For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો વર્ષ 2018ના મુખ્ય પાંચ ભાગ્યશાળી રંગો વિશે..

વર્ષ 2018માં કેટલાક પાંચ મુખ્ય રંગો છે જે તમારા જીવનમાં ઈચ્છિત કામ પૂરાં કરવાની તકો વધારી શકે છે તો જાણો વર્ષ 2018ના આ પાંચ લકી રંગો કયા છે

By Sushila Chauhan
|
Google Oneindia Gujarati News

રંગોનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, જીવનમાં રંગોનું ન હોવું ક્યારેય વિચારી ન શકાય. રંગ વિના વ્યકિતનું જીવન શક્ય નથી. દરેક વ્યકિતનો પોતાને કોઈ મનપસંદ રંગ હોય છે. અને દરેક વ્યકિત માટે કોઈ એક રંગ શુભ હોય છે. આ રંગો વ્યકિતના જીવનને રંગીન બનાવે છે. વર્ષ 2018માં આવા કેટલાક પાંચ મુખ્ય રંગો છે જે તમારા જીવનમાં ઈચ્છિત કામ પૂરાં કરવાની તકો વધારી શકે છે. જેમકે, તમે ઈચ્છિત કોલેજમાં એડમિશન મેળવી શકો છો અથવા આ રંગોનો ઉપયોગ કરી તમે તમારા પ્રેમીને પ્રભાવિત કરી શકો છો.
ફેંગશુઈ આ પાંચ રંગોને આ વર્ષ માટે શુભ માને છે. તો જાણો વર્ષ 2018ના આ પાંચ લકી રંગો કયા છે?

color

ટેરાકોટા

નવા વર્ષે તમારે પકવેલી માટી જેવા ટેરોકોટા કલરને આવકારવું આવશ્યક છે. આ રંગ હકારાત્મકતા, સંતુલન અને આશાનું યોગ્ય મિશ્રણ છે. આ રંગ તમને નવા વર્ષે જરૂરી ઉર્જા પૂરીં પાડશે.


જાંબલી

જાંબલી રંગ આધ્યાત્મનો રંગ છે. જાંબલી રંગ એ સત્યનો રંગ છે. તમારા લક્ષ્યો હાંસલ કરવામાં વાસ્તિવક બનો. સાચા બનો અને તમારા ધ્યેયને હાંસલ કરો. જેમાં આ વર્ષે જાંબલી રંગ તમને મદદરૂપ બની શકે છે, તો તેને નવા વર્ષે સ્વીકારવાનું ભૂલશો નહિં.


પીળો

પીળો રંગ એ એવો રંગ છે જે તમને વ્યકિતગત સંબંધોમાં સ્થિર બનાવે છે. ખાસ કરીને જ્યારે તમે ઘરે હોવ ત્યારે પીળા રંગના વસ્ત્રો, વસ્તુઓ કે અને ચીજોનો ઉપયોગ કરો. આ રંગ વાસ્તુનો ખૂબ જ મુળભૂત રંગ છે. તેનાથી નવા વર્ષે તમારા સંબંધોમાં મજબૂતાઈ આવશે.


ગુલાબી

આ રંગ ખૂબ સુક્ષ્મ અને નરમ કંપનોથી ભરેલો હોય છે. જેઓ નવા વર્ષે નવી નોકરીની અપેક્ષા રાખી રહ્યા છે, તેઓ જરૂર આ રંગની શક્તિને ઓળખે અને તેનો ઉપયોગ કરી તેનો લાભ મેળવે.


સેન્ડલ કલર

આ પ્રભાવશાળી રંગ નવા વર્ષે તમારી તમામ આળસને દૂર કરી તમારા ધારેલા શિડ્યુલ પ્રમાણે તમને આગળ વધવામાં મદદ કરશે અને તમારા કાર્યભારણને હળવો કરવામાં મદદ કરશે. શક્ય છે કે નવા વર્ષે આ રંગની મદદથી તમે ધારેલા લક્ષ્યોને હાંસલ કરી શકશો. .

English summary
Top 5 lucky colours for 2018 - You can increase your chances of getting the desired job, to get entry to desired college or even to impress love of your life by using these colours which Feng Shui believes are lucky colours for the year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X