For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2022માં કરી લો 'લાલ કિતાબ'ના આ અચૂક ઉપાય, આખુ વર્ષ મળશે ભાગ્યનો સાથ

આવો, જાણીએ લાલ કિતાબના એવા ઉપાયો જેનુ પાલન કરીને તમે આખુ વર્ષ સુરક્ષિત રહી શકો છો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લાલ કિતાબ એક એવી જ્યોતિષ વિદ્યાનુ ભંડારણ છે જેમાં જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત ઉપાય અને સમસ્યાઓના સમાધાન આપવામાં આવ્યા છે. આ ઉપાયોનુ પાલન કરવાથી તમે ગ્રહ-નક્ષત્ર અને જ્યોતિષ સંબંધી દોષોમાંથી મુક્ત થઈ શકો છે. લાલ કિતાબમાં ઉલ્લેખિત હજારો ઉપાયોમાંથી અમુક ઉપાયો એવા છે જેનુ પાલન નવા વર્ષમાં કરવાથી તમે આખુ વર્ષ સંકટો અને સમસ્યાઓથી બચી રહેશો. તો આવો, જાણીએ લાલ કિતાબના એવા ઉપાયો જેનુ પાલન કરીને તમે આખુ વર્ષ સુરક્ષિત રહી શકો છો.

હનુમાનજીને ચડાવો ચૌલા

હનુમાનજીને ચડાવો ચૌલા

વર્ષ 2022માં કમસે કમ બે વાર હનુમાન ચાલીસાજીને ચૌલા જરુર ચડાવો. વર્ષના કોઈ પણ મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીને ચૌલા ચડાવવાથી તેમની કૃપા તમારા પર રહેશે. આનાથી આખુ વર્ષ તમે સંકટોમાંથી બચેલા રહેશો.

નાળિયેરથી દૂર થશે ખરાબ નજર

નાળિયેરથી દૂર થશે ખરાબ નજર

પોતાના પરિવારના સભ્યો ઉપરથી નાળિયેરને 21 વાર વાર કરીને અગ્નિમાં સળગાવી દો. આ રીતે નાળિયેરથી 21 વાર નજર ઉતારીને વહેતા પાણીમાં વહાવી દો. અલગ-અલગ સભ્યો માટે અલગ-અલગ નાળિયેરનો ઉપયોગ કરો. આવા વર્ષમાં 6-6 મહિનાના અંતરમાં કરો અને આ ઉપાયને મંગળવાર, ગુરુવાર કે શનિવારના દિવસે જ કરો. આ ઉપાયથી તમારા અને તમારા પરિવાર પર પડેલી બધી ખરાબ નજરો અને બલાઓ ઉતરી જશે.

શનિની કૃપા માટે આ ઉપાય રહેશે કારગર

શનિની કૃપા માટે આ ઉપાય રહેશે કારગર

કમસે કમ 10 દ્રષ્ટિહીન લોકોને ભોજન કરાવવાથી શનિ દોષ સમાપ્ત થાય છે. આ ઉપરાંત કઈ દિવ્યાંગ, સન્યાસી કે નિર્ધનને પણ ભોજન કરાવવાથી ફળની પ્રાપ્તિ થાય છે. આવુ વર્ષમાં બે વાર જરુર કરવુ. આનાથી શનિ દોષ ખતમ થઈ જશે અને શનિદેવની કૃપા જળવાઈ રહેશે.

આંખોમાં લગાવો સૂરમો

આંખોમાં લગાવો સૂરમો

આંખોમાં કાજલ લગાવવાની આપણામાંથી ઘણાને આદત હોય છે. પરંતુ કાળો સૂરમો લગાવવો આંખો માટે સારો રહે છે એટલુ જ નહિ પરંતુ તમારા માટે શુભ પણ રહેશે. આંખોમાં કાળો સૂરમો આંજવાથી 11 દિવસ સુધી સતત લગાવો. આ મંગળકારી હશે.

ધાબળાનુ કરો દાન

ધાબળાનુ કરો દાન

દાન કરવુ આમ પણ પુણ્ય માનવામાં આવે છે. કાળા અને સફેદ રંગના બેરંગી ધાબળાને લઈને ખુદ પર 21 વાર વારો અને કોઈ જરુરિતાયમંદને દાન કરો. આ કાર્ય શનિવારે કરો અને આવુ વર્ષમાં એક વાર કરી શકો છો. જો કોઈ અન્ય સિઝનમાં દાન કરી રહ્યા હોય તો ધાબળાની જગ્યાએ બેરંગી દાન કરો.

તીર્થ યાત્રા પર જાવ

તીર્થ યાત્રા પર જાવ

શાસ્ત્ર વિધિ અનુસાર વર્ષમાં એક વાર તીર્થ યાત્રા જરુર કરવી જોઈએ. ખાસ કરીને જ્યાં કોઈ નદી હોય. લાલ કિતાબ અનુસાર તીર્થ યાત્રા કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે.

English summary
Lal Kitab Upay 2022: Follow these Lal Kitab remedies for Good Luck in New Year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X