• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Love Horoscope 2018: તુલા રાશિનું પ્રેમનું રાશિફળ 2018

By desk
|
Google Oneindia Gujarati News

તુલા રાશિના પ્રેમીઓ માટે નવું વર્ષ અનેક ચેલેન્જો લઈને આવી રહ્યુ છે. જો કે ગભરાવાની જરૂર નથી, કારણ કે પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય અંતે તો ભલું તમારુ જ થવાનું છે. નવા વર્ષના સિતારા ઈશારો કરી રહ્યા છે કે, તમારા માટે નવા વર્ષની શરૂઆત થોડી મુશ્કેલીભરી રહેશે. વાતે વાતે તમારી વચ્ચે બહેશબાજી થશે, તમને લાગશે કે તમારો પાર્ટનર પહેલા જેવો રહ્યો નથી, એકદમ બદલાઈ ગયો છે. આવા સમયે તમારા પાર્ટનરને કંઈ પણ કહેતા પહેલા તમે પોતાની જાતને, તમારી ભાષાને અને તમારા વિચારોને પારખી લેજો. ક્યાંય એવું ન બને કે તમે જ સમય સાથે કેટલીક નવી અપેક્ષાઓ રાખી બેઠા હોવ.

પાર્ટનરની લાગણીઓની કદર

પાર્ટનરની લાગણીઓની કદર

તમારે થોડું સાચવીને ચાલવું પડશે અને પ્રેમમાં દરેક ગાંઠોને ઉકેલતા આગળ વધવું પડશે. તમારી કુંડળીમાં તમામ બાબતો સાકારાત્મક હોવાનું દર્શાવી રહી છે. પરિણામે તમારા પાર્ટનરની લાગણીઓને સમજો અને શાંતિથી મુદ્દાઓ પર વાત કરશો, તો સમાધાન જરૂર મળી જશે. માર્ચ પછી તમારી સ્થિતિ સામાન્ય થઈ જશે. ત્યારબાદ નવું વર્ષ તમને તે બધુ જ આપશે જેની તમને અપેક્ષા છે. રોમેંટિક ડેટ્સ, મોંધા ગિફ્ટ, પ્રેમી સાથે પ્રવાસ અને પ્રેમીનો સાથ તમારા જીવનને સુંદર સપના જેવું બનાવી દેશે.

દંપતિને ત્યાં નવા મહેમાનનું આગમન

દંપતિને ત્યાં નવા મહેમાનનું આગમન

તુલા રાશિના દંપતિઓ માટે નવું વર્ષ નવી ખુશીઓ લઈને આવી રહ્યુ છે. તમે બરાબર સમજી રહ્યા છો, એક નાનો મહેમાન તમારા ઘરને ખુશીઓથી ભરી દેશે. આખુ વર્ષ એટલી ખુશાલી રહેશે કે તમે સંભાળી શકશો નહિં. વર્ષ 2018 તમારા જીવનના ઉત્તમ વર્ષોમાંનું એક બનવાનું છે. જે તમને અનેક યાદગાર પળો આપી જશે.

ગ્રહો તમારા પક્ષે

ગ્રહો તમારા પક્ષે

જેમને તેમનો પ્રિય પાર્ટનર મળી ગયો છે તેમની માટે આગળ વધવા માટે ગ્રીન સિગ્નલ મળી શકે છે. વિના સંકોચે પ્રેમનો એકરાર કરો, મોડું કરવાથી કંઈ થશે નહિં. સિતારા તમારા પક્ષમાં છે. એવું પણ થઈ શકે છે કે અહીં તમે પ્રેમનો એકરાર કરો અને તરત જ લગ્ન પણ થઈ જાય.

સ્પેશ્યલ પર્સન તમારી આસપાસ જ છે

સ્પેશ્યલ પર્સન તમારી આસપાસ જ છે

જેઓ જીવનમાં સ્પેશ્યલ પર્સન આવવાની રાહ જોઈ રહ્યા છે તેવા યુવાઓએ થોડુ વધુ સોશ્યલ થવાની જરૂર છે. મિત્રોમાં હળો-મળો, પાર્ટીમાં સમય વિતાવો. તમારો સ્પેશ્યલ પર્સન તમારી આસપાસ જ છે. જરૂર છે માત્ર તેને ઓળખવાની. નજરો દૂર સુધી દોડાવો અને તમારા પ્રેમીના સ્વાગત માટે તૈયાર થઈ જાવ.

English summary
Read Free Love Horoscope of libra in 2018. Libra Love horoscope is now available in Gujarati. Get tips to make your love life good
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X