For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Makar Sankranti 2018: મકર સંક્રાંતિએ સૂર્યથી બચવા કરો આ ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તેથી કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય ખરાબ છે તો તે જીવનભર મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. તેનાથી બચવા માટે કરો આ ઉપાય.

By Desk
|
Google Oneindia Gujarati News

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. જેથી કોઈ જાતકની કુંડળીમાં સૂર્ય ખરાબ છે તો તે જીવનભર મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. તેને કુટુંબમાં સન્માન મળતુ નથી અને તે સમાજીક પ્રતિષ્ઠા માટે પણ તરસે છે. સૂર્ય નોકરીમાં ઉન્નતિ કરાવે છે. જો સૂર્ય ખરાબ સ્થિતિમાં હોય તો વ્યક્તિને ક્યારેય નોકરીમાં સફળતા મળતી નથી. સૂર્ય ખરાબ રહેવાથી વ્યક્તિ અભિમાની થઈ જાય છે અને તે કોઈનું સાંભળતો નથી. તેના મનમાં કોઈની માટે દયા રહેતી નથી અને તે પોતે જ પોતાના પતનનું કારણ બને છે.

કુંડળીમાં સૂર્ય ખરાબ હોય તો

કુંડળીમાં સૂર્ય ખરાબ હોય તો

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ખરાબ હોય તો તેને ઠીક કરવું ખૂબ જરૂરી છે. જેથી સૂર્યમંત્રનો જાપ, નિયમિત સૂર્યને જળ અર્પિત કરવાથી લાભ થાય છે. પણ સૂર્યની સારી અસર મેળવવાના કેટલાક ખાસ ઉપાયો છે, તે છે તાંબાના સૂર્ય યંત્રની સ્થાપના કે તાંબાના સૂર્ય લોકેટને ગળામાં ધારણ કરવું.

ઉત્તમ દિવસ મકર સંક્રાંતિ

ઉત્તમ દિવસ મકર સંક્રાંતિ

સૂર્ય યંત્ર કે સૂર્ય લોકેટ ધારણ કરવા માટે વર્ષનો સૌથી ઉત્તમ દિવસ છે મકર સંક્રાંતિ. કારણ કે આ દિવસે સૂર્ય પોતાની સૌથી શુભ રાશિ મકરમાં પ્રવેશ કરતા ઉત્તરાયણ તરફ ગમન કરે છે. માઘ મહિનામાં આવનાર આ દિવસે સૂર્યની કૃપા મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ છે.

કેવી રીતે કરશો સૂર્ય સ્થાપના

કેવી રીતે કરશો સૂર્ય સ્થાપના

સૂર્ય યંત્રની સ્થાપના કરવા માટે તેને એક દિવસ પહેલા બજારથી ખરીદો અને મકરસંક્રાંતિના દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠી દૈનિક કાર્યોથી નિવૃત થઈ વિના સીવેલા સફેદ વસ્ત્રો ધારણ કરો. સફેદ ધોતીથી આખા શરીરને લપેટી શકાય છે. ત્યારબાદ પૂજા સ્થાને લાલ આસન પાથરી પૂર્વ તરફ મુખ રાખીને બેસો. તમારા પૂજા સ્થાને અન્ય દેવોને સ્નાન-પૂજા કરાવી ગંગાજળ મિશ્રિત ગાયના દૂઘથી સ્નાન કરવો.

સુર્ય સ્થાપના

સુર્ય સ્થાપના

ત્યારબાદ પીળા રેશમી વસ્ત્રો પાથરી તેના પર યંત્રની સ્થાપના કરો. યંત્ર પર ચંદન, કેસર, સોપારી અને લાલ ફૂલ અર્પણ કરો. ત્યારબાદ ऊं घृणि सूर्याय नमः મંત્રની સાત માળાનો જપ કરો. મંત્ર સંખ્યા પૂર્ણ થયા બાદ યંત્રને પૂજા સ્થાને રાખી નિયમિત તેને શુદ્ધ જળથી સ્નાન કરાવી ચંદન લગાવો. તેનાથી સૂર્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ સાત દિવસમાં સમાપ્ત થઈ જશે. તેવી જ રીતે સૂર્ય લોકેટની પૂજા કરવામાં આવે છે અને તેને લાલ દોરામાં પરોવી ગળામાં ધારણ કરવામાં આવે છે.

સૂર્ય યંત્રના લાભ

સૂર્ય યંત્રના લાભ

  • જન્મકુંડળીમાં સૂર્ય ખરાબ થવાથી તમારા પર આવનારી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.
    • નોકરીમાં પ્રમોશન કે વેતનવૃદ્ધિ થાય છે અને તમારી ઉન્નતિના રસ્તા ખુલે છે.
    • આંખ, હાડકાના રોગો દૂર થાય છે.
    • કુટુંબ કે સમાજમાં પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી હોય તો આ યંત્ર કે લોકેટ તમારુ ખોવાયેલુ સન્માન પાછુ અપાવે છે.
    • સૂર્ય ખરાબ હોય તો પિતાનો સાથ મળતો નથી. સૂર્ય યંત્રની પૂજા કે લોકેટ ધારણ કરવાથી પિતાની હંમેશા મદદ મળે છે.
    • સૂર્ય અનુકૂળ હોય તો વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

English summary
Makar Sankranti refers both to a specific solar day in the Hindu calendar and a Hindu festival in reference to deity Surya (sun) that is observed in January every year. here is some Tips for Success and Money
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X