For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુર્ભાગ્ય નોતરનારા આ છોડોને ભૂલથી પણ ઘરમાં ન લાગવો...

ફેંગશુઈમાં વિશ્વાસ કરનારા લોકો મનીપ્લાન્ટને જરૂર લગાવે છે કારણ કે તે આરોગ્ય અને વાસ્તુ બંને મુજબ લાભકારક હોય છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

લોકો પોતાના ઘરના ઈન્ટીરિયરમાં ચાર ચાંદ લગાવવા વિવિધ વેરાયટીના પ્લાન્ટ લગાવતા હોય છે. જે લોકોને ગાર્ડનિંગમાં રસ છે તેઓ ઘરમાં દરેક પ્રકારના પ્લાન્ટ લગાવવું પસંદ કરે છે. આમ તો હિંદુ ધર્મમાં તુલસીના છોડને વધુ મહત્તા અપાઈ છે અને ફેંગશુઈમાં વિશ્વાસ કરનારા લોકો મનીપ્લાન્ટને જરૂર લગાવે છે કારણ કે તે આરોગ્ય અને વાસ્તુ બંને મુજબ લાભકારક હોય છે. કેટલાક છોડો એવા પણ હોય છે જે બિમારીઓ અને દુર્ભાગ્યને નોતરે છે. વાસ્તુ અનુસાર આવા છોડો ઘરમાં નકારાત્મક ઉર્જાને ખેંચે છે. આવો જાણીએ એવા કેટલાક છોડો વિશે...

કેક્ટસ

કેક્ટસ

વાસ્તુ અનુસાર ઘરમાં કાંટાળા છોડ વાવવા યોગ્ય નથી. ઉપરાંત એવા છોડો જેમાંથી દૂધ નીકળતુ હોય તેને પણ ઘરમાં લગાવવાથી નકારાત્મક ફેલાય છે.

બોન્સાઈ છોડ

બોન્સાઈ છોડ

આ પ્રકારના છોડો નાના આકારના હોય છે. જેને કારણે ઘરમાં લગાવવાથી ઘરમાં રહેનારા સભ્યોની ઉન્નતિ અટકે છે. તેનાથી આર્થિક તંગી આવે છે. આ કારણે ક્યારેય ઘરની શોભા વધારવા બોનસાઈ છોડનો ઉપયોગ કરશો નહિં.

આમલીનું ઝાડ

આમલીનું ઝાડ

જેઓના ઘરનું ગાર્ડન મોટું હોય છે તેઓ ઘરમાં મોટા વૃક્ષો પણ વાવતા હોય છે. જે કે મોટા વૃક્ષોમાં આમલીનું ઝાડ કે જેના પાન નાના-નાના હોય છે. આમલીનું ઝાડ ઘરના વાતાવરણ પર ખરાબ પ્રભાવ કરે છે. ઘરમાં મહેંદીના છોડ પણ ન લગાવવો જોઈએ, એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં ભૂત-પ્રેતનો વાસ રહે છે.

સુકાયેલા છોડ

સુકાયેલા છોડ

જો છોડ સુકાઈ ગયો હોય તો તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ ઉપરાંત સુકાયેલા ફૂલો પણ ઘરમાં રાખવા દુર્ભાગ્યનું પ્રતિક મનાય છે.

બાવળ

બાવળ

ઘરમાં બાવળનો છોડ પણ ક્યારેય વાવવો નહિં. કહેવાય છે કે તેને ઘરમાં વાવવાથી વિવાદ થાય છે. આ ઉપરાંત ઘરમાં કોટનનો છોડ પણ ન વાવવો જોઈએ. તેને ઘરમાં રાખવો અશુભ મનાય છે.

કપાસનો છોડ

કપાસનો છોડ

કપાસનો છોડ, રેશમી કપાસનો છોડ અને પાલ્મીરા વૃક્ષ શુભ ગણાતા નથી. તેને ઘરમાં વાવવાથી ઘરની નેગેટીવીટી વધે છે.

ઉત્તર દિશામાં છોડ ન લગાવો

ઉત્તર દિશામાં છોડ ન લગાવો

ભલે છોડ નાનો હોય કે મોટો પણ ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં તેને લગાવવું નહિં. આ દિશામાં છોડ વાવવાથી ઘરમાં નેગેટીવીટીનો વાસ થાય છે.

English summary
To make your house Vaastu-friendly, here are some tips about which plants you should avoid keeping at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X