંગનું ધ્યાન રાખવું જોઈએ

|
Google Oneindia Gujarati News

શું તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, જો હા તો તમે કયા કલરની ગાડી લેવી તે પણ નક્કી કરી લીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે કોઈ પણ વાહન ખરીદતા પહેલા આપણે રંગનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ રંગનો આપણા જીવન પર વિશેષ પ્રભાવ પડે છે.

જ્યોતિષ પ્રમાણે રંગો દ્વારા પણ આપણું ભાગ્ય ખુલી શકે છે. એટલે જો તમે વાહન ખરીદવા ઈચ્છો છો તો એ વાત પર ધ્યાન આપો કે કયો રંગ તમારા માટે લકી રહેશે અને કયો અનલકી.

આ પણ વાંચો: આ 4 રાશિના લોકો પર રહે છે માઁ લક્ષ્મી મહેરબાન, નથી હોતો તેમની પાસે ધનનો અભાવ

આજે અમે તમને રાશિ પ્રમાણે જણાવીશું કે તમારે કયા રંગની ગાડી લેવી જોઈએ. ચાલો જાણીએ કયો રંગ છે તમારા માટે લકી.

મેષ

મેષ

મેષ રાશિના લોકો માટે આછો સફેદ રંગ શુભ છે. તમે સફેદ, આછો લીલો કે ગુલાબી રંગનું વાહન ખરીદી શકો છો. બીજી તરફ તમારે ક્યારેય કાળા રંગનું વાહન ન ખરીદવું જોઈએ. આ રંગનું વાહન તમારા માટે અનલકી રહેશે.

વ્રુષભ

વ્રુષભ

વ્રુષભ રાશિના લોકોએ આછા રંગના વાહન ખરીદવા જોઈએ. તમારી રાશિનો સ્વામી શુક્ર છે, એટલે તમારે સફેદ કે સિલ્વર રંગની ગાડી ખરીદવી જોઈએ.

મિથુન

મિથુન

આ રાશિના જાતકો માટે ઘાટા રંગ શુભ હોય છે, એટલે તમારે કાળા, ગુલાબી, કે લાલ રંગના વાહન ખરીદવા જોઈએ. આ ઉપરાંત ચળખતા સફેદ રંગના વાહનો પણ તમારા માટે બેસ્ટ રહેશે.

કર્ક

કર્ક

તમે વાદળી, સફેદ કે ગાઢ લીલો અથવા આછો પીળો કોઈ પણ રંગનું વાહન ખરીદી શકો છો. આ તમામ રંગ તમારા માટે લકી સાબિત થશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના લોકોએ સૂર્ય સાથે જોડાયેલા રંગની ગાડી ખરીદવી જોઈએ. જેમ કે લાલ, પીળો વગેરે. આ ઉપરાંત તમે મરૂન રંગનું વાહન પણ ખરીદી શકો છો.

કન્યા

કન્યા

તમારા માટે તમામ રંગના વાહન લકી સાબિત થશે. ખાસ કરીને પીળો અને લીલો રંગ તમારા માટે શુભ રહેશે. તમારે આ જ રંગનું વાહન પસંદ કરવું જોઈએ, એ વધું સારુ રહેશે.

તુલા

તુલા

તુલા રાશિનો સ્વામી શુક્ર છે, એટલે તમારે સફેદ રંગનું વાહન ખરીદવું જોઈએ. ઘાટા વાદળી રંગનું વાહન પણ તમારા માટે શુભ રહેશે.

વ્રુશ્વિક

વ્રુશ્વિક

આ રાશિના લોકોએ મિક્સ રંગના વાહન ન ખરીદવા જોઈએ. તેમણે જાંબલી, મરૂન, ઘાટો લીલો, પોપટી રંગનું વાહન ખરીદવું જોઈએ.

ધનું

ધનું

તમારા માટે ઘાટો લીલો, પીળો કે કેસરી રંગ લકી રહેશે, એટલે તમે આ રંગના વાહન ખરીદો.

મકર

મકર

તમારા માટે ઘાટા લીલા રંગના વાહનો લકી રહેશે. તમારી રાશિનો સ્વામી શન છે એટલે તમે કાળા, જાંબલી, વાદળી કે ભૂરા રંગની ગાડી પણ ખરીદી શકો છો.

કુંભ

કુંભ

તમારી રાશિના જાતકો માટે પણ ઘાટો લીલો કલર શુભ રહેશે, કાળો, જાંબલી, વાદળી કે લીલા રંગનું વાહન તમારા માટે સારું છે.

મીન

મીન

તમારા માટે આછા કે ઘાટા બંને રંગ યોગ્ય રહેશે. તેમ છતાંય તમારે આછો ગુલાબી, પીળો, ઘાટો વાદળી રંગનું વાહન ખરીદો. એ તમારા માટે લકી સાબિત થશે. આ ઉપરાંત તમારે લીલા રંગનું વાહન પણ ખરીદી શકાય.

English summary
you can choose your vehicle color according to your zodiac signs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X