Makar Sankranti 2018: મકર સંક્રાંતિનું શુભ મુહૂર્ત અને મહત્વ

મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે જેનો આધાર સૂર્યની ગતિ પર છે. પોષ માસમાં જ્યારે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે કાળ વિશેષને સંક્રતિ કહે છે.

મકર સંક્રાંતિ એક એવો તહેવાર છે જેનો આધાર સૂર્યની ગતિ પર છે. પોષ માસમાં જ્યારે સૂર્ય ધન રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. તે કાળ વિશેષને સંક્રતિ કહે છે. શનિ દેવ મકર રાશિના સ્વામી છે અને સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે. તો તેથી તેને મકર સક્રાંતિના નામે ઓળખવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2018 એટલે કે રવિવારના દિવસે ઉજવાશે. ધર્મ સિંધુ અનુસાર આ દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થવાથી તમામ શુભ કામોની શરૂઆત થઈ જાય છે. જેમ કે, લગ્ન, મુંડન, ઉપરાંત 14 તારીખ બાદ છોકરીઓ પિયર જઈ શકે છે કારણ કે કમોરતાની આ દિવસે સમાપ્તિ થાય છે.

મકર સંક્રાંતિ મુહૂર્ત

મકર સંક્રાંતિ મુહૂર્ત

  • પુણ્ય કાળ મુહૂર્ત = 14:00 થી 17:41
    • મુહૂર્તની અવધિ = 3 કલાક 41 મિનિટ
    • સંક્રાંતિ સમય = 14:00
    • મહાપૂર્ણકાળ મુહૂર્ત = 14:00 થી 14:24
    • મુહૂર્તનો સમય= 23 મિનિટ
    પૂર્વથી ઉત્તર તરફીની કિરણો શુભ

    પૂર્વથી ઉત્તર તરફીની કિરણો શુભ

    સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ આવનારી કિરણો સારી મનાતી નથી, પણ પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતા સૂર્યની કિરણો વધુ લાભકારી હોય છે. જેથી મકરસંક્રંતિના શુભ અવસરે સૂર્યદેવની આરાધના કરવાનું વિધાન છે.

    ઐતિહાસિક મહત્વ

    ઐતિહાસિક મહત્વ

    એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ભાસ્કર તેમના પુત્ર શનિને મળવા તેમના ઘરે જાય છે. જો કે શનિદેવ મકર રાશિના સ્વામી છે, પરિણામે આ દિવસ મકર સંક્રાંતિના નામે ઓળખાય છે. આ ઉપરાંત મહાભારત કાળમાં ભિષ્મ પિતામહે પોતાના દેહ ત્યાગ માટે મકર સંક્રાંતિ દિવસની પસંદગી કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગા ભગીરથની પાછળ પાછળ કપિલ મુનીના આશ્રમથી થતી સાગરમાં જઈને મળી હતી.

    દાન-ધર્મનું સૌ ગણું ફળ પરત

    દાન-ધર્મનું સૌ ગણું ફળ પરત

    આ દિવસે જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે ધાર્મિક ક્રિયાકલાપોનું ખાસ મહત્વ છે. એવી ધારણા છે કે આ દિવસે કરાયેલું દાન સો ગણું પુનઃપાપ્ત થાય છે. આ દિવેસ શુદ્ધ ધી અને ધાબળાનું દાન મોશ્રની પ્રાપ્તિ કરાવે છે. જે તમે શ્ર્લોકથી સ્પષ્ટ સમજી શકશો.

    माघे मासे महादेव: यो दास्यति घृतकम्बलम,

    स भुक्त्वा सकलान भोगान अन्ते मोक्षं प्राप्यति॥

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X