
ભાઈ- બહેનના પ્રેમનું બંધન.. આ રક્ષાબંધન પર બહેનને મોકલો આ સ્પેશિયલ સંદેશ
ભાઈ બહેનના પ્રેમનો પ્રતિક રક્ષાબંધન આ વખતે શ્રાવણ મહિનાના સોમવારે એટલે કે 3 ઓગસ્ટે પડી રહ્યો છે. આ વખતે રક્ષા બંધન વધુ ખાસ બની ગોય છે કેમ કે આ પર્વ પર સર્વાર્થ સિદ્ધિ અને દીર્ઘાયુ આયુષ્માનનો શુભ સંયોગ પણ બની રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે રક્ષાબંધન પર આવો શુભ સંયોગ 29 વર્ષ બાદ આવ્યો છે. સાથે જ આ વર્ષે ભદ્રા અને ગ્રહણનો પડછાયો પણ રક્ષાબંધન પર નથી પડી રહ્યો.
આમ તો કહેવાય છે કે રાખડી એક કાચો દોરો હોય છે, પરંતુ આ ભાઈ બહેનના મજબૂત સંબંધની નિશાની અને પ્રતિક હોય છે. આ દોરા દ્વારા ભાઈ પોતાની બહેન પ્રત્યે વચનબદ્ધ થાય છે. રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનોને ઉપહાર આપે છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ રક્ષાબંધન હોય છે, જે આ પર્વના મહત્વને વધારી દે છે. રક્ષાબંધનના આ ખાસ તહેવારના અવસર પર આ શાનદાર અને ટ્રેન઼્ડિંગ મેસેજ દ્વારા તમારા ભાઈ અને બહેનોને શુભકામનાઓ આપો અને તેઓ તમારા માટે કેટલા ખાસ છે તે જણાવો.
1. બહેનનો પ્રેમ કોઈ વરદાનથી કમ નથી,
પછી તે કેટલી પણ દૂર હોય કોઈ ગમ નહી.
હંમેશા સંબંધ દૂરીઓથી નબળા પડી જાય,
પરંતુ ભાઈ બહેનનો પ્રેમ ક્યારેય ઓછો ના થાય.
રક્ષાબંધનની શુભકામના
2. આ રક્ષાની દોરી
એ ફક્ત દોરી નથી,
આ તો બહેનનો ભાઈને અને ભાઈનો બહેનને
હ્રદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.
3. ભાવ, સ્નેહનું સતત સર્જન અદકેરું બંધન,
રક્ષાબંધન,
રેશમનો તાર એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર,
રક્ષાબંધનના ખુબજ અભિનંદન
4. "કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી..
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી.."
ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ
ભાઈઓને જીવનદાન આપ્યું બહેનોએ, રક્ષાબંધન પર વાંચો ખાસ અહેવાલ