• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખગ્રાસ ચંદ્રગ્રહણ 2018: જાણો કેવી રહેશે રાશીઓ પર તેની અસર

By desk
|

31 જાન્યુઆરી 2018 દિવસ બુધવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ કર્ક રાશિ અને પુષ્ય અને અશ્લેષા નક્ષત્રમાં પડશે, ગ્રહણના સ્પર્શ કાળનો સમય પુષ્ય નક્ષત્રમાં છે અને મોક્ષના સમયે અશ્લેષા નક્ષત્રમાં રહેશે. ભારતમાં આ ગ્રહણ જોઈ શકાશે.

ભારતીય માનસ સમય અનુસાર ગ્રહણનો સ્પર્શ, મધ્ય અને મોક્ષ આ પ્રકારે છે.

 • ગ્રહણનો સ્પર્શ-સાંજે 05 વાગ્યેને 18 મિનિટે
 • ગ્રહણનું સમ્મીલન-6 વાગ્યાને 21 મિનિટે
 • ગ્રહણનો મધ્ય-રાત્રે 7 વાગ્યે
 • ગ્રહણનો મોક્ષ-રાત્રે 8 વાગ્યે 42 મિનિટે
 • પર્વકાળ-3 વાગ્યાને 24 મિનિટ
ગ્રહણ કાળમાં શું ન કરવું

ગ્રહણ કાળમાં શું ન કરવું

ચંદ્ર ગ્રહણના કાળમાં કાતરનો ઉપયોગ ટાળો, ફૂલો ન તોડવા, વાળ અને કપડા સાફ ન કરવો, દાંતણ કે બ્રશ ન કરવું, ગાય, ભેસ કે બકરીનું દોહન ન કરવું, ભોજન ન કરવું, કઠોર શબ્દોનો ઉપયોગ ન કરવો અને યાત્રા તેમજ શયન ન કરવું.

ગ્રહણનું ફળ- ગ્રહણ નક્ષત્ર ફળ

ગ્રહણનું ફળ- ગ્રહણ નક્ષત્ર ફળ

આ ગ્રહણ બુધવારના દિવસે આવી રહ્યો છે, જે રાજ્યના મંત્રીઓ, સચિવોને ભારે મુશ્કેલી સહન કરવી પડશે. ચોખા, શિંગોડા, વગેરે ઉપજોને નુકશાન અને સોનું, ચાંદી, પીતળ, લોખંડ વગેરેમાં તેજી આવશે. આ ગ્રહણ શ્રવણ નક્ષત્રમાં પડશે, જેથી સ્ત્રીઓ, રાજ્ય મંત્રી, શાસક, સાધુ અને જળથી જીવિકા કરનારા લોકોને મુશ્કેલ થશે. કર્મચક્ર અનુસાર પૂર્વ અને અગ્નેય કોણ દિશામાં આ નક્ષત્રમાં ગ્રહણ પડશે. પૂર્વ અને દક્ષિણ દિશાના શહેરોમાં ઉપદ્રવ, અગ્નિકાંડ અને પ્રાકૃતિક આપદાઓથી હાની થઈ શકે છે.

ગ્રહણ વિશેષ ફળ

ગ્રહણ વિશેષ ફળ

સમુદ્રની પાસે રહેનારા, નદીની પાસે રહેનારા લોકો માટે અતિ વર્ષા થવાથી વિનાશકારી સ્થિતિ રહેશે. શનિની નીકટ ચંદ્ર પર મંગળની દ્રષ્ટિ છે અને બુધ મંગળના કેન્દ્રમાં રહે તો ભુકંપનો યોગ બને છે. શનિના ધન રાશિમાં રહેવા દરમિયાન અનેક પાપ ગ્રહો તેની નિકટ રહી પ્રલયકંર યોગ દર્શાવે છે. ભારતના દક્ષિણ હિસ્સા તમિલનાડુ, કર્ણાટક, બેંગલોર, કેરલા, ગોવા, પુના, અને ભારતના પૂર્વ ભાગો જેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, કલકત્તા વગેરે સ્થાનોમાં 31 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરીના મધ્ય ભુકંપની ભયાવહ ઘટના ઘટશે. 8 ફેબ્રુઆરીએ ભુકંપ આવવાની શક્યતા છે.

તમામ રાશિઓ પર ગ્રહણની અસર

તમામ રાશિઓ પર ગ્રહણની અસર

 • મેષ-આ રાશિના જાતકોને લાભ થવાના સંકેત છે. પરિક્ષામાં સફળતા અને કેટલાક લોકોને ધનલાભની શક્યતા છે.
  • વૃષભ-આ રાશિના જાતકોને આર્થિક રીતે લાભ થઈ શકે છે. અટકેલા કામો પૂરાં થશે. મન ખુશ રહેશે.
  • મિથુન-ખર્ચા વધુ થવાથી કુટુંબમાં તાણનું વાતાવરણ રહેશે. સંબંધોને લઈ મન ઉદાસ રહેશે. અટકેલુ ધન પરત મળશે.
  • કર્ક-કાર્યો પ્રત્યે સાવધાન રહેજો. વિના કારણે અપયશ મળશે, જેથી સાવધાન રહેજો. નકામી વાતો વિશે વિચારી મન પરેશાન થશે.
  • સિંહ-ખર્ચા વધવાથી તમારી ચિંતા વધશે. કૌટુંબિક વાતાવરણ દુઃખમય રહેશે. નકામી ચર્ચામાં તમારી ઊર્જા વેડફશો નહિં.
  • કન્યા-તમારા કામો પૂરાં થવાથી ખુશ રહેશો. અચાનક ધનની પ્રાપ્તિ થશે. સમયનું યોગ્ય પ્લાનિંગ કરજો.
  • તુલા-કૌટુંબિક કલેશને કારણે મન પરેશાન રહેશે. આવકની સરખામણીએ ખર્ચા વધશે. જીવનસાથીના આરોગ્યને લઈ ચિંતા રહેશે.
  • વૃશ્ચિક-કુટુંબમાં કોઈની સાથે કલેશ થઈ શકે છે, તમારી વાણી પર નિયંત્રણ રાખજો. સાસરી પક્ષે સંબંધો બગડી શકે છે.
  • ધન-જીવનસાથી સાથે મધુર પળો પસાર કરશો. આવકમાં વધારો થવાની શક્યતા છે. કૌટુંબિક સુખ જળવાઈ રહેશે.
  • મકર-જીવનસાથી સાથે ખેંચતાણ શક્ય છે. સંતાને લઈ ચિંતામાં રહેશો. કોઈ વસ્તુ ચોરાઈ શકે છે. સંબંધોમાં તાણની સ્થિતિ પેદા થઈ શકે છે.
  • કુંભ-આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખજો, કોઈ રોગનો ભોગ બની શકો છે. રોજગારમાં વધુ રોકાણ કરશો નહિં, નુકશાન થઈ શકે છે. ઓફિસના કામોને લઈ મન ઉદાસ રહેશે.
  • મીન-વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ વધશે. કેટલાક લોકોના ગુપ્ત સંબંધો ઉજાગર થશે. સમજી-વિચારીને ચાલજો, નહિંતર અપયશ મળી શકે છે.

English summary
January 31, the full moon will pass through the shadow of the Earth. For 77 minutes, the usually silvery moon will be covered with a blood-red/ochre shadow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more