For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાશિવરાત્રિઃ ભગવાન શંકરને શા માટે પ્રિય છે ચતુર્દશી તિથિ?

સ્કન્ધ પુરાણ પ્રમાણે મહાશિવરાત્રી તમામ વ્રતોમાં સર્વોપરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સ્કન્ધ પુરાણ પ્રમાણે મહાશિવરાત્રી તમામ વ્રતોમાં સર્વોપરી છે. ફાગણ ચતુર્દશીની અર્ધરાત્રિએ ભગવાન શંકર લિંગ રૂપે અવતરિત થયા હતા. ચતુર્દશી તિથિના મહાનિશિથ કાળમાં મહેશ્વરના નિરાકાર સ્વરૂપ પ્રતિક લિંગનો આવિર્ભાવ થવાથી પણ આ તિથિ મહાશિવરાત્રીના નામે વિખ્યાત થઈ ગઈ.

shiv

ભગવાન શંકરની પ્રિય છે ચતુર્દશી તિથિ

ભગવાન ભોળાનાથની આ પ્રિય તિથિ મનાય છે. શિવ ઉપાસકો માટે આ તિથિનો વિશેષ મહિમા છે. આપણા દેશમાં ભગવાન શંકરના 14 શિવલિંગો છે અને આ તમામ મંદિરોમાં શિવરાત્રીના દિવસે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે અર્ધરાત્રીમાં ચતુર્દશી છે, તે જ દિવસે શિવરાત્રીનું વ્રત કરવું લાભકારી રહેશે. જે વ્યકિત શિવરાત્રીનું નિર્જળા વ્રત કરી રાત્રી જાગરણ સમયે ચારે પહોરમાં ચાર વખત પૂજન અને આરતી કરે છે, તેવા જાતકો પર શિવની વિશેષ અનુકંપા રહે છે.

મનોકામના પૂર્તિ હેતુ

  • જે જાતકોનો ચંદ્ર ગ્રહ પિડિત થઈ અશુભ ફળ આપી રહ્યો હોય ઉપરાંત માતા સાથે વૈચારિક મતભેદો ચાલતા હોય, એવા લોકોએ શિવરાત્રીના દિવસે પંચામૃતથી શિવનો અભિષેક કરવો.
  • સંતાનની ઈચ્છા ધરાવનારા જાતકો શિવરાત્રીના દિવસે રુદ્રાભિષેક કરે અથવા શિવપુરાણનો પાઠ કરાવે, તેનાથી જરૂર ફળ મળશે.
  • શિવરાત્રીના દિવસે જવ, તલ તથા ખીરથી મહામૃત્યુંજય મંત્ર સાથે 108 આહુતિ આપવાથી આખું વર્ષ ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
  • ભગવાન શંકરને કપૂરની સુગંધ અત્યંત પ્રિય છે. કપૂર સળગાવી નકારાત્મક ઉર્જાને હટાવી સકારાત્મક ઉર્જાને પ્રવાહિત કરી શકાય છે, ઉપરાંત વાતાવરણની શુદ્ધિ પણ થાય છે. પરિણામે શિવપૂજન વખતે જરૂરથી કપૂર સળગાવો.
  • સમુદ્ર મંથન વખતે શિવે વિષ ધારણ કર્યું હતું, જેનાથી તેમનું શરીર ગરમ અને કંઠ નીલો પડી ગયો હતો. પરિણામે ભગવાન ભોળાને જળ ચઢાવવામાં આવે છે. જેનાથી ભોળા શંકરના શરીરને ઠંડક મળે. ત્યારથી શિવલિંગ પર જળ ચઢાવવાનો રિવાજ છે. મહાશિવરાત્રીના દિવસે જળ ચઢાવવાથી અનેક સુખની પ્રાપ્તિ થાય છે.
  • શિવરાત્રીના દિવસે તમારી મનોકામના પૂરી થવાની આશા રાખનારા જાતકોએ શંકર ભગવાનને આંકડાના ફૂલ જરૂર ચઢાવવા. પુરાણો પ્રમાણે એક આંકડાનું ફૂલ ચઢાવવાથી સોનાના દાન બરાબર પૂણ્ય મળે છે.
shiv

મહાશિવરાત્રી પૂજા મુહૂર્ત

મહાશિવરાત્રી : 24 ફેબ્રુઆરી 2017
નિશિથ કાળ પૂજા - 24:08 થી 24:59
પારણાનો સમય - 06:54 થી 15:24 (25 ફેબ્રુઆરી)
ચતુર્દશી તિથિ આરંભ - 21:38 (24 ફેબ્રુઆરી)
ચતુર્દશી તિથિ સમાપ્ત - 21:20 (25 ફેબ્રુઆરી)

English summary
The legend of marriage of Shankara and Parvati is one the most important legends, related to the festival of Mahashivaratri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X