Business Horoscope 2017: સિંહ રાશિના સફળતાના યોગ
સિંહ રાશિના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો આ વર્ષે સાવધાન રહે. વધુ નફો કમાવાની લાલચમાં તમે તમારી મૂડી અને બચત ગુમાવી દો એવું બની શકે છે. માટે આવા કામમાં ખૂબ સમજી વિચારીને નિર્ણય લેવો. તેમાં જો તમે પાર્ટનરશિપમાં આવું કોઇ કામ કરવાના હોવ તો વધુ સાવધ રહેવું.
અન્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ઉધારમાંથી મુક્તિ મળશે. નવા વેપારમાં રોકાણ કરી શકો છો. વર્ષના મધ્યે જુલાઇ-ઓગસ્ટમાં વિદેશમાંથી કોઇ મોટો પ્રોજેક્ટ મળવાની શક્યતા છે. ફેબ્રૂઆરીમાં શનિનું રાશિ પરિવર્તન થતાં સિંહ રાશિ શનિની અસરમાંથી મુક્ત થશે. ત્યારે વેપારમાં સફળતા મળવાના યોગ છે. લાલ વસ્તુઓ, લાલ અનાજ, વસ્ત્રો કે ખેતી સાથે જોડાયેલા કામોમાં લાભના સંકેત છે. વેપારી સૂઝબૂઝના પરિણામે સારો આર્થિક લાભ મેળવી શકશો, જેનાથી ઉધાર ચૂકવાઇ જશે.
લોખંડના વેપારમાં લાભ
રાશિ સ્વામી સૂર્યનો સંકેત છે, કે જે જાતકો પોતાના પિતા મળીને બિઝનેસ કરી રહ્યાં છે, તે અલગ થઇ પોતાનો જુદો બિઝનેસ શરૂ કરી શકે છે. લોખંડના વેપારમાં લાભ મળશે. ઑટોમોબાઇલ એજન્સિ લઇ શકો છો. 20 ઓક્ટોબરથી 24 ડિસેમ્બર 2017 સુધીનો સમયમાં વધુમાં વધુ પરિવર્તન આવશે. વેપારને લીધે દોડભાગ રહેશે, પરંતુ અંતે લાભ થશે.
- લાભઃ લાલ અનાજ. દાળ, વસ્ત્ર, કૃષિ, દવાઓ
- નુકસાનઃ પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ
- ઉપાયઃ વર્ષના આરાધ્ય છે શનિ દેવ. શનિવારે મંદિરમાં કાળી વસ્તુ, કાળા કપડા, કાળી દાળ તથા સરસવના તેલનું દાન કરવું. રોજ સૂર્યને તથા શિવલિંગ પર પાણી ચડાવવું.