ચંદ્રગ્રહણ, 30 નવેમ્બર, 2020: વર્ષના અંતિમ ચંદ્રગ્રહણ પર આ 3 રાશિઓએ સાવચેત રહેવુ
વર્ષ 2020નુ અંતિમ ચંદ્રગ્રહણ 30 નવેમ્બરે થવાનુ છે. ચંદ્રગ્રહણના સમયે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રમા વચ્ચે આવે છે. આવી સ્થિતિ થતા પૃથ્વીના પડછાયાથી ચંદ્ર ઢંકાઈ જાય છે. આ ચંદ્રગ્રહણ ઘણી રીતે ખાસ છે. 30 નવેમ્બરે કારતક પૂનમના દિવસે ચદ્ર ગ્રહણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે માટે તેમાં સૂતક નહિ લાગે. કોઈ પણ ખગોળીય ઘટનાનો પ્રભાવ લોકોના જીવન પર જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ચંદ્રગ્રહણ વૃષભ રાશિ અને રોહિણી નક્ષત્રમાં થવાનુ છે. ચંદ્રગ્રહણ થવાથી બધી 12 રાશિઓ પર અસર થશે પરંતુ આ ત્રણ રાશિઓ એવી છે જેમને સંભાળીને રહેવાની જરૂર છે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ ધીરજ જાળવી રાખવાની જરૂર છે. આ દરમિયાન માનસિક તણાવ થઈ શકે છે. તમારા બનતા કાર્યોમાં કોઈ અડચણ આવી શકે છે. તમે ગુસ્સો કરવાથી બચો અને કડવી વાણી બોલવાનુ ટાળો નહિતર મામલો બગડી શકે છે. પરિવારમાં કોઈ સભ્યની તબિયત સારી ન રહેવાથી તમે ચિંતામાં રહી શકો છો. તમારા માટે બજરંગબલીની પૂજા કરવી ફળદાયી રહેશે.

કન્યા રાશિ
30 નવેમ્બરનુ ચંદ્રગ્રહણ કન્યા રાશિના જાતકો માટે કંઈ ખાસ નથી રહેવાનુ. નોકરિયાત લોકોને સંભાળીને રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહિતર નુકશાન થઈ શકે છે. આ દરમિયાન તમારા ખર્ચા વધી શકે છે. આ દરમિયાન યાત્રાના પણ યોગ બની રહ્યા છે. તમારા માટે ગણેશ પૂજન લાભદાયી રહેશે.

ધન રાશિ
ધન રાશિના લોકોએ પોતાની તબિયતનુ ધ્યાન રાખવાની જરૂર છે. તમે તબિયત માટે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખશો નહિ. પૈસાની લેવડ-દેવડમાં તમારે સતર્ક રહેવાની જરૂર છે. સંતાન પક્ષની પણ તમને ચિંતા રહી શકે છે. તેમના અભ્યાસ પર નજર રાખો. આ મુશ્કેલીઓમાંથી રાહત અને માનસિક શાંતિ મેળવવા માટે તમારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
30 નવેમ્બરે 2020નું છેલ્લું ચંદ્રગ્રહણઃ ભારતીય સમય, મહત્વ અને અન્ય વિગતો તપાસો