વાર્ષિક લવ રાશિફળઃ વર્ષ 2021માં આ રાશિઓના લગ્ન અને પ્રેમ જીવનમાં આવશે ખુશીઓ
શું આવનારુ નવુ વર્ષ એટલે કે 2021 તમારા લગ્ન અને પ્રેમ જીવન માટે ખુશીઓની બહાર લઈને આવશે? જો તમે જાણવા માટે ઉત્સુક હોય તો વાંચો તમારુ રાશિફળ જેમાં તમને તમારા લગ્ન અને રોમેન્ટીક લાઈફને લગતી આખા વર્ષની દરેક નાની મોટી માહિતી મળી રહેશે. તો આવો જોઈએ કે તમારા ભાગ્યના તારા શું કહે છે.

મેષ (20 માર્ચથી 18 એપ્રિલ):
તમારા લગ્ન જીવનમાં આ વર્ષનો મોટાભાગનો સમય તણાવ રહેશે. જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં કડવાશ આવશે. નાની નાની બાબતોમાં તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘરનુ વાતાવરણ પણ બગડી શકે છે. જો તમે સમયસર વસ્તુઓને નહિ સંભાળો તો પછી આ વાત ઘણી આગળ વધી શકે છે. લવ લાઈફની વાત કરીએ તો વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ રોમેન્ટીક રહેશે. આ સમય દરમિયાન તમે બંને એક બીજાના પ્રેમમાં ડૂબેલા રહેશો. વર્ષના મધ્યમાં વસ્તુઓ થોડી ખરાબ થઈ શકે છે. તમારા સંબંધને લઇને તમારા ઘરમાં બબાલ થઈ શકે છે. જો કે વર્ષના અંત સુધીમાં સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. બની શકે છે કે આ સમયગાળા દરમિયાન તમારા સંબંધને મંજૂરી પણ મળી જાય.

વૃષભ (19 એપ્રિલથી 19 મે):
વર્ષની શરૂઆત તમારા માટે થોડી ધીમી રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેના તમારા મતભેદો વધુ ઉગ્ર થઈ શકે છે. પરિસ્થિતિ ગમે તે હોય તમને તમારી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવાની સલાહ આપવામાં આવે છે નહિતર તમે તમારા જીવનસાથીને માનસિક રીતે પણ નુકસાન પહોંચાડી શકો છો. એપ્રિલ પછીનો સમય તમારા માટે સારો રહેશે. આ સમય દરમિયાન તમારા બાળકને કોઈ મોટી સફળતા મળી શકે છે. લવ લાઇફ વિશે વાત કરીએ તો કઠોર સંઘર્ષ પછી આખરે તમારા સંબંધને મંજૂરી મળી શકે છે. તમે વર્ષના અંત સુધીમાં પરિણય સૂત્રમાં બંધાઈ શકો છો.

મિથુન (20 મેથી 20 જૂન):
આ વર્ષ તમારા લગ્ન જીવનમાં ખુશીઓ વધારશે. જો લાંબા સમયથી જીવનસાથી સાથેના તમારા સંબંધો સારી રીતે નથી ચાલી રહ્યા તો આ વર્ષે તમારી વચ્ચેનુ અંતર ઘટશે. તેમાં પણ ખાસ કરીને વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. આ સમય દરમિયાન તમને તમારા પ્રિયજન સાથે મુસાફરી કરવાની તક પણ મળશે. વર્ષના મધ્યમાં સાસરા પક્ષ તરફથી થોડો તણાવ શક્ય છે. જો કે ટૂંક સમયમાં બધુ જ સામાન્ય થઈ જશે. લવ લાઇફ વિશે વાત કરીએ તો તમે આંખો બંધ કરીને પોતાના પાર્ટનર પર ભરોસો કરવાની ભૂલ ન કરતા. આ વર્ષે મોટાભાગનો સમય તમારી વચ્ચે તણાવ રહેશે. તમારી વચ્ચે બ્રેકઅપ પણ શક્ય છે.

કર્ક (21 જૂનથી 21 જુલાઈ):
લગ્ન જીવન બાબતે વર્ષ 2021 તમારા માટે મિશ્ર પરિણામ આપનારુ રહેશે. તમારા દાંપત્ય જીવનમાં ઉતાર-ચડાવની પરિસ્થિતિઓ આવતી રહેશે. જો કે વચ્ચે-વચ્ચે તમારી વચ્ચે કડવાશ ઘણી વધી શકે છે પરંતુ તમે પોતાની સમજદારીથી બધુ સંભાળવામાં સફળ રહેશો. વર્ષની શરૂઆતમાં બાળકો માટે મુશ્કેલી શક્ય છે. વર્ષનો મધ્યમ ભાગ તમારા માટે વધુ તણાવપૂર્ણ રહેવાનો છે. વર્ષનો અંત તમારા માટે કંઈક સારો રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં પ્રેમ વધશે, તમને તમારા પ્રિયજનનો ભાવનાત્મક સહયોગ પણ મળશે. લવ લાઈફની વાત કરીએ તો જો તમે લવ મેરેજ કરવા માંગતા હોય તો તમારા રસ્તામાં ઘણી અડચણો આવી શકે છે. પરિવારજનો તમારા સંબંધોને નામંજૂર કરી શકે છે.

સિંહ (22 જુલાઈથી 21 ઓગસ્ટ):
વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ સારી રહેશે. આ સમય દરમિયાન તમારો જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત રહેશે. તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ પણ વધશે. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમને તમારા પ્રિયજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. વર્ષનો મધ્યમ ભાગ તમારા માટે યોગ્ય નથી. આ સમય દરમિયાન લગ્નજીવનમાં તકરાર વધી શકે છે. તમારા પ્રિયજનનો ઉગ્ર સ્વભાવ તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમે મોટાભાગના સમયે ઉદાસ રહેશો. તમારી વચ્ચેના તણાવની અસર તમારા બાળકો પર પણ પડી શકે છે. વર્ષના અંત સુધીમાં તમારા લગ્ન જીવનમાં શાંતિ પાછી આવે તેવી સંભાવના છે. જો કે તમને તમારા વર્તન અને વાણી પર વધુ ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. લવ લાઈફની વાત કરીએ તો, જો તમે સિંગલ હોય તો આ વર્ષે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી તમારા જીવનમાં થઈ શકે છે. વળી, તમારા લવ મેરેજ થવાની પણ પ્રબળ સંભાવના છે.

કન્યા (22 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બર):
વર્ષ 2021 તમારા લગ્ન જીવન માટે ખૂબ જ શુભ ફળ આપનાર છે. તમારા દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે તેમજ તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત રહેશે. વર્ષની શરૂઆતમાં તમારા પ્રિયજનને કોઈ મોટી સફળતા મળી શકે છે. તમને તમારા પ્રિયજનની સિદ્ધિઓ પર ખૂબ ગર્વ થશે. ઓગસ્ટ પછીનો મહિનો તમારા જીવનસાથી માટે ખૂબ વ્યસ્ત રહેવાનો છે. આ સમયગાળામાં તેઓ તમને પૂરતો સમય આપી શકશે નહિ. જો કે પરસ્પર સમજણ હોવાને કારણે, તમારી વચ્ચે કોઈ મોટી સમસ્યા થશે નહિ. રોમેન્ટીક જીવનમાં પણ પ્રેમ અને ઉત્સાહ જળવાઈ રહેશે. તમે તમારા સંબંધોમાં અદભૂત આકર્ષણનો અનુભવ કરશો. આ સમયગાળામાં તમે તમારા સંબંધોને આગળ વધારવાનો નિર્ણય પણ નક્કી કરી શકો છો.

તુલા (22 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર):
જો તમારા લગ્ન જીવનની વાત કરીએ તો વર્ષ 2021 તમારા માટે કંઈ વધુ સારુ રહેવાનુ નથી. વર્ષની શરૂઆતથી જ તમારી વચ્ચે તણાવ રહેશે. નાની-નાની બાબતોમાં તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે. પૈસાને લઈને જીવન સાથી સાથે ખટપટ રહેશે. વર્ષના મધ્યમાં તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા લગ્ન જીવનને પણ અસર કરશે. વર્ષના અંતે સાસરી પક્ષ સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે. તમારી લવ લાઈફની વાત કરીએ તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે. તમારા પ્રેમ લગ્ન થવાની પ્રબળ સંભાવના છે. તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને તમે એકબીજા પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહેશો.

વૃશ્ચિક (23 ઓક્ટોબરથી 20 નવેમ્બર):
લગ્ન જીવનની વાત કરીએ તો વર્ષ 2021 તમારા માટે ખૂબ જ ઉતાર-ચડાવવાળુ રહેશે. તમારા લગ્ન જીવનમાં ઘણા પડકારો આવશે પરંતુ તેમ છતાં તમારા સંબંધો મજબૂત રહેશે. જો કે આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથી સાથે વધુ સમય વિતાવવાની તક નહિ મળે કારણ કે તેઓ તેમના કામમાં ખૂબ વ્યસ્ત રહેશે. વળી, બીજી તરફ જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા લગ્ન જીવનને અસર કરશે. રોમેન્ટીક જીવન માટે આ વર્ષ મિશ્ર રહેવાની અપેક્ષા છે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ નબળો પડી રહ્યો હોય તેવુ લાગી રહ્યુ છે. નાની બાબતોમાં તમારી વચ્ચે ગેરસમજ થઈ શકે છે. સારુ રહેશે કે તમારી વ્યક્તિગત બાબતોમાં કોઈ ત્રીજી વ્યક્તિને દખલઅંદાજી ન કરવા દો.

ધન (21 નવેમ્બરથી 20 ડિસેમ્બર):
વર્ષના પ્રારંભમાં તમારા જીવનસાથીને સ્વાસ્થ્યની કોઈ મોટી સમસ્યા થઈ શકે છે. આ સમય દરમિયાન તમે તેના સ્વાસ્થ્ય વિશે ખૂબ ચિંતા કરશો. આ સમયગાળા દરમિયાન તમારો મોટાભાગનો સમય ડૉકટરો અને હોસ્પિટલોમાં પસાર થશે. વર્ષનું મધ્યમ તમારા માટે સારુ રહેશે. આ સમય દરમિયાન જીવનસાથીના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી વચ્ચે નિકટતા પણ વધશે. તમે ભવિષ્યને લઈને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. ઓક્ટોબર પછીનો સમય તમારા માટે સામાન્ય રહેશે. રોમેન્ટીક લાઇફ વિશે વાત કરીએ તો તમને આ સમયગાળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એ બાબતનુ ધ્યાન રાખવુ પડશે કે નાની-નાની બાબતોને લઈને કારણ વિના તમે પોતાના પાર્ટનર પર શંકા ન કરો નહિતર તમારો સંબંધ વધુ ખરાબ થઈ શકે છે.

મકર (21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી):
જાન્યુઆરીથી એપ્રિલનો સમય તમારા લગ્ન જીવન માટે ખૂબ જ મુશ્કેલ રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે ઘરનુ વાતાવરણ ખૂબ તણાવપૂર્ણ રહેશે. તમે તમારી વચ્ચેનુ અંતર ઘટાડી નહિ શકો. સપ્ટેમ્બર પછીનો સમય તમારા માટે રાહતનો રહેશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથીના વર્તનમાં નરમાશ જોવા મળશે. તેમના વર્તનમાં મોટો ફેરફાર થઈ શકે છે. તમારે પણ તમારા લગ્ન જીવનની શાંતિ જાળવવા માટે તમારા તરફથી પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. લવ લાઈફની દ્રષ્ટિએ આ વર્ષ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમે તમારી જાતને તમારા પાર્ટનરની ખૂબ નજીક અનુભવશો. તમારી વચ્ચે વિશ્વાસ વધશે અને તમે તમારા સંબંધોને લઈને પણ ખૂબ ખુશ થશો. તમે આ વર્ષે લગ્ન કરવાનુ પણ નક્કી કરી શકો છો.

કુંભ (20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી):
વર્ષ 2021 તમારા લગ્ન જીવનમાં ખુશીઓની બહાર લાવશે. જો તમને કોઈ મતભેદ અથવા અનબન હશે તો બધી સમસ્યાઓ આ વર્ષે સમાપ્ત થશે. તમારો પ્રેમ વધશે અને તમારો સંબંધ પણ મજબૂત થશે. વ્યવસાય હોય કે નોકરી તમારા જીવનસાથીને આ વર્ષે કોઈ મોટી સફળતા મળે તેવી પ્રબળ સંભાવના છે. તેની પ્રગતિથી તમે ખૂબ ખુશ થશો. સપ્ટેમ્બર પછીનો સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે. લવ લાઈફની વાત કરીએ તો આ વર્ષે તમારી રોમેન્ટીક લાઇફમાં સ્થિરતા રહેશે. તમે તમારા સંબંધોથી સંતુષ્ટ રહેશો અને તમારા પાર્ટનર પરનો તમારો વિશ્વાસ વધુ મજબૂત બનશે. જો તમે તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વિશે વાત કરવાનુ વિચારી રહ્યા હોય તો એપ્રિલ પછીનો સમય આના માટે અનુકૂળ રહેશે.

મીન (19 ફેબ્રુઆરીથી 19 માર્ચ):
વર્ષ 2021 તમારા લગ્ન જીવન માટે ઉત્તમ સાબિત થશે. જાન્યુઆરીથી માર્ચનો સમયગાળો જીવનસાથી સાથે ખૂબ આનંદમાં પસાર થશે. તમારા સંબંધોમાં મધુરતા વધશે અને તમે તમારા સંબંધોમાં નવીનતાનો અનુભવ કરશો. જો કે તમારી વચ્ચે ખાટી-મીઠી નોંકઝોંક થઈ શકે છે પરંતુ તેમાં કોઈ મોટી સમસ્યા દેખાતી નથી. સંતાન પક્ષ તરફથી પણ સુખ મળશે. શિક્ષણ ક્ષેત્રે તેમનુ પ્રદર્શન ખૂબ પ્રશંસનીય રહેશે. લવ લાઈફની બાબતમાં આ સમય તમારા માટે મિશ્ર પરિણામ આપનારુ રહેશે. આ સમયમાં તમારી વચ્ચે ગેરસમજો અને મતભેદો થતા રહેશે પરંતુ તેમછતાં એકબીજા પ્રત્યે તમારો લગાવ ઘટશે નહિ. તમે દરેક અડચણોને પાર કરીને તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે પૂરા પ્રયત્નો કરશો.