• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રંગ ચમકાવી શકે છે તમારી કિસ્મત, રાશિ પ્રમાણે તમારો લકી કલર

|
Google Oneindia Gujarati News

જ્યોતિષ એક એવું શાસ્ત્ર છે, જેમાં ભૌતિક પરિસ્થિતિ, માનસિક સ્થિતિ દ્વારા જીવનને સારું બનાવવામાં મદદ મળે છે. કોઈ પણ વ્યક્તિની પ્રગતિાં 12 રાશિના સ્વામી ગ્રહ અને તેને સંબંધિત રંગ મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો: તમારી હસ્ત રેખાથી જાણો તમારા લવ મેરેજ થશે કે અરેન્જ

તો ચાલો આજે જાણીએ કઈ રાશિના જાતક માટે કયો રંગ લકી છે. કયા રંગના ઉપયોગથી તમે તમારી કિસ્મત ચમકાવી શક્શો.

મેષ

મેષ

મેષ રાશિનો સ્વામી મંગળ હોય છે, એટલે તમારો લકી કલર સિંદુર જેવો લાલ છે. આ રાશિના જાતકોએ મહત્વના કામમાં આ કલરના કપડાને પ્રાધાન્ય આપવું જોઈએ

વૃષભ

વૃષભ

વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, એટલે પારદર્શી સફેદ રંગ આ રાશિના જાતકોના ભાગ્યોદય માટે સહાયક બને છે. જ્યારે પણ કોઈ ખાસ કામ માટે જાવ ત્યારે સફેદ રૂમાલ કે સફેદ કપડા સાથે રાખો.

મિથુન

મિથુન

મિથુન રાશિનો સ્વામી બુધ છે. આ રાશિના જાતકોનો લકી કલર લીલો છે. આમ તો લીલો પ્રકૃતિનો રંગ છે, સાથે જ આંખોને ઠંડક પણ આપે છે. એટલે તમારે ઈન્ટરવ્યુ જેવું મહત્વનું કામ હોય તો લીલા રંગના કપડા પહેરો.

કર્ક

કર્ક

કર્ક રાશિનો સ્વામી છે ચંદ્ર. આ રાશિના જાતકો દૂધિયા સફેદ રંગનો ઉપયોગ કરે તો સફળતાના ચાન્સીસ વધી શકે છે. દૂધિયા સફેદ રંગનો ઉપયોગ તમારો આત્મવિશ્વાસ પણ વધારશે. જેનાથી સફળતાના ચાન્સીસ પણ વધી જશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના લોકો માટે લાલ રંગ લકી સાબિત થાય છે. કારણ કે આ રાશિનો સ્વામી સૂર્ય છે. સૂર્ય આખા સૌર મંડળને પ્રકાશ આપે છે. એટલે આ રંગનો ઉપયોગ તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે છે.

કન્યા

કન્યા

કન્યા રાશિનો સ્વામી બુધ છે. એટલે આ રાશિના જાતકોનો લકી કલર લીલો છે. મહત્વના કામ દરમિયાન શક્ય હોય તો લીલા કપડા પહેરો. અથવા લીલા રંગનું કપડું ખિસ્સામાં સાથે રાખો.

તુલા

તુલા

તુલા રાશિના લોકોના ભાગ્યોદયમાં સફેદ રંગ મદદ કરી શકે છે. તમારી રાશિનો સ્વામી શુક્ર છે. જેને સફેદ વસ્તુઓ ખૂબ જ પસંદ છે. આમ તો સફેદ રંગ શાંતિ અને સંધિનો રંગ છે. એટલે સફેદ રંગનો ઉપયોગ તમને કોર્ટ કચેરીના ધક્કામાંથી મુક્તિ અપાવી શકે છે.

વૃશ્વિક

વૃશ્વિક

વૃશ્વિક રાશિનો સ્વામી છે મંગળ. આ રાશિના જાતકોએ લાલ રંગનો વધુ ઉપયોગ કરવો જોઈએ.

ધનુ

ધનુ

ધનુ રાશિના લોકોનો લકી કલર છે પીળો. જો તમે તમારા દૈનિક જીવનમાં આ રંગનો વધુ ઉપયોગ કરશો, તો આ રંગ તમારા ભાગ્યોદયમાં મદદગાર સાબિત થઈ શકે છે. આ રાશિનો સ્વામી ગુરુ છે.

મકર

મકર

મકર રાશિનો સ્વામી શનિ છે, પરંતુ આ રાશિના લોકો માટે જાંબલી કલર લકી સાબિત થઈ શકે છે. જ્યારે પણ કોઈ અગત્યના કામ માટે કે અગત્યની મીટિંગ માટે જાવ ત્યારે આ રંગના કપડાને સાથે રાખો. તમને સફળતા ચોક્કસ મળશે.

મીન

મીન

મીન રાશિના લોકો માટે પીળો અને સફેદ રંગ ભાગ્યોદય કરનાર બની શકે છે. આ રાશિનો સ્વામી પણ ગુરુ છે. આ ઉપરાંત બીજા બે ગ્રહ રાહુ અને કેતુ છાયાગ્રહ ગણાય છે. જે શનિ દ્વારા સંચાલિત છે. આ બંને ગ્રહના રંગ જુદા જુદા છે. રાહુલનો રંગ કુંગળી પ્રમાણે કાળો, કેસરી અને હળદરિયો પીળો હોય છે. તો કેતુનો રંગ દરિયાના પાણી જેવો ભૂરો હોય છે. રાશિ અનુસાર જાતકોએ કપડાના રંગની પસંદગી કરવી જોઈએ. જો યોગ્ય રંગ કે શેડના કપડા, પડદા, ચાદર કે રૂમાલનો ઉપયોગ કરશો તો દુર્ભાગ્યથી છૂટકારો મળીને સૌભાગ્યની પ્રાપ્તિ થશે.

English summary
use this color, you may get success
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X