For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lunar Eclipse 2021: શું હોય છે સુપર બ્લડ મૂન, શું છે ચંદ્રગ્રહણનો સમય?

26 મે, 2021 બુધવારે એક ખાસ ખગોળીય ઘટના થવા જઈ રહી છે. વૈશાખ પૂર્ણિમા પર આકાશમાં સુપર બ્લડ મૂન દેખાશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ 26 મે, 2021 બુધવારે એક ખાસ ખગોળીય ઘટના થવા જઈ રહી છે. વૈશાખ પૂર્ણિમા પર આકાશમાં સુપર બ્લડ મૂન દેખાશે. આ દિવસે ચંદ્રગ્રહણ થવાના કારણે આ વિશેષ ઘટના થવાની છે. બ્લડ મૂનનો અર્થ એ નથી કે ચંદ્રમા લાલ દેખાશે પરંતુ આ ઘટનામાં ચંદ્ર પોતાના આકારથી મોટો દેખાશે. ખગોળીય ભાષામાં આને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે.

શું હોય છે સુપર બ્લડ મૂન

શું હોય છે સુપર બ્લડ મૂન

26 મેએ ચંદ્રગ્રહણના કારણે મૂન, બ્લડ મૂનની ઘટના થશે. જો કે ભારતમાં ચંદ્રમા પૂર્વ ક્ષિતિજથી નીચે હશે જેના કારણે ઘણા ભાગોમાં બ્લડ મૂન દેખાશે નહિ. સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવવાની ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં પૃથ્વીની છાયા ચંદ્રમાની રોશનીને છૂપાવી લે છે. જેના કારણે સૂર્યની રોશની હવે પૃથ્વીના વાયુમંડળથી ટકરાઈને ચંદ્રમા પર પડે છે તો ચંદ્રમા વધુ ચમકીલો દેખાય છે. જ્યારે ચંદ્રમા પૃથ્વી પાસે ધીમે ધીમે પહોંચે તો તેને રંગ વધુ ચમકીલો દેખાય છે. આના કારણે તેનો આકાર પણ મોટો દેખાય છે. અમુક જગ્યાએથી જોવા પર તે અલગ-અલગ રંગોમાં દેખાય છે. આ ઘટનાને સુપર બ્લડ મૂન કહેવામાં આવે છે.

ખગ્રાસ ચંદ્રગ્રહણનો સમય

ખગ્રાસ ચંદ્રગ્રહણનો સમય

વૈશાખ પૂર્ણિમા 26 મે 2021 બુધવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યુ છે. આ ચંદ્રગ્રહણ ઉત્તર-પશ્ચિમ-દક્ષિણ તેમજ પૂર્વના મોટાભાગના ક્ષેત્રો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, બિહાર વગેરે રાજ્યોમાં નહિ દેખાય. આ ચંદ્રગ્રહણ 20-25 મિનિટની સમયનો ગ્રસ્તોદય રૂપે ભારતના દૂર પૂર્વ ભૂ ભાગોમાં દેખાશે.

ભારતીય સમય અનુસાર સ્પર્શ

ભારતીય સમય અનુસાર સ્પર્શ

ગ્રહણનો સ્પર્શ ભારતીય માનક સમય અનુસાર બપોરે 3.15 વાગે હશે અને મોક્ષ સાંજે 6.21 વાગે રહેશે. કુલ સમય 3 કલાક 6 મિનિટ રહેશે. જે દૂર પૂર્વ ભારતના ક્ષેત્રોમાં સાંજે 6.21 મિનિટે પૂર્વ ચંદ્રોદય હશે ત્યાં ચંદ્રોદયથી લઈને 6.21 વાગ્યા સુધી ગ્રસ્તોદિત ચંદ્રગ્રહણ હશે.

English summary
Lunar Eclipse 2021: Chandra Grahan and Blood Moon is visible in India on May 26th, read everything about it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X