જાણો પોતાની સાચી ઉંમર, આ જ છે ખુશ રહેવાનો સાચો મંત્ર
જીવન એક સતત ચાલતી નિશ્ચિત પ્રક્રિયા છે. આપણા જીવનને જીવવાનો એક ક્રમ નિશ્ચિત થઈ ગયો છે. દરેક વ્યક્તિ જન્મ લે છે, પોતાની જરૂરિયાત અનુસાર ધન કમાતા શીખે છે, લગ્ન કરે છે અને પછી પોતાની પારિવારિક જવાબદારીઓને પૂરી કરવામાં લાગી જાય છે. લગભગ આ ક્રમ દરેક મનુષ્યના જીવનમાં ચાલે છે. પરંતુ જીવન અહીં સુધી જ છે? શું જીવનનું આ જ પ્રાપ્ય છે? છેવટે આપણે આ જીવન કેમ મળ્યુ છે? શું આપણે જીવનને સાર્થક બનાવવા માટે કંઈક વિશેષ ઉપાય કરવા જોઈએ?

રાજાને એક વૃદ્ધ વ્યક્તિ દેખાયો
આ પ્રયાસ શું હોઈ શકે છે, આવો એક કથાના માધ્યમથી જાણીએ -
એક રાજા હતો. તે સ્વભાવે જિજ્ઞાસુ હતો. તેના ગુરુએ તેને શીખવ્યુ હતુ કે જો કંઈ નવુ શીખવુ હોય તો, ક્રોધનો ત્યાગ કરી દો અને ધીરજનો અપનાવી લો. આ જ એ રસ્તો છે, જે તને જ્ઞાનના અપરિમિત સંસાર સુધી લઈ જઈ શકે છે. રાજાએ ગુરુની વાત ગાંઠે બાંધી લીધી. તે સમયે સમયે વેશ બદલીને પોતાના રાજ્યમાં ફર્યા કરતો હતો અને કોઈને કોઈ વ્યક્તિને મળીને કંઈ નવુ જાણવા, શીખવાની કોશિશ કરતો હતો. એક વાર આ રીતે ભ્રમણ દરમિયાન રાજાને એક વૃદ્ધ વ્યક્તિ દેખાયો. એ વ્યક્તિના ચહેરા પર તેજ હતુ અને બહુ વૃદ્ધ થવા છતાં તેમાં એક સ્ફૂર્તિ હતી. તેના આકર્ષણથી પ્રભાવિત થઈને રાજા એ વૃદ્ધ પાસે પહોંચ્યો. રાજાએ એનુ અભિવાદન કરીને કહ્યુ - મહોદય! તમારી વયની સરખામણીમાં તમારો ઉત્સાહ પ્રશંસનીયછે. શું હું જાણી શકુ કે તમારી ઉંમર કેટલી છે? એ વૃદ્ધે હસીને જવાબ આપ્યો - ચાર વર્ષ. તેમની વાત સાંભળીને રાજા ચોંકી ગયા. તેમણે પાછો પોતાનો પ્રશ્ન પૂછ્યો કે હું તમારી સાચી ઉંમર જાણવા ઈચ્છુ છ્. વૃદ્ધે એટલી જ શાંતિથી કહ્યુ - મારી ઉંમર 4 વર્ષ છે. રાજાને ગુસ્સો આવી ગયો, પરંતુ તેણે ધીરજ રાખીને કહ્યુ - મહાશય! જોવામાં તમે મને 70 વર્ષના લાગો છો, પરંતુ તમારા મુખની કાંતિ, પ્રસન્નતા અને શાંતિ આકર્ષક છે. આનાથી પ્રભાવિત થઈને હું તમને આ પ્રશ્ન પૂછવા આવ્યો છુ પરંતુ તમારો જવાબ ભ્રમિત કરી રહ્યો છે. શું તમે મારી ઉત્સુકતાનુ સમાધાન નહિ કરો?

મારી સાંસારિક ઉંમર 74 વર્ષની છે
રાજાની વાત સાંભળીને વૃદ્ધે કહ્યુ - તમે એકદમ સાચુ કહી રહ્યા છો શ્રીમાન! પરંતુ મારી સાચી ઉંમર તો માત્ર 4 વર્ષ છે. આનુ કારણ એ છે કે મારી ઉંમરના 70 વર્ષ તો મે શિક્ષણ, અર્થોપાર્જન, લગ્ન અનેપરિવારના પાલન-પોષણમાં વીતાવી દીધા. હજુ 4 વર્ષ પહેલા મે એક સદગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યુ કે મનુષ્યની સાચી ઉંમર માત્ર એ હોય છે, જે પરમાત્માના ધ્યાન, તપ, બીજાના કલ્યાણમાં લાગે છે. ત્યારથી જ મારુ જીવન બદલાઈ ગયુ અને હું પરમ પિતા અને તેમના સંતાનોની સેવામાં લાગી ગયો. આ રીતે મારી સાચી ઉંમર માત્ર 4 વર્ષ છે.

શીખ
રાજાને તેમની વાત ગમી ગઈ અને તરત તેણે નિર્ણય કર્યો કે 70 પછી કેમ, અત્યારથી જ પોતાની સાચી ઉંમર જીવવાનો પ્રયાસ કરવામાં આવે. ત્યારબાદથી તે માનવ માત્રની ભલાઈ અને પરમાત્માની સેવામાં લાગી ગયો. તેને જીવનનુ અસલી મંત્ર મળી ગયો. તો દોસ્તો, જીવન આંગળીઓ પર ગણાતી ગણતરી નથી. આ ગણિત કોઈ પહેલી નથી. જીવન જીવવાનુ નામ છે, જન્મને સાર્થક કરવાનુ નામ છે. તો તમે હિસાબ લગાવો કે તમારી સાચી ઉંમર શું છે?
પંચકમાં થયુ સુશાંત સિંહનુ મોત, જ્યોતિષ અનુસાર બૉલિવુડમાં થઈ શકે છે બીજા મોત