For Quick Alerts
For Daily Alerts
કાગડાને આધારે જાણો શુભ-અશુભ સંકેત
આમ તો હિંદુ સંસ્કૃતિમાં સાપ, બિલાડી, કુતરો, ગાય અને અન્ય પ્રાણીઓમાં સંવેદનશીલતા અને પૂર્વાભાસ કરાવવાની શક્તિ છે. જેના વિશ્લેષણને આધારે આપણા ઋષિઓ એ તેને સામાજીક જીવનમાં ઉપયુક્ત માન્યતા આપેલી છે. જેવી કે ઘરેથી નીકળતા બિલાડી રસ્તો કાપે તો અશુભ મનાય છે, નીકળતી વખતે ગાયના દર્શન થાય તો તમારો દિવસ સફળ રહે છે વગેરે વગેરે...
આજે આપણે વાત કરીશું કાગડા વિશે, આપણે ત્યાં માનવામાં આવે છે કે કાગડો જો છત પર બેસીને કાં કાં કરે તો ઘરે કોઇ મહેમાન જલ્દી જ આવશે તેવું મનાય છે. ત્યારે આજે અમે તમને કાગળા સાથે જોડાયેલા આવા જ કેટલાક સંકેતો વિષે જણાવીશું. જે તમને કહેશે કે કયાં સંકેતો છે શુભ અને કયા અશુભ વધુ વાંચો અહીં..
- જો કોઈ વ્યક્તિ યાત્રાએ જઈ રહી હોય અને તે જ સમયે કાગડો આવી તમારા ઘરે બોલે તો સમજી લેવું તમારી યાત્રા લાભ કારક રહેશે.
- જો કાગડો યાત્રીના ઘરની તરફે મોઢું રાખી તે કાં કાં કરે તો કોઈ મિત્ર સાથે મુલાકાત થવાની શક્યતા છે.
- જો યાત્રા સમયે કે અન્ય કોઈ સમયે કોઈ કાગડાને સંભોગ કરતા જોઈ લો તો તે મૃત્યુ તુલ્ય એટલે કે મુત્યુના સમાચાર લઈને આવે છે.
- જો કોઈ વ્યક્તિ શાસન કે વ્યક્તિગત કામ માટે બહાર જતી હોય અને ઘરથી નીકળતી વખતે કાગડો બોલે અથવા બોલીને ઉડી જાય અને ઉડી પશ્ચિમ દિશા તરફ જતો રહે તો માની લેવું કે તમારું કામ જરૂર સફળ થશે.
- ઉપરોક્ત સ્થિતિમાં કાગડો પશ્ચિમ થી ઉત્તર દિશા તરફે જાય તો કામ મોડેથી થાય છે.
- જો કાગડો ઉડી દક્ષિણ દિશા તરફ જાય તો કામમાં નિષ્ફળતા હાથ લાગે છે.
- જો કાગડો યાત્રા કરતી વખતે ઉપરથી નીચે ઉતરતો દેખાય તો સમજી લેવું કે તમારા કામમાં અડચણો પેદા થશે.
- યાત્રા સમયે કાગડાના મોઢામાં હાડકુ કે માંસનો ટુકડો હોય તો કામમાં મુશ્કેલીઓ આવશે અને યાત્રા કરતી વખતે તમારે સાવધાન પણ રહેવું જોઈએ.