For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chandra Grahan 2018: ગ્રહણ કાળમાં સુખ-સમૃદ્ધિ, સૌભાગ્ય માટે કરો સપ્તદીપ પ્રયોગ

31 જાન્યુઆરી 2018 ના રોજ ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે. સૂર્ય-ચંદ્ર ગ્રહણના સમયે ગૃહસ્થો માટે પણ તંત્ર શાસ્ત્રોમાં કેટલાક પ્રયોગો જણાવાયા છે.આ અંગે વધુ વાંચો અહીં.

By Desk
|
Google Oneindia Gujarati News

31 જાન્યુઆરી 2018 ના રોજ ચંદ્ર ગ્રહણ આવી રહ્યું છે. ગ્રહણ કાળમાં આમ તો દાન-ધર્મનું મહત્વ હોય છે, પણ તંત્ર-મંત્રોની સિદ્ધિ માટે પણ આ સમય શ્રેષ્ઠ મનાય છે. તંત્ર શાસ્ત્ર અનુસાર ગ્રહણ કાળ દરમિયાન કરેલા મંત્રોની સિદ્ધિ અનેક ગણી હોય છે, પણ આ બધુ સિદ્ધિ યોગીઓ માટે શક્ય છે. સૂર્ય-ચંદ્ર ગ્રહણના સમયે ગૃહસ્થો માટે પણ તંત્ર શાસ્ત્રોમાં કેટલાક પ્રયોગો જણાવાયા છે, તેમાનો એક છે, સપ્તદીપ પ્રયોગ.

સપ્તદીપ પ્રયોગ

સપ્તદીપ પ્રયોગ

સપ્તદીપ પ્રયોગ એક એવો પ્રયોગ છે જેને ગ્રહણ કાળ દરમિયાન કરવાથી તમામ સુખ, સમૃદ્ધિ, સંપતિ, ધન, વૈભવની પ્રાપ્તિ કરી શકાય છે. આ પ્રયોગથી ગ્રહણના તમામ દોષો પણ સમાપ્ત થઈ જાય છે.

શું છે આ પ્રયોગ?

શું છે આ પ્રયોગ?

ગ્રહણનું સુતક લાગતા પહેલા કે એક દિવસ પહેલા માટીનો એક મોટો દીવો, રૂની સાત દિવેટો અને તલનું તેલ લાવો. ગ્રહણ શરૂ થવાના સમયે ઘરના દક્ષિણ ભાગમાં પીળી માટી કે ગાયનું છાણ લીપી તેના પર દીવો મુકો. દીવાની સાત દિવેટો અલગ અલગ દિશામાં લગાવો. તલના તેલથી દીવો પ્રજ્વલ્લિત કરો. હવે આ દીવામાં ચોખા અને સાત સફેદ કોડિઓ નાખો.

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને સુખ-સમૃદ્ધિની કામના કરો, દીવામાં એટલું તેલ ભરો કે ગ્રહણ પ્રારંભથી સમાપ્તિ સુધી તે પ્રજ્વલિત રહે. ગ્રહણ સમાપ્તિ પછી દીવાનું તેલ ખતમ થવા સુધી તેને ચાલુ રાખો. ત્યાર બાદ તેને નદી, તળાવમાં વિસર્જિત કરી દો. આ પ્રયોગ વ્યકિતને જીવનના તમામ સુખો પ્રદાન કરે છે.

મંત્ર જાપ

મંત્ર જાપ

ગ્રહણ કાળ દરમિયાન ભગવાન વિષ્ણુનો મંત્ર ऊं नमो भगवते वासुदेवाय નો જાપ કરો. આ મંત્રને હાલતા-ચાલતા, ઉઠતા-બેસતા કરતા રહો. તેનાથી ગ્રહણનો દુષ્પ્રભાવ નહિં રહે. ગર્ભવતી સ્ત્રીઓ પણ આ મંત્રનો જાપ કરી તેમના શિશુને સ્વસ્થ રાખી શકે છે, તેના પર ગ્રહણની છાયા પડતી નથી.

English summary
On Wednesday, January 31, 2018 the Moon will be totally eclipsed for 1 hour and 16 minutes. Here are some things you should know about this total lunar eclipse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X